ચૈત્ર નવરાત્રીનો દિવસ વર્ષના ચાર વણ જોયા મુહૂર્તમાનો એક દિવસ; પિતૃકાર્ય કરવું ઉત્તમ
ચૈત્ર શુદ એકમને મંગળવાર તા. 13-4-21ના દિવસથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થશે અને આ દિવસે ભૌમ અશ્ર્વિની યોગ એટલે કે અમૃત સિધ્ધિયોગ છે. જે બહુ ઉતમ માનવામાં આવે છે. મંગળવારે અમૃતસિધ્ધિ યોગ બપોરે 2.20 કલાક સુધી છે.
આ વર્ષે મંગળવારે શુભ યોગમાં ચૈત્ર નવરાત્રી શરૂ થતી હોવાથી માતાજીની ઉપાસના માટે આ ચેત્ર નવરાત્રી શ્રેષ્ઠ રહેશે. ચૈત્ર નવરાત્રી દરમ્યાન કુળદેવીની ઉપાસના જપ, પુજા, પાઠ કરવા ઉતમ ગણાય છે.
તેમા ખાસ કરીને ગુરૂવાર તા.15.4.21 ના રોજ બપોરે 3.28 થી રાત્રે 8.30 સુધી સ્થિર યોગ છે. તે પણ શુભ ગણાય. શુક્રવારે તા. 16-4-21ના સાંજે 6.07 થી રાત્રે 11.40 સુધી યોગ પણ જપ, તપ માટે શ્રેષ્ઠ છે.
રવિવારે તા. 18ના દિવસે આખો દિવસ છે. રવિયોગ છે.તે પણ માતાજીની પુજા ઉપાસના માટે ઉતમ છે.
મંગળવારે તા.20ના દિવસે દુર્ગાષ્ટમી મા ભવાની પ્રાગટય દિવસ છે. આ દિવસ પણ માતાજીની પુજા ઉપાસના માટે ઉતમ ગણાય. બુધવારે તા.21 રામનવમી છે. આ દિવસે ચૈત્ર નવરાત્રી પૂર્ણ થશે.
આમ આ વર્ષ નવેય દિવસ માતાજીની પુજાઉપાસના માટે શ્રેષ્ઠ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે. તેમા આસો નવરાત્રી અને ચૈત્ર નવરાત્રીનું મહત્વ વધારે છે.
ચૈત્ર નવરાત્રીનો દિવસ વર્ષનાં ચાર વણજોયા મૂહૂર્ત માનો એક દિવસ છે.
ચૈત્ર નવરાત્રી દરમ્યાન દરરોજ મા આનંદના ગરબો બોલવો અથવાતો કુળદેવીના જપ કરવા પુજા કરવી.
ચૈત્ર મનિમા પિતૃ કાર્ય કરાવું ઉતમ માનવામાં આવે છે. તેમ વેદાંતરત્ન શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.
- ચૈત્ર નવરાત્રી:- તા.13/4 થી તા.21/4
- ઘટ્ટસ્થાપનનું મૂહૂર્ત:- સવારે 9.39 થી 12.47
- અભિજીત મૂહૂર્ત:- બપોરે 12.22 થી 1.13