બોલ માડી અંબે જય જય અંબે
માતાજી નૌકા પર સવાર થઇને આવશે: ઘટ સ્થાપન માટે સવારે બે સારા મુહુર્તો
ર્માં શકિતની ભકિતના આરાધનાના પર્વ ચૈત્રિ નવરાત્રિનો આવતી કાલથી મંગલારંભ થશે હિન્દુ પંચાગમાં ત્રણ નવરાત્રિની ઉજવણી કરવામાં આવશે. આસો નવરાત્રિ, ચૈત્રિ નવરાત્રિ અને મહા નવરાત્રિનો સમાવેશ થાય છે. જે અલગ અલગ મહત્વ ધરાવે છે. આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો આરંભ થતો હોય ઘટ સ્થાપન માટે સવારે બે શુભ મુહુર્તો છે.
આ અંગે વધુ માહીતી આપતા વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે, આવર્ષે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ બુધવારે થતો હોવાથી માતાજી નૈકામાં સવાર થઇને પધારશે. જે શુભ ફળદાય માનવામાં આવે છે. લોકોની સુખાકારીમાં વધારો થાય.
ચૈત્ર સુદ એકમ ને બુધવારે સવારે ચોઘડિયા પ્રમાણે લાભ ચોઘડાયું 6.51 થી 8.21 અને અમૃત ચોઘડીયા 8.21 થી 9.52 શુભ મુહુર્ત છે. સવારના સમયે ઘટસ્થાપના કરવી ઉત્તમ ગણાય છે.
આ વર્ષે ચૈત્ર નવરાત્રીમાં નવ નોરતા પુરા છે. તિથિમાં કોઇ વધઘટ નથી આ પણ શુભ ગણાય છે. ચૈત્ર નવરાત્રીને રામનવરાત્રી પણ કહેવામાં આવે છે.
ચૈત્ર નવરાત્રિ દરમ્યાન કુળદેવીના મંત્ર જપ કરવા મા આનંદનો ગરબો બોલવો નર્વાર્ણ મંત્ર ૐ ઐ હ્રીં કલીં ચામુંડાયે વિરચે આ મંત્રના જપ કરવા પણ ઉત્તમ ફળદાયક રહેશે.
તે ઉપરાંત આ નવદિવસો દરમ્યાન શ્રીરામ ચરિત્ર માનસના પાઠ કરવા સુન્દર કાંડના પાઠ કરવા પણ ઉત્તમ ફળ દાયક છે.
નવદિવસ નવદુર્ગા પુજા તથા નૈવેદ્યની વિગતમાં નવદુર્ગા માતાજીની છબી સામે દિવો કરી માતાજીને ચાંદલો ચોખા કરી નવેય દિવસ આ પ્રકારે નૈવેદ્ય ધરી શકાય.
પહેલા નોરતે મા શૈલીપુત્રીની પુજા માતાજીને ગાયના દુધ, ઘીથી બનેલ મીઠાઇ ધરાવી સિઘ્ધીની પ્રાપ્ત થશે.
ગુરૂવારે બોજા નોરતે મા બ્રહ્મચારીણીની પુજા આ દિવસે માતાજીને સાકર ધરાવી તપ ત્યાગ અને સંયમની પ્રાપ્તી થશે.
શુક્રવારે ત્રીજા નોરતે મા ચંદ્રઘંટાની પુજા આ દિવસે માતાજીને માવાના પૈડા ધરાવા ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે.
શનિવારે ચોથા નોરતે મા કુષ્માંડાની પુજા માતાજીને માલપુવા અથવા ખીર ધરાવી બુઘ્ધિ શકિતમાં વધારો થશે.
રવિવારે પાંચમા નોરતે મા સ્કંદમાતાની પુજા માતાજીનો દુધ પાક ધરાવી શારીરિક પીડા દુર થશે.
સોમવારે છઠ્ઠા નોરતે મા કાન્યાયની પુજન માતાજીને દુધમાંથી બનેલ પેંડા ધરાવા તથા બંગળી ચાંદલાનું પેકેટ ધરાવું દામ્પત્ય જીવન મા સુખ વધશે અને વિવાહ ઇચ્છુકને વિવાહ યોગની પ્રાપ્તી થશે
મંગળવારે તા.ર8ના રોજ સાતમા નોરતે મા કાલરાત્રીની પુજા માતાજીની ગોળમાંથી બનાાવેલ વાનગી ધરાવી જીવન મા રક્ષા થશે
બુધવારે તા. ર9 ના રોજ આઠમા નોરતે મા મહાગૌરી ની પુજા નૈવેદ્યમાં માતાજીને નાળીયેર અર્પણ કરવું. મનની મનોકામના પૂર્ણ થશે
ગુરુવારે તા. 30 માર્ચ નવમા નોરતે માં સિઘ્ધીદાગીની પુજા માતાજીને દુધીનો હલવો પુરી ધરાવા જીવનમાં સુખશાંતિમા વધારો થશે.
ચૈત્ર સુદ પાંભમને રવિવારી લક્ષ્મીપંચમી છે ત્યારે શ્રીયંત્રની પુજા કરવી.
સોમવારે તા. ર7 માર્ચના દિવસે અમૃત સિઘ્ધી યોગ બપોરે 3.27 થી આખી રાત્રી સુધી છે તથા તા. ર9 બુધવારે મા ભવાની પ્રાગટય દિવસ ગુરુવારે તા. 30 માર્ચ રામનવમીના દિવસે ચૈત્ર નવરાત્રી પુરા થશે.