પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનું આયોગના અઘ્યક્ષ ડો. વલ્લભભાઇ કથીરીયાએ અભયભાઇ ભારદ્વાજ અને અલ્કાબેન અભયભાઇ ભારદ્વાજ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ તકે ડો. કથીરીયા તથા કાંતાબેન કથીરીયાએ ગાયના ગોબરમાંથી બનાવેલ ઇકો- ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાથી અભયભાઇ ભારદ્વાજનું અભિવદાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, હાલના જ મા. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમની શ્રૃંખલામાં આગામી ગણેશોત્સવ અને અન્ય પર્વોની શુભકામનાઓ પાઠવવાની સાથે આ વર્ષે પર્યાવરણ રક્ષા અર્થે ઇકો ફેન્ડલી ગણેશજીની પ્રતિમાનું ગણેશોત્સવ દરમ્યાન સ્થાપન કરવા અંગે દેશની જનતાને આહવાન કર્યુ છે. મોદીજીના આ આહવાનને સ્વકારી રાષ્ટ્રીય કામધેનું આયોગે આ વર્ષે ગોમય ગોબરથી બનાવેલી ગણેશજીની પ્રતિમાના સ્થાપન પુજન માટે અભિયાનરુપે જનતા જર્નાદન સમક્ષ અનુરોધ કર્યો છે.
રાજયસભાના સાંસદ અભયભાઇ ભારદ્વાજે પર્યાવરણ રક્ષા અને ગૌરક્ષાના આ પરમ સત્કાર્ય અંગે અંતરની પ્રસન્નતા વ્યકત કરી હતી અને આ અંગે પોતાના તમામ સહકારની કટીબઘ્ધતા વ્યકત કરી હતી.