• માતાના મઢ, અંબાજી, પાવાગઢ, ભુવનેશ્વરી મંદીર , ચોટીલા સહિતના માઁઇ મંદિરોમાં વિશિષ્ટ ધાર્મિક આયોજનો: મંદિરોમાં શણગાર, સુશોભન
  • ચૈત્રી નવરાત્રિ દરમિયાન પૂજા-પાઠ, અનુષ્ઠાન કરશે શ્રધ્ધાળુઓ

ર્માં શક્તિની આરાધનાના નવલા ચૈત્રી નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. ચૈત્રી નવરાત્રિ નિમિતે માતાના મઢ, શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી સહિતના માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી હોવાથી તેને સૃષ્ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે.

Chaitri Navratri: 9 days from today are the days of worshiping Mother
Chaitri Navratri: 9 days from today are the days of worshiping Mother

શાસ્ત્રોમાં નવરાત્રિને માતાજીની ઉપાસનામાં શીઘ્ર ફળદાયી ગણવામાં આવે છે. આદિ-અનાદી કાળથી નવરાત્રિમાં શક્તિ-દુર્ગાની આરાધનાનું વિશેષ મહિમા વર્ણવવામાં આવેલ છે. આમ, સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે. ભાવિ-ભક્તો, શ્રધ્ધાળુઓ નવરાત્રિમાં ઉપવાસ રાખીને માતાજીની ભક્તિભાવ સાથે આરાધના કરતા હોય છે.

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રિનો અનેરો મહિમા છે. ચૈત્રી નવરાત્રિમાં દેવીશક્તિની ઉપાસના, પૂજા-પાઠ, અનુષ્ઠાન કરવામાં આવે છે. ચૈત્રી નવરાત્રિ નિમિતે વિવિધ માઇ મંદિરોમાં વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યા છે. ગોંડલના વિશ્વ પ્રસિધ્ધ ભુવનેશ્વરીપીઠ મંદિર ખાતે આજે ચૈત્ર સુદ-એકમથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભ સાથે પાથાત્મક શતચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે. ઘટસ્થાપન સવારે 9:00 થી 10:30 દરમ્યાન થયેલ છે. ત્યારે ર્માં આશાપુરા ધામ માતાના મઢ ખાતે ચૈત્ર નવરાત્રિ તા.8/4 સોમવારે રાત્રિના 8 કલાકે ઘટસ્થાન સાથે ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થયો. ઘટસ્થાનના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી ગોર મહારાજ દેવપ્રસાદ વાસુ દ્વારા પૂજાવિધિ કરવામાં આવેલ. ર્માં આશાપુરાના ગુણગાન ગવાશે. માતાજીના ગરબા, પાઠ, શ્ર્લોક દ્વારા વિધિવિધાન ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થયો છે. આ સમયે સમગ્ર ટ્રસ્ટીગણ, માઇ ભક્તો, સેવકગણ દ્વારા માતાજીનો જય જયકાર સાથે વાતાવરણ ભક્તિમય બની ગયું છે.

Chaitri Navratri: 9 days from today are the days of worshiping Mother
Chaitri Navratri: 9 days from today are the days of worshiping Mother

ચૈત્રી નવરાત્રિ નિમિતે રાજકોટમાં માતાજીના મંદિરોમાં સોળે શણગાર અને રોશની કરવામાં આવી છે. પેલેસ રોડ ઉપર આવેલ આશાપુરા માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિ નિમિતે ભવ્ય રોશની કરવામાં આવી છે. માતાજીને દરરોજ રત્નો જડીત આભૂષણો શણગાર કરવામાં આવ્યા છે. આજે ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે આશાપુરા માતાજી મંદિરે ભાવિ-ભક્તોની ભીડ જોવા મળી હતી.

ઘટસ્થાપન માટેના શુભ મુહુર્ત

ઘટસ્થાપન માટે સવારે 9:30 થી 10:47 ચલ, સવારે 10:47 થી બપોરે 12.07 લાભ, બપોરે 12:07 થી 1:48 અમૃત, જ્યારે બપોરે 12:32 થી 12:44ના અભિજિત મુહુર્ત છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.