શહેરને સંપૂર્ણપણે અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધાપૂર્ણ બનાવવાના તથા હયાત સિસ્ટમને અપગ્રેડ કરવાના ભાગરૂપે ડ્રેનેજની નવી લાઈનો નાખવા તથા પમ્પીંગ સ્ટેશન અપગ્રેડેશન કરવાની કામગીરી કરવામાં આવે છે તે અંગે માહિતી આપવા ડ્રેનેજ કમીટીના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા જણાવે છે કે, આજરોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં ડ્રેનેજ શાખાનાં સેન્ટ્રલ ઝોન વિભાગમાં આવેલ (એક) જુના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન(ગીતગુર્જરી) ખાતે હૈયાત પમ્પીંગ મશીનરીનાં અપગ્રેડેશન કામે તથા ૦૫ વર્ષના કોમ્રીહેન્સીવ ઓપેરેશન અને મેઇન્ટેનન્સના કામે રૂ.૧.૪૪ કરોડના ખર્ચ મંજુર કરવામાં આવેલ.
આ ઉપરાંત, ડ્રેનેજ શાખાનાં સેન્ટ્રલ ઝોન વિભાગમાં આવેલ ૦૧(એક) જુના ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન (બેડીનાકા-સી) ખાતે હૈયાત પમ્પીંગ મશીનરીનાં અપગ્રેડેશન કામે તથા ૦૫ વર્ષના કોમ્રીહેન્સીવ ઓપેરેશન અને મેઇન્ટેનન્સના કામે રૂ.૧.૧૨ કરોડના ખર્ચ મંજુર કરવામાં આવેલ. વોર્ડ નં.૦૬માં ડ્રેનેજ અમૃત યોજના હેઠળ મનહરપરા લો લેઈંગ એરિયામાં ડ્રેનેજ મેઇન લાઈન નાખવા માટે રૂ.૧.૯૦ કરોડના ખર્ચ મંજુર કરવામાં આવેલ. તથા ડ્રેનેજ શાખાનાં ઉપયોગ માટે જેટીંગ મશીનો ખરીદ કરવા માટે રૂ.૭૨.૬૨ લાખ ખર્ચ મંજુર કરવામાં આવેલ. આ કામો ડ્રેનેજ સમિતિના ચેરમેન જ્યોત્સનાબેન ટીલાળાના પ્રયત્નોથી મંજુર કરવામાં આવેલ હતા. જે માટે ડ્રેનેજ સમિતિના ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી ઉદયભાઈ કાનગડનો આભાર માનેલ છે.