ભારતે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. ભારતે ચાર દાયકાના દુકાળનો અંત લાવીને પુરુષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતે જર્મનીને 5-4થી હરાવ્યું છે. સિમરનજીત સિંહે બે ગોલ કર્યા હતા. આ મેચમાં ટીમ ઇન્ડિયાની શરૂઆત નબળી રહી હતી, પરંતુ પછી તેણે સતત ગોલ કરીને પુનરાગમન કર્યું હતું. પરંતુ આ પછી જર્મનીએ વધુ બે ગોલ ફટકારીને ભારત પર દબાણ બનાવ્યું હતું. પરંતુ ટીમ ઇન્ડિયાએ જબરદસ્ત વાપસી કરી અને માત્ર 2 મિનિટમાં મેચને 5-4ની લીડ પર લાવી દીધી હતી.

ભારતીય હોકી ટીમની જીત બદલ ખેલાડીઓના પરિવારોએ પણ ખુશી વ્યક્ત કરી: દેશભરમાંથી હોકી ટીમને શુભેચ્છા 

બ્રોન્ઝ મેડલ મેચમાં 5-4થી હરાવ્યું: ભારત તરફથી સિમરનજીત સિંહએ 2 ગોલ ફટકાર્યા

indian hockey 2

મેચની પ્રથમ મિનિટમાં જર્મનીએ ગોલ કર્યો હતો. તૈમુર ઓરુઝે જર્મની માટે આ ફિલ્ડ ગોલ કર્યો હતો, ત્યારબાદ જર્મની 1-0થી આગળ હતું. ટીમ ઈન્ડિયાને વળતો પ્રહાર કરવાની તક મળી, પરંતુ તે ચૂકી ગઈ. ભારતને 5મી મિનિટે પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ રૂપિન્દર પાલ સિંહ ગોલ કરવામાં નિષ્ફળ રહ્યો. રૂપિન્દર નિરાશ દેખાતો હતો. તે ઈન્જેક્શનથી ખુશ નહોતો.

પ્રથમ ક્વાર્ટરમાં જર્મની ભારત પર હાવી રહ્યું. આ ક્વાર્ટરમાં જર્મની વધારે આક્રમક જોવા મળ્યું. જર્મનીની ટીમએ પહેલી જ મીનિટમાં ગોલ કરીને પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો અને પ્રારંભિક લીડ મેળવી લીધી. પ્રથમ ક્વાર્ટર ખતમ થયાના ઠીક પહેલાં તેને પેનલ્ટી કોર્નર મળ્યાં. ભારતએ તેની પર શાનદાર બચાવ કર્યો અને જર્મનીની લીડને 1-0 સુધી જ રાખી. શ્રીજેશની અહીંયા ખાસ રીતે પ્રશંસા કરવાની રહેશે. તેઓએ સળંગ બે સારા બચાવ કર્યા.

બીજા હાફમાં ભારતએ ગજબ ખેલ દેખાડ્યો. ભારતએ ન તો માત્ર સતત ગોલ કર્યા પરંતુ જર્મનીના ખેલાડીઓને સ્તબ્ધ કરી દીધાં. જર્મનીની ટીમ બીજા હાફમાં દબાણ હેઠળ જોવામાં આવ્યું. આ સાથે ભારતના ખેલાડી ગોળની તલાશમાં દેખાયાં, જેનો તેઓને ફાયદો મળ્યો. સિમરનજીત સિંહએ હોકી પ્રેમીઓને નિરાશ નથી કર્યા અને ગોલ કર્યાં.

ભારતે પુરુષ હોકીમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે

ભારતે મેન્સ હોકીમાં ઓલિમ્પિકમાં સૌથી વધુ મેડલ જીત્યા છે. ટીમે 1928, 1932, 1936, 1948, 1952, 1956, 1964 અને 1980 ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. આ સિવાય તેણે 1960માં સિલ્વર અને 1968, 1972 અને 2021 (ટોક્યો ઓલિમ્પિક 2020)માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

વડાપ્રધાન મોદીએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય પુરુષ હોકી ટીમને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું કે આ એક ઐતિહાસિક દિવસ છે. આ દિવસ દરેક ભારતીયના મનમાં હંમેશા રહેશે. બ્રોન્ઝ ઘરે લાવવા માટે ટીમ ઇન્ડિયાને અભિનંદન. તેમણે આપણા દેશના યુવાનોને નવી આશા આપી છે. ભારતને પોતાની હોકી ટીમ પર ગર્વ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.