વાઈસ ચેરમેનપદે ભારતીબેન રાવલની વરણી: નવનિયુકત પદાધિકારીઓ પર શુભેચ્છાવર્ષા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની નિયુકિત માટે આજે ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેનપદે નરેન્દ્રસિંહ ઠાકુરને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે વાઈસ ચેરમેનપદે અલ્કાબેન કામદારના સ્થાને ભારતીબેન રાવલની નિમણુક કરવામાં આવી હોવાની જાહેરાત શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી દ્વારા કરવામાં આવી હતી.

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત અગાઉ પાંચ વર્ષની હતી. દરમિયાન ગત ટર્મમાં રાજય સરકાર દ્વારા આ ટર્મ પાંચ વર્ષથી ઘટાડી અઢી વર્ષ કરવામાં આવી હતી. ગત ૧૮ મે ૨૦૧૬ના રોજ ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ ઠાકુરની વરણી કરવામાં આવી હતી તથા ચેરમેન તથા વાઈસ ચેરમેનની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા આજે ચુંટણી યોજવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે નરેન્દ્રસિંહ એન.ઠાકુરની અને વાઈસ ચેરમેન તરીકે ભારતીબેન રાવલની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.2 59નવનિયુકત ચેરમેન તથા વાઈસ ચેરમેનને મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી સહિતના નગરસેવકો તથા પક્ષના હોદેદારોએ શુભેચ્છા પાઠવી હતી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પ્રથમ ચેરમેન તરીકે વિનોદભાઈ બુચ રહ્યા હતા ત્યારબાદ ભગવાનજીભાઈ કોટક, વાસંતીબેન શાહ, સતિષચંદ્ર જોષી, કાંતિલાલ રાણપરા, ગોવિંદભાઈ પટેલ, ઠાકરશીભાઈ પટેલ, હિતેષભાઈ પંડયા, કિરીટભાઈ પાઠક, નાથાભાઈ કયાડા, લાભુભાઈ ખીમાણીયા, મુકેશભાઈ દોશી, માવજીભાઈ ડોડીયા, દેવાંગભાઈ માંકડ અને નરેન્દ્રસિંહ ઠાકુર સેવા આપી ચુકયા છે. મહાપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક ૧૦૦ જેટલી પ્રાથમિક શાળાઓ છે જેનું વાર્ષિક બજેટ ૧૨૫ કરોડથી પણ વધુનું છે.3 37અગાઉ આ સમિતિની ચેરમેન અને વાઈસ ચેરમેનની મુદત મહાપાલિકામાં મેયરની મુદત કરતા પણ વધુ એટલે કે પાંચ વર્ષથી હતી પરંતુ ગત ટર્મથી આ મુદત પાંચ વર્ષથી ઘટાડી અઢી વર્ષ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.