બેંગાલુરૂથી પધારેલા સ્વામી સર્નુજીના સાનિઘ્યમાં ચાર દિવસ વિવિધ યજ્ઞો અને પૂજા કરાશે
લાઇફ બીલ્ડીંગ ખાતે આજે રાત્રે સત્સંગનો કાર્યક્રમ
આર્ટ ઓફ લીવીંગ દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાને ઉજાગર કરતા પ્રાચીન ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવનું આવતીકાલથી તા.૨૫ સુધી લાભુભાઇ ત્રિવેદી મેમોરીયલ હોલ, રેડક્રોસ બીલ્ડીંગ, કુંડલીયા કોલેજ પાસે, શાસ્ત્રીમેદાન સામે આયોજન કરવામાં આવ્યું છે. જે અંગે વિસ્તૃત વિગતો આપવા બેંગલોરથી પધારેલા સ્વામી સર્નુજી, તુષાર વંકાણી, અર્જુનભાઇ જાની, વિનોદભાઇ મજીઠીયા, નિલેશભાઇ ચંદારાણા, નરેન્દ્રભાઇ નથવાણી, કેતનભાઇ તંતી અને શિલાબેને ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
બેંગલોરથી પધારેલા સ્વામી સર્નુજી આર્ટ ઓફ લીવીંગમાં સીનીયર અને વિશેષ સ્થાન ધરાવે છે. તેઓ ભારતભરમાં ભ્રમણ કરી વિવિધ સેવા પ્રવૃતિ જેમ કે પદયાત્રા, ગ્રામીણ વિચરણ, જ્ઞાન સભાઓ, યુવા સભાઓ દ્વારા હજારો લોકોના જીવન માર્ગદર્શક બની પ્રેમ આપી રહ્યા છે. આવા વિશેષ વ્યક્તિના સાનિઘ્યમાં એટલું જ પ્રાચીન ચૈત્ર નવરાત્રીનું આયોજન કરેલ છે. એક સાથે બેંગલોર આશ્રમ, વડોદરા આશ્રમ, ભુવનેશ્ર્વર આશ્રમ, ગુવાહાટી આશ્રમ ખાતે પણ યજ્ઞો થશે.
આ વૈદીક ચૈત્ર નવરાત્રી યજ્ઞ મહોત્સવમાં સ્વામીજીની સાથે દક્ષીણ ભારતના અર્વાચીન મંદિરના શીવાચાર્યો તેમજ વેદાચાર્યોની હાજરીમાં ત્રણ દિવસ પુજા, હોમહવન દ્વારા નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવશે. વૈદીક ચૈત્ર નવરાત્રી યજ્ઞમાં ઋષીઓ દ્વારા ઉજવાતી નવરાત્રીના મહિમાની ઓળખ, માઁ અંબા આદી શક્તિનો સાક્ષાત કરાવતા પૌરાણીક મંત્રોચ્ચાર, દક્ષીણ ભારતના અર્વાચીન મંદિરોના શીવાચાર્યો દ્વારા યજ્ઞો, હૃદયને સ્પર્શતા ભજનો, મંત્રોચારણ, સત્સંગ અને ઘ્યાન દ્વારા ઇચ્છાપૂર્તિ, હવનમાં યજમાન અને સંકલ્પ સ્વ‚પે બેસવાની આઘ્યાત્મિક ઉન્નતીની વિશેષ અનુભૂતિઓ થશે.
આવતીકાલે સાંજના પ થી ૯ સુધી ગણપતિ હોમ, દેવી પૂજા, દુર્ગા સપ્તશતી પારાયણ, લલીતા સહસ્ત્રનામ, પૂર્ણાહુતિ, આરતિ, ભોજન-પ્રસાદ યોજાશે. ૨૪મીએ સવારે ૯ થી ૧૨ સુધી નવચંડી હોમ, દુર્ગા સપ્તસતી પારાયણ, પૂર્ણાહુતિ, આરતી, ભોજન-પ્રસાદ અને સાંજે ૬ કલાકે લલીતા સહસ્ત્રનામ તેમજ ૨૫મીએ સવારે ૧૦ થી ૧ર.૩૦ રામ તારક હોમ, રામધૂન, સત્સંગ, મહાપૂર્ણાહુતિ, આરતી, ભોજન-પ્રસાદ યોજાશે.
ચૈત્ર નવરાત્રી નિમિતે આજરોજ લાઇફ બીલ્ડીંગ ખાતે રાત્રે ૯ થી ૧૦.૩૦ બેંગલોર આશ્રમથી પધારેલ સ્વામી શરણમજીનો સત્સંગ રાખેલ છે. વધુ માહિતી માટે મો.નં.૯૮૭૯૧ ૨૪૭૭૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
ચૈત્ર નવરાત્રીમાં યજ્ઞ કરવાથી ઉર્જા સાચી દિશા તરફ વળે છે
બેંગલોર આશ્રમના સ્વામી સર્નુજીએ ચૈત્ર નવરાત્રીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે, ઋતુ જ્યારે બદલે છે ત્યારે ઉર્જામાં પણ પરિવર્તન આવે છે. ચૈત્ર નવરાત્રીમાં ઋતુ પ્રમાણે ઉર્જા ઉપર તરફ ઉઠે છે. તે સમયે પૂજા, હવન, યજ્ઞ કરીએ તો ઉર્જા સાચી દિશામાં જાય છે. જેનાથી ચેતના યોગ્ય દિશા તરફ ગતિ કરે છે. ચૈત્ર નવરાત્રીનો ઉત્સવ મનાવવાથી આપણી ચેતના ચૈત્ય સમાન બની જાય, નહીં કે તે મુરઝાય જાય, ચૈત્રની જેમ ખીલી જાય. ચૈત્ર નવરાત્રી ખૂબજ મોટો અને મહત્વનો ઉત્સવ છે. યજ્ઞમાં બેસીને આશીર્વાદ અને કૃપા મેળવીને ચૈત્ર જેવી આપણી ચેતના હોય તે પ્રાપ્ત કરવી તે મુખ્ય સંદેશ છે.
વધુમાં તેમણે કહ્યું કે, શ્રી શ્રી રવિશંકર ગુ‚દેવ સાથે સાધક તરીકે તેઓએ શ‚આત કરી હતી, તેનાથી તેઓની અંદર જે પરિવર્તન આવ્યું તેના પછી એવુ લાગ્યું કે ગુ‚દેવની સાથોસાથ જ ચાલવું છે. તેમાથી જે આનંદ મળ્યો છે તે બીજાને પણ મળે તેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,