અત્યારે ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે અને આજે ચૈત્રી નવરાત્રિનો છઠો દિવસ છે. ચૈત્રી નવરાત્રિમાં છઠા દિવસે માતા કાત્યાયની ની પૂજા કરવામાં આવે છે. એવું માનવમાં આવે છે કે ચૈત્રી નવરાત્રિના છઠા દિવસે કાત્યાયની માતાની પૂજા કરનાર કૂવારીકાઓને વિશેષ ફળ મળે છે. કહેવામાં આવે છે કે કૂવારિકાઓ જો કાત્યાયની માતાની પૂજા કરે તો તેમના વિવાહના યોગ જલ્દી આવે છે.
એવું માનવમાં આવે છે કે કાત્યાયનીનો જન્મ મહર્ષિ કાત્યાયનના ઘરે થયો હતો. મહર્ષિ કાત્યાયન એ ઘણી તપસ્યા કર્યા બાદ દેવી દુર્ગા પ્રસંન્ન થયા અને મહર્ષિને વરદાન આપ્યું કે તેને ત્યાં પુત્રીનો જન્મ થશે જેની લોકો પૂજા કરશે. મહિષાસુરનો વધ કરવાથી તેનું નામ મહિષાસુર મર્દીની પણ કહેવામાં આવે છે.
માતાનું રૂપ
માતા કાત્યાયનીનું સ્વરૂપ ભવ્ય અને દિવ્ય છે જેમનું વર્ણ આલોકિક છે. જેમને ચાર ભુજાઓ છે અને એક હાથે અભય મુદ્રા, એક હાથે વાર મુદ્રા, એક હાથે તલવાર તેમજ એક હાથે કમળનું ફૂલ છે. માતા કાત્યાયનીનું વાહન સિંહ છે.
મંત્ર
चंद्र हासोज्ज वलकरा शार्दूलवर वाहना|
कात्यायनी शुभंदद्या देवी दानव घातिनि||
આ રીતે થાય છે માતા કાત્યાયની ની પૂજા
સૌપ્રથમ માતાને ફૂલો ચડાવી હાથ જોડી તેમના મંત્ર જાપ સાથે ધ્યાન કરવું.આ દિવસે દુર્ગા સપ્તસીના આગિયારમાં પાઠનું અધ્યયન કરવું. દેવી માં ની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી. એવું માનવમાં આવે છે કે દેવીની પૂજા કરવાથી વિવાહ યોગ્ય લોકો માટે ઘણું ફળદાયી હોય છે. તેમજ ગૃહ જીવનમાં પણ સુખ શાંતિ પ્રાપ્ત થાય છે.