પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
નરેન્દ્ર મોદીએ ભારતીય હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ લખ્યું કે આ એક એવી ઉપલબ્ધિ છે જેને આવનારી પેઢીઓ યાદ રાખશે. ભારતીય હોકી ટીમે ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તે વધુ ખાસ છે કારણ કે ઓલિમ્પિકમાં આ તેનો સતત બીજો મેડલ છે, તેમની સફળતા કૌશલ્ય, દ્રઢતા અને ટીમ ભાવનાની જીત છે. ખેલાડીઓને અભિનંદન. દરેક ભારતીયનું હોકી સાથે ભાવનાત્મક જોડાણ છે અને આ સિદ્ધિ આપણા દેશના યુવાનોમાં રમતને વધુ લોકપ્રિય બનાવશે.
કુસ્તીમાં અમન સેહરાવત આજે બ્રોન્ઝ માટે મેદાને ઉતરશે
પેરિસ ઓલિમ્પિકમાં રમતના 13 દિવસ વીતી ગયા છે અને ભારત કુલ 5 મેડલ સાથે ટેલીમાં 64મા નંબરે છે. નીરજ ચોપરા ભાલામાં ગોલ્ડ મેડલ જીતવામાં ચૂકી ગયો. જો કે, તેણે ભારત માટે સિલ્વર જીત્યો અને ટ્રેક એન્ડ ફિલ્ડમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો. હોકી ટીમે ઐતિહાસિક બ્રોન્ઝ જીત્યો હતો. હવે 14મા દિવસનો વારો છે. આ દિવસે ભારતને વધુ એક મેડલ મળી શકે છે.અમન સેહરાવત કુસ્તીની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યો હતો. અમાનને સેમિફાઇનલમાં જાપાની રેસલરના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. આજે તે બ્રોન્ઝ મેડલ માટે સ્પર્ધા કરશે. આ ઉપરાંત ભારતીય ખેલાડીઓ વધુ 3 ઈવેન્ટમાં ભાગ લેશે.
ભારત અને સ્પેન વચ્ચે આજે પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ માટે મેચ રમાઈ હતી. જેમાં ભારતનો શાનદાર 2-1થી વિજય થયો હતો. ભારત 52 વર્ષ જૂનો રેકોર્ડ તોડવા મેદાનમાં ઉતર્યું હતું અને ટીમે આ કરી બતાવ્યું હતું. 52 વર્ષ પહેલા ભારત સતત બે ઓલિમ્પિકમાં મેડલ જીત્યું હતું. 1972માં ભારતે મેડલ જીત્યો હતો અને ત્યારે ભારત સતત બીજો મેડલ જીત્યું હતું કારણ કે 1968માં પણ ભારત મેડલ જીત્યું હતું. આ વખતે ફરીથી ભારત પાસે આ રેકોર્ડની બરાબરી કરવાની તક હતી. કારણ કે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ભારત બ્રોન્ઝ મેડલ જીત્યું હતું. એ સમયે ભારતે બ્રિટનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ વખતે ઓલિમ્પિકમાં જર્મની સામે ભારત સેમિ ફાઇનલમાં હાર્યું હતું અને હવે બ્રોન્ઝ મેડલ જીતવા માટેની મેચમાં સ્પેન સામે રમવા ઉતર્યું હતું.
ભારતીય હોકી ટીમે સતત બીજી વખત ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ આ પહેલા 2020માં પણ બ્રોન્ઝ જીત્યો હતો.ભારતે હોકીમાં અત્યાર સુધીમાં કુલ 13 મેડલ જીત્યા છે. તેમાં 8 ગોલ્ડ છે.
આજે આ રમતોમાં ભારતીય ખેલાડીઓ મેદાને
બપોરે 12.30- અદિતિ અશોક, દીક્ષા ડાગર, ગોલ્ફ (ત્રીજો રાઉન્ડ)
બપોરે 2.10- મહિલા ટીમ, એથ્લેટિક્સ, 4*400 રિલે રેસ (પ્રથમ રાઉન્ડ) બપોરે 2.35 – પુરુષોની ટીમ,
એથ્લેટિક્સ, 4*400 રિલે રેસ (પ્રથમ રાઉન્ડ) રાત્રે 9.45
– અમન સેહરાવત, પુરુષોની કુસ્તી, 57 કિગ્રા ફ્રી સ્ટાઇલ
52 વર્ષ પહેલા ભારત હોકીમાં 1968 અને 1972માં સતત બે ઓલિમ્પિકમાં મેડલ
જીત્યું હતું: ટીમ ઈન્ડિયાના ખેલાડી મનપ્રીત સિંહે જીત ગોલકીપર પીઆર શ્રીજેશને સમર્પિત કરી