ત્રણ વખતની ચેમ્પિયન ચાઈનાને પછાડી મહિલા હોકી ટીમ જાપાન સામે ફાઈનલમાં ઉતરશે

ભારતીય મહિલા હોકી ટીમે ૨૦ વર્ષ બાદ એશિયન ગેમ્સની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો છે. ત્રણ વખતથી સતત ચેમ્પીયન રહેલી ચાઈનાની ટીમને ૧-૦થી પછાડી ભારતીય મહિલા હોકી ટીમ ફાઈનલમાં પહોચી ગઈ છે.

હોકી ટીમના ગુરજિતકૌરના એક માત્ર ગોલની મદદથી સેમીફાઈનલમાં ચીનને ૧-૦થી પરાજય આપી ફાઈનલમાં પહોચ્યા છીએ ફાઈનલમાં ભારતીય ટીમનો સામનો જાપાન સામે થશે જાપાને કોરિયાને ૨-૦થી હરાવી ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

ભારતીય મહિલા હોકી ટીમે ૧૯૯૮ બાદ પ્રથમવાર ફાઈનલમાં પહોચી છે.

મેચમાં ભારતીય ટીમે ગોલ પર ૧૨ શોટસ ફટકાર્યા જે પૈકી પાંચ ઓપન પ્લે દ્વારા હતા સાત પેનલ્ટી કોર્નર મળ્યા હતા. જે પૈકી અંતિમ પેનલ્ટી કોર્નર પર ગુરજિત કૌરે પર મી મીનીટે ગોલ કરી ભારતને લીડ અપાવી હતી. આ અગાઉ ચીનને પણ એક પેનલ્ટી કોર્નર મળ્યું હતુ પરંતુ તે ગોલમાં તબદીલ થઈ શકયું નહી.

ભારતીય હોકી ટીમની આ જવલંત સફળતા બાદ એવું દરેક ભારતીયના મનમં થશે કે હમારી છોરીયા છોરોસે કમ નહી આ વર્ષે એશિયન ગેમ્સમાં ભારતીય મહિલા ખેલાડીઓનું પણ ખૂબજ  સારૂ પ્રદર્શન રહ્યું છે. જે આપણા સૌ માટે ગૌરવની વાત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.