નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા આપવા જન સૈલાબ ઉમટ્યો
ચેરમેન અને વાઈસ ચેરમેનોને મેયર પ્રદિપ ડવ, ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ અને બીનાબેન આચાર્યે પાઠવ્યા અભિનંદન
રાજકોટ મહાનગરપાલિકાની 15 ખાસ સમિતિઓના ચેરમેન અને વાઈસ ચેરમેને આજે સવારે ધામધુમે રંગેચંગે ચાર્જ સંભાળી લીધો છે. નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવા સમર્થકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. ચેરમેન અને વાઈસ ચેરમેનોને મેયર સહિતના પદાધિકારીઓ અને શહેર ભાજપના હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.
મહાપાલિકામાં ગઈકાલે મળેલી ખાસ સભામાં અલગ અલગ 15 સમિતિઓના સભ્યોની વરણી કરવામાં આવી હતી. દરમિયાન આજે સવારે તમામ સમિતિઓના ચેરમેન અને વાઈસ ચેરમેનોએ વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળી લીધો હતો. બાંધકામ સમિતિના ચેરમેન પદે કેતન પટેલ અને ડે.ચેરમેન પદે બીપીનભાઈ બેરા, સેનીટેશન સમીતીના ચેરમેન પદે અશ્ર્વિન પાંભર અને વા. ચેરમેન પદે સુરેશ વસોયા, અને સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પદે પરેશ પીપળીયા અને વા.ચેરમેન સંજયસિંહ રાણા, આરોગ્ય સમિતિના ચેરમેન પદે ડો.રાજેશ્ર્વરીબેન ડોડીયા, અને વા.ચેરમેન પદે દક્ષાબેન વસાણી, લાઈટીંગ સમિતિના ચેરમેન પદે જયાબેન ડાંગર
અને વા.ચેરમેન પદે વજીબેન ગોલતર, વોટર વર્કસ સમિતિના ચેરમેન પદે દેવાંગ માંકડ અને વા.ચેરમને પદે નિલેષ જલુ, કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન પદે કંચનબેન સિદ્ધપુરા અને વા.ચેરમેન પદે અલ્પાબેન દવે, માર્કેટ સમિતિના ચેરમેન પદે દેવુબેન જાદવ અને વા.ચેરમેન પદે કિર્તીબા રાણા, હાઉસીંગ ઈમ્પ્રુમેન્ટ એન્ડ કલીયર સમિતિના ચેરમેન પદે વર્ષાબેન રાણપરા અને વા.ચેરમેન પદે સંદિપ ગાજીપરા,
પ્લાનીંગ સમિતિના ચેરમેન પદે નરેન્દ્ર ડવ અને વા.ચેરમેન પદે રણજીત સાગઠીયા, ડ્રેનેજ સમિતિના ચેરમેન પદે હિરેન ખીમાણીયા અને વા.ચેરમેન પદે વિનુ સોરઠીયા, બાગ બગીચા અને ઝુ સમિતિના ચેરમેન પદે અનિતાબેન ગૌસ્વામી અને વા.ચેરમેન પદે કંકુબેન ઉધરેજા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલીત યોજના અને અગ્નિ શામક સમિતિના ચેરમેન પદે જ્યોત્સનાબેન ટીલાળા અને વા.ચેરમેન પદે રૂચીતાબેન જોશી, માધ્યમિક શિક્ષણ અને
શિક્ષણ સમિતિના ચેરમેન ભાવેશ દેથરીયા અને વા.ચેરમેન પદે રવજી મકવાણા, જ્યારે એસ્ટેટ મેનેજમેન્ટ સમિતિના ચેરમેન પદે દિલીપ લુણાગરીયા અને વા.ચેરમેન પદે જીતુ કાટોળીયાએ ચાર્જ સંભાળ્યો હતો. નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેનને ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ, મેયર પ્રદિપ ડવ, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કર પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ અને જીતુ કોઠારી, શાસક પક્ષના વિનુ ધવા અને અને દંડક સુરેન્દ્રસિંહ વાળા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પૂર્વ ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા અને ભાજપ મહિલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજે અભિનંદન પાઠવ્યા હતા. નવનિયુક્ત પદાધિકારીઓને શુભેચ્છા પાઠવવા માટે સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટી પડયા હતા.