ઓખાની નવ દાયકા પુરાની ચાર પેઢીઓ સાથે ઓખાના તમામ વેપારીઓએ નવા વર્ષના શુભ પ્રારંભે ચોપડા પૂજન સાથે કોમ્પ્યુટરનું પૂજન પણ કરવામાં આવ્યું હતું અને નવા વર્ષની શુપ્રભાતે ઓખા મંડળના લાડીલા ધારાસભ્ય પબુભા માણેકના અધ્યક્ષ સ્થાને વ્યોમાણી ધામ ખાતે સ્નેહ મિલન રાખવામાં આવેલ આ પ્રસંગે ધારાસભ્યએ યુવાનોને પ્રાચીન પરંપરા જાળવી રાખવા અનુરોધ કર્યો હતો અને ઓખા મંડળના વેપારીઓને એકતા, વિશ્ર્વાસ, વિકાસ, સમજદારી, સ્વચ્છતા, શિક્ષણ, વૃક્ષારોપણ, બેટી બચાવ તથા રાષ્ટ્રપ્રેમની એક જયોતને જાળવી રાખવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વેપારી અગ્રણીય મનસુખભાઈ બારાઈ, મોહનભાઈ બારાઈ, નીલેશભાઈ પંચમંતીયા, રમેશભાઈ સામાણી સાથે ઓખા મંડળના યુવા નેતા સહદેવસિંહ પબુભા માણેક ખાસ હાજર રહ્યાં હતા.
ઓખામાં છ દાયકા પુરાનું ગાયત્રી જ્ઞાન મંદિર આવેલું છે. અહીં દરરોજ ઠાકોરજીના આઠે પહોરની પૂજા-આરતી અને દર્શન થાય છે. જેનો લાભ ઓખાના વૈષ્નવો લે છે. અહીં દરેક ત્યોવહારે દ્વારકાધીશજીને અલગ અલગ શૃંગારના દર્શન રાખવામાં આવેલ છે. ગુજરાતી નવા વર્ષ સંવત ૨૦૭૫ નીમીતે પૂજારી રવીન્દ્રભાઈ વાયડાએ દ્વારકાધીશજીને યમુના મહારાણી સ્વપના શ્રૃંગાર ધારણ કરી વેષ્નવોને યમુનાજીના સાક્ષાત્કાર કરાવ્યા હતા અને યમુનાજીનો મહિમા સમજાવતા ભારતીય ધર્મમાં ગંગા-ગોમતી સ્નાનનું મહત્વ છે તેટલું જ મહત્વ યમુના પાનનું રહેલું છે.