બાંગ્લાદેશ બોર્ડરથી ગૌવંશની નિકાસ વધુ કડક રીતે અટકાવવા તેમજ દરેક જીલ્લામાં ગૌશાળાના નિર્માણ સહિતના મુદે ચર્ચા થઈ
ભારત સરકારના ગૃહમંત્રી અમીતભાઈ શાહ સાથે દિલ્હી ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય કામઘેનું આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે ડો. વલ્લભભાઈ કથીરિયાએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પનાથી હાલમાં જ સાકાર થયેલા રાષ્ટ્રીય કામઘેનું આયોગના માધ્યમથી સમગ્ર રાષ્ટ્રમાં ગૌમાતા અને ગૌવંશના રક્ષણ સંવર્ધન અને વિકાસના કાર્ય અંગે ગૃહમંત્રી અમીતભાઈ શાહને માહિતગાર કર્યા હતા.
તેમજ બંને વચ્ચે બાંગ્લાદેશ બોર્ડર ખાતે ગેરકાયદેસર રીતે થઈ રહેલા ગૌવંશના ગેરકાયદેસર નિકાસને વધુ તિવ્રતાથી અટકાવવા અને બચાવાયેલા ગૌવંશના સ્વાવલંબન અંગે વિસ્તૃત ચર્ચા થઈ હતી તે જ રીતે, જેલોમાં ગૌશાળાનું નિર્માણ કરી કેદીઓનું માનસ પરીવર્તન, સ્વાવલંબન કરવાનાં અભિનવ, આવકાર્ય પગલા અંગે પણ ચર્ચા થઈ હતી.
આ ઉપરાંત સમગ્ર ભારતમાં ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સંસ્કૃતીનું પુન: સ્થાપન, ગૌચર વિકાસ ગૌ આધારીત કૃષિ આરોગ્ય, ગૌ આધારીત કૃષિ ગૌચરનું નવ નિર્માણ, પર્યાવરણર્થે જનજાગરણ, ગોપાલન,દેશી કુળના ગૌ સંવેર્ધનને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડુતોની આવક બમણી કરવાના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને પ્રોત્સાહન અને આ પગલાઓ થકી ખેડુતોની આવક બમણી કરવાના નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવામાં સહાય આપવા સહિતના અનેકો મુદા ઉપર ચર્ચા થઈ હતી આ પ્રસંગે ગૌમાતાની પ્રતીમા, ગૌ મહિમા અંગે કોફી ટેબલ બુક દ્વારા અને શાલ ઓઢાડીને ગૃહમંત્રી અમીતભાઈ શાહનું અભિવાદન ડો. વલ્લભભાઈ કથીરીયાએ કર્યું હતુ.