બેંકના ચેરમેન અને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ૬૧મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ

રાજકોટ જિલ્લા સહકારી બેંકનો ૪૬.૫૧ કરોડનો નફો: સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ

ખેત ઓજાર જાળવણી યોજનામાં રૂ.૨ લાખથી વધારો  કરી રૂ.૩ લાખ કરાયા

બેંકનો સીઆરએઆર ૯.૬૦ ટકા, એનપીએ ૦ ટકા અને વસુલાત ૯૯ ટકાથી ઉપર રહે છે

સહકારી ક્ષેત્રે દેશભરમાં અવ્વલ દરજ્જાનું સ્થાન પ્રાપ્ત કરનાર રાજકોટ જિલ્લા સહકારી બેંકની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ ૬૧મી વાર્ષિક સાધારણ સભામાં બેંકના યુવા ચેરમેન અને રાજ્યના કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાએ બેંકનો સને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષનો ચોખ્ખો નફો રૂ.૪૬.૫૧ કરોડ થયાની અને સભાસદોને ૧૫ ટકા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી હતી. છેલ્લા બે દાયકામાં રાજકોટ ડિસ્ટ્રીકટ બેંકને દેશભરમાં મોખરાનું સ્થાન અપાવનાર સહકારી ખેડૂત તેના વિઠલભાઈ રાદડિયાના અનુગામી તરીકે બેંકની જવાબદારી સંભાળનાર જયેશભાઈ રાદડીયાએ બેંકની ૬૧મી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલ વાર્ષિક સાધારણ સભામાં સંબોધન કરતા જણાવેલ કે, ખેડૂતોને સારા-માઠા દરેક પ્રસંગમાં મદદ માટે રાજકોટ ડિસ્ટ્રિકટ બેંક કાયમી ધોરણે અડીખમ ઉભી રહી છે અને તેથી જ ખેડૂતોને કે.સી.સી. ધિરાણ આપવાની બાબતથી માંડી કિસાન ક્રેડિટ કાર્ડ, ખેડૂતોનો રૂ.૧૦.૦૦ લાખનો અકસ્માત વિમો, ગંભીર માંદગીના કિસ્સામાં રૂ.૧૦ હજારની સહાય તેમજ ૨૪ કલાક લોકર સેવા જેવી દરેક બાબતમાં દેશભરની સહકારી બેંકોને રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે નવો રાહ ચિંધ્યો છે. જ્યારે ખેડૂતોએ પણ અનેક પડકારો અને વિપરીત પરિસ્થિતિમાં ડિસ્ટ્રિકટ બેંક ઉપર અડીખમ વિશ્ર્વાસ મુક્યો છે અને તેના કારણે જ રાજકોટ જિલ્લાના સહકારી માળખાને દેશભરમાં સૌથી મજબુત અને નમુનેદાર બનાવવામાં આપણે સફળ રહ્યાં છીએ. આ બેંકને નાબાર્ડ તરફથી પાંચ વખત તથા નાફસ્કોબ તરફથી ત્રણ વખત એવોર્ડ મળેલ છે. રાજકોટ જિલ્લા સહકારી બેંકે સહકારી ક્ષેત્રમાં નવા જ આયામો હાંસલ કર્યા છે. આ બેંકે ખેડૂતોને ધિરાણમાં કરોડો રૂપિયાની વ્યાજ માફી આપી ખેડૂતોને ૨૦૧૯-૨૦૨૦ના વર્ષમાં રૂ.૨૩૧૭ કરોડનું ઝીરો ટકા વ્યાજે કે.સી.સી. ધિરાણ આપવા ઉપરાંત મ.મુ.ખેતિ વિષયક લોનમાં ખેડૂતોને ૧% વ્યાજ રાહત, મંડળીઓને કે.સી.સી. ધિરાણમાં ૧.૫% માર્જીન તથા મંડળીઓના કર્મચારીઓને ૮.૫%ના વ્યાજ દરે ઓવરડ્રાફટ લોન આપવા છતાં રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકે રૂ.૧૨૫ કરોડનો ગ્રોસ નફો અને રૂ.૪૬.૫૧ કરોડનો ચોખ્ખો નફો કરેલ છે.

IMG 20201122 WA0155

ગ્રામ્ય વિસ્તારના તમામ સ્તરના લોકો, ખેડૂતો અને શ્રમિકોનો આ બેંક ઉપર અદ્ભૂત વિશ્ર્વાસ સંપાદિત કરી બેંકને વટવૃક્ષ બનાવવામાં અને દેશની ટોચની સહકારી સંસ્થાઓમાં બેંકનું સ્થાન પ્રથમ નંબરે અંકિત કરવામાં સિંહફાળો આપી ખેડૂતો માટે રાત-દિવસ અથાગ પરિશ્રમ કરનાર વિઠલભાઈ રાદડિયાની રાહબરીમાં આ બેંકે જે વિકાસ અને વિશ્ર્વાસ સંપાદિત કરેલ છે તે ભવિષ્યમાં પણ જળવાઈ રહે તે આપણી સૌની સહિયારી જવાબદારી છે. ગત વર્ષમાં કોરોના મહામારીમાં લોકડાઉનમાં ખેડૂતોને આર્થિક વ્યવહારોમાં મુશ્કેલી પડે નહિ તે માટેની બેંકની ૧૯૮ શાખાઓ મારફત ઈન્ફોર્મેશન ટેકનોલોજી સાથે તમામ સવલતો આપવા પણ બેંક કટીબદ્ધ છે. ગુજરાતમાં જ નહિ દેશભરમાં પ્રથમ વખત ૨૪ કલાક ૩૬૫ દિવસ લોકર ઓપરેટીંગની સુવિધા પણ રાજકોટ જિલ્લા બેંકની હેડ ઓફિસમાં આપવામાં આવે છે. તેમજ સાંજના ૩-૦૦ થી રાત્રીના ૧૦-૦૦ વાગ્યા સુધી એકસ્ટેન્શન કાઉન્ટર ખોલી દાગીના ધિરાણની સુવિધા આપવામાં આવે છે. તા.૩૧-૩-૨૦૨૦ની સ્થિતિએ બેંકની થાપણો-૫૩૯૮ કરોડ, શેર ભંડોળ-૬૬ કરોડ, રીઝર્વ ફંડ-૫૧૮ કરોડ, ધિરાણો રૂ.૩૯૩૩ કરોડ તથા રોકાણો રૂ.૨૯૫૧ કરોડ અને પહોંચેલ છે. બેંકનો સીઆરએઆર-૯.૬૦% થયેલ છે. વર્ષોથી બેંકનું નેટ એન.પી.એ. “૦% અને વસુલાત ૯૯% થી ઉપર રહે છે. આમ બેંકે દરેક ક્ષેત્રે અવિરત પ્રગતિ જાળવી રાખેલ છે.  આ વર્ચ્યુઅલ સાધારણ સભામાં ચેરમેન – જયેશ રાદડિયા, એમ.ડી.-ઘનશ્યામ ખાટરીયા, ડી.કે.સખીયા, લાખાભાઈ સાગઠીયા, પ્રવિણભાઈ માકડીયા, યજ્ઞેશ જોષી, ભાનુભાઈ મેતા તથા અરવિંદભાઈ તાળા વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. બેંકના ચેરમેને આ સાધારણ સભામાં અલગ અલગ નવી સ્કીમો લોન્ચ કરેલ છે જેમાં રેગ્યુલર કે.સી.સી. ધિરાણ લેતા ખેડૂતો માટે રૂા.૨,૦૦,૦૦૦/-ની ૩ વર્ષની મુદત માટે નવી રોકડ શાખા યોજના લોન્ચ કરવામાં આવેલ, ખેડૂતો માટેની ખેત ઓજાર જાળવણી યોજનામાં રૂ.૨,૦૦, ૦૦૦/-માં વધારો કરી રૂ.૩,૦૦, ૦૦૦ કરવામાં  આવેલ, મધ્યમ મુક્ત ધિરાણ લેનાર ખેડૂતને ૧% વ્યાજ રાહત આપવાની જાહેરાત કરેલ જે અન્વયે જિલ્લાના ખેડૂતોને અંદાજીત વ્યાજ રાહત રૂ.૧૨ કરોડ થાય, ખેતિ વિષયક મંડળીઓના કર્મચારીઓ માટે રૂ.૧,૦૦, ૦૦૦/-ની નવી રોકડ શાખા યોજના અમલમાં મુકવામાં આવેલ, મોરબી અને રાજકોટ જિલ્લાની ખેતિ વિષયક મંડળીઓને આર્થિક રીતે વધુ મજબુત બનાવવા રૂ.૨૫૦૦ કરોડના કે.સી.સી. ધિરાણમાં મંડળીઓને હાલનું માર્જીન ૧% છે તે વધારીને ૧.૨૫ કરવા જાહેરાત કરેલ. આ યોજના હેઠળ અંદાજીત રકમ રૂ.૧૨.૫૦ કરોડનો મંડળીઓને લાભ થશે.

વિઠલભાઈ રાદડિયા મેડીકલ સહાય યોજના

IMG 20201122 WA0156

વિઠલભાઈ રાદડીયા મેડીકલ સહાય યોજના હેઠળ ખેતિ વિષયક મંડળીઓના ધિરાણ લેતા સભાસદોને કીડની, કેન્સર, પથ્થરી, પેરાલીસીસ, પ્રોસ્ટેજ, હાર્ટ એટેક તથા બ્રેઈન હેમરેજની સારવાર માટે રૂ.૧૨,૦૦૦/-ની મેડીકલ સહાય આપવાની યોજના લોન્ચ કરેલ. બેંકના ચેરમેને લોન્ચ કરેલ યોજનાઓને આવકારી સભામાં હાજર તમામ સભાસદોએ તાળીઓ પાડી અભિવાદન કરેલ.

મોરબીના ૮ સભાસદોનાં વારસદારોને ચેક અર્પણ

RDC BANK PHOTO 1

સૌરાષ્ટ્રની સૌથી મોટી કો.ઓપરેટિવ બેન્ક એવી રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેટિવ બેન્કની વાર્ષિક સામાન્ય સભા મોરબી સહિત અન્ય ૮ સેન્ટરમાં ઓનલાઇન મળી હતી. આ બેઠકમાં અલગ અલગ સ્થળેથી બેંકના હોદ્દેદારો,બેન્કના અધિકારીઓ તેમજ ખેડૂત સભાસદો જોડાયા હતા. સામાન્ય સભામાં મોરબીથી સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, મોરબી માર્કેટિંગ યાર્ડના ચેરમેન, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેરેટિવ બેન્કના વાઈસ ચેરમેન અને  રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો.ઓપરેરેટિવ કોટન માર્કેટિંગ યુનિયનના ડિરેક્ટર મગન વડાવીયા સહિતના અનેક આગેવાનો અને બેંકના સભાસદો હાજર રહ્યા હતા. આ સભામાં મોરબી જિલ્લામાં ૮ જેટલા ખેડૂત સભાસદના વારસદારને અકસ્માત વીમા અંગેના રૂ.૧૦ લાખની રકમના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ દરમીયાન સાંસદ મોહન કુંડારીયા દ્વારા પ્રસંગને અનુરૂપ વકતવ્ય આપ્યું હતું.

અકસ્માત વીમા પોલીસી અંતર્ગત પડધરી સરપંચના પરિવારજનોને બેંક દ્વારા ૧૦ લાખનો ચેક અર્પણ

IMG 20201122 WA0061

પડધરી તાલુકાના ખામટા ગામે આ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલ જે લોકો સ્વર્ગવાસ થયા હતા તેમના માટે બે મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આરડીસી બેંક દ્વારા આ વર્ષે બેંક શાળાના દ્વારે નામનો કાર્યક્રમ કરી દસ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓના ખાતા શરૂ કર્યા છે.બેંકના ખાતેદાર કે ખેડૂત જો કોઈ આકસ્મિક રીતે અથવા અકસ્માતથી મૃત્યુ પામે તો તેમને ૧૦ લાખ રૂપિયા તેમના પરિવારને મદદરૂપ થાય તે માટેની વીમા પોલિસીનું આયોજન પણ કરેલ છે.હાલના આજ વર્ષે ૮ કરોડ ૧૦ લાખ રૂપિયા આ અકસ્માત વીમા પોલિસી માં બેંકે ખાતેદારોને ચુકવેલ છે જેમાં પડધરી તાલુકાના સરપંચ ગામના ખેડૂત સ્વ. હસમુખભાઈ સવજીભાઈ તાલપરાને પણ આ ૧૦ લાખના વિમાનો ચેક તેમના પરિવાર જનને આપવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં આરડીસી બેંકના પડધરી તાલુકાના ડિરેક્ટર ડો.ડાયાભાઇ પટેલ અને લોધિકા તાલુકાના ડીરેક્ટર વીરભદ્રસિંહ તેમજ વી.પી. વૈષ્ણવ, પડધરી ટંકારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા, પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલિયા, પરસોતમભાઈ સાવલિયા, રઘુબાપા , પરસોત્તમભાઈ લુણાગરિયા, અશ્વિનભાઈ ગઢીયા, હઠીસિંહ જાડેજા, અવચરભાઈ મેંદપરા, તળશીભાઇ તાલપરા, રતિભાઈ બોડા, લીંબાભાઇ પટેલ તેમજ સહકારી ક્ષેત્રના આગેવા નો અને મંડળીના પ્રમુખ અને બેંકના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.