કોકોનટ થિયેટર પ્રસ્તૃત શ્રેણી ‘ચાય-વાય અને રંગમંચ’માં રોજ સાંજે 6 વાગે ગુજરાતી તખ્તા-ફિલ્મો ટીવી-ધારાવાહિકના ખ્યાતનામ કલાકારો સોશિયલ મીડીયામાં લાઈવ આવીને પોતાના અનુભવો વાગોળે છે. આ સુંદર કાર્યક્રમ અબતકના ફેસબુક પેઈજ પર પણ લાઈવ જોવાય રહ્યો છે. કલારસિકો કોરોના મહામારીના વાતાવરણમાં બહોળી સંખ્યામાં નિહાળીને મનોરંજન મેળવી રહ્યા છે.
જામનગરમાં રહેતા અને હવે દેશ વિદેશમાં જાણીતા થયેલા વિરલ રાચ્છ કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3માં એમના વિષય તીદિશદફહ ફક્ષમ રહજ્ઞીશિતવશક્ષલ જ્ઞર વિંયફયિિં શક્ષ તળફહહ જ્ઞિૂંક્ષ ફક્ષમ વિંય ષજ્ઞીક્ષિયુ બયુજ્ઞક્ષમ.. સાથે આવ્યા. મૂળ વ્યવસાયે વકિલ એવા 2007-8 માં ગુજરાત સરકારનો ગૌરવ પુરસ્કાર મેળવી ચુકેલા વિરલ ભાઈએ કહ્યું કે સ્કુલમાં નાટકો શરુ કરી યુવક મહોત્સવમાં નાટકો કરતા કરતા અનેક સ્પર્ધાઓમાં ભાગ લીધો, અને નાટકની સમજ મેળવી. મમ્મી પપ્પા સાથે મુંબઈથી જામનગર ખાતે આવતા નાટકો જોઇને અભિભૂત થયો, અને નાટક સાથે જીવ જોડાયો. જીવનમાં નાટકની કોઈ જ તાલીમ ન લેનારા વિરલ ભાઈએ વધુમાં જણાવ્યું કે નાટકનો ચસ્કો જેને લાગે એને નાટકથી દુર કરવો અઘરો છે. નાટક સાથે ક્યારેય કોમ્પ્રોમાઈસ નહિ કરવું. પ્રોડક્શનની જે ડિમાન્ડ હોય એ પૂરી કરવી જ જોઈએ. કોઈ પણ કામ કરો પણ તમારે તમારા પેશનમાં સાતત્ય પૂર્વક મચી પડવું પડે. એક,બે કે ચાર વર્ષમાં નાટકની ઓળખાણ ઉભી નથી થતી એ માટે પેશન્સ હોવું જરૂરી છે.
1993માં નાટ્ય ગ્રુપ થીયેટર પીપલ પ્રોડક્શન શરુ કર્યું. નાટકના ઘણા મહારથીઓને મારા નાટકો ગમ્યા વિહંગ મહેતા અને મનસુખ ભાઈ જોશીનું માર્ગદર્શન મળ્યું. એ વખતે નાટકમાં સ્ત્રી પાત્રો મળતા નહિ ત્યારે મિત્ર સાથે મળી નોબત નામના બેનર સાથે જામનગરમાં જ વર્કશોપ શરુ કરવાનું નક્કી કર્યું. 1995 થી આજ સુધી ફ્રી ઓફ કોસ્ટ વર્કશોપ ચાલે છે. દર વર્ષે લગભગ સો બાળકો યુવાનો વર્કશોપમાં આવે. જેમાંથી નવા કલાકારો મળ્યા. જેમાં સ્ત્રી પાત્રોની અછત પૂરી થઇ. સારી અભીનેત્રીઓ મળી. જામનગર જેવા રૂઢીચુસ્ત ગામમાં છોકરી નાટક કરે તો કેવું લાગે ? એવા શહેરમાં, સારા ઘરની ક્ધયાઓ વર્કશોપમાં આવવા લાગી એમના મમ્મી-પપ્પાને અમારી સંસ્થામાં વિશ્વાસ બેઠો. વર્કશોપના દરેક વિદ્યાર્થી ભલે કલાકાર ન બને પણ એ આવનારી પેઢી નવા નાટકનો પ્રેક્ષક જરૂર બને એવી સમજણ લોકોમાં ઉભી કરી. કલાકારની સાથે સાથે નવા પ્રેક્ષકો ઉભા કર્યા.
વિરલ ભાઈ માને છે કે નાં કહેવાની વૃત્તિ શક્તિ હશે તો જ એમેચ્યોર થિયેટર લાંબુ ચાલશે. મિત્રતા કરતા નાટકને પ્રથમ પ્રાધાન્ય આપવું જ પડે. થોડાક કડવા બનવું પડે. મહેનત કરાવી પડે. જે વ્યક્તિ પુરતા રૂપિયા કમાઈ જાણે છે એની જ કિમત સમાજમાં અને ઘરમાં હોય છે. એ જ જવાબદારી સંભાળી શકે છે. જે વ્યક્તિ પ્રતિબદ્ધતાથી કામકાજ કરે ઘરમાં રૂપિયા આપે એ માણસ ઓફિસમાં રજા મૂકી નાટકો પણ ભજવી શકે. નાના ટાઉનમાં આમ જ થિયેટર શક્ય છે. નાના શહેરમાં કલાકાર બનવાની ઘેલછામાં ઘણા સર્જક અને ઉર્જાવાન યુવાનો ન કામકાજ કરતા થયા કે ન કલાકાર બની શક્યા. અને જીંદગી બરબાદ થઇ ગઈ. તમે કરિયરમાં સેટલ હશો તો પેશનનાં કામ પણ કરી શકશો એવું માનવું છે વિરલ ભાઈનું. જામનગરના થિયેટર પીપલ ગ્રુપનાં ઘણા કલાકારો આજે વ્યાવસાયિક રંગભૂમિ અને સીરીયલ ફિલ્મોમાં સક્રિય છે.
‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર દરરોજ સાંજે 6 વાગે
આ શ્રેણીનું લાઈવ પ્રસારણ
ગુજરાતી રંગભૂમિના ભવિષ્ય કેવું હશે એના જવાબમાં વિરલ ભાઈએ કહ્યું રંગભૂમિનું ભવિષ્ય બદલાયેલું અને સારું હશે. ડિઝીટલ થિયેટર નાના ગામડામાં પહોચતા થયા છે. જ્યાંથી નવા પ્રેક્ષકો મળતા થયા છે. અને મળશે. નાના શહેરોમાં સરકાર તરફથી ઓડીટોરીયમ મળે તો પ્રેક્ષકોને કમર્શિયલ નાટકો જોવાનો ચસ્કો લાગશે. કોરોના કાળમાં ખાસ કોકોનાટ થિયેટરનાં લાઈવ શેશન માટે ગામડેથી જામનગર શહેર આવેલા વિરલ ભાઈને સાંભળી પ્રેક્ષકો ખુશ થઇ ગયા. વિરલ રાચ્છ જેવા નામાકિત મહેમાનો ને મળવાનો અવસર ચૂકવા જેવો નથી કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન-3 ઇન એસોશિયનમાં વિરલ ભાઈના અનેક ચાહકો જોડાયા અને તમે જો વિરલ ભાઈ અને બીજા ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને જોવા અને સાંભળવા માંગતા હો તો કોકોનટ થીયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6;00 વાગ્યે લાઈવ જોઈ શકો છે. આવનારા મહેમાનોમાં વંદના પાઠક, ટીકુ તલસાણીયા, દર્શન જરીવાલા, રાજેશ જોશી, ઉમેશ શુક્લા મીનળ પટેલ, ઘનશ્યામ નાયક, દીપક ઘીવાલા જેવા રંગભૂમિનાં પ્રખ્યાત મહેમાનોને લાઈવ જોઈ શકશો.
આવનારા કલાકારો
- ગુરૂવારે કલાકાર- પ્રતાપ સચદેવ
- શુક્રવારે અભિનેત્રી અપરા મહેતા
- શનીવારે -ડાયરેકટર-કપિલ દેવ શુકલા
- રવિવારે-કલાકાર પ્રિતેશ સોઢા
આજે રંગભૂમિ અને ફિલ્મોના જાણીતા કલાકાર બાબુલ ભાવસાર
આજે ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીમાં સાંજે 6 વાગે કોકોનટ થિયેટર અને અબતક સોશિયલ મીડિયાના ફેસબુક પેઈજ ઉપર ગુજરાતી રંગભૂમિના જાણીતા-માનીતા અને નખશીખ કલાકાર બાબુલ ભાવસાર ‘ગુજરાતી રંગભૂમિનો દસ્તાવેજ’ વિષય પર પોતાના અનુભવો વાગોળશે તેમણે ગુજરાતી નાટકો ફિલ્મો સાથે ઘણી ટીવી ધારાવાહિકમાં સુંદર અભિનય કરીને દર્શકોના દીલ જીત્યા છે.બાબુલ ભાવસારે 2015માં આવેલી ફિલ્મ ‘બજરંગીભાઈજાન’ તથા રીબેલીયસ ફલાવર અને રોલ નંબર 56 જેવી અનેક ફિલ્મોમાં અભિનય કરેલ છે. છેલ્લે 2019માં ગુજરાતી ફિલ્મ ‘કાચિંડો’ આવી હતી. તેમણે નાટકની દૂનિયામાં શરૂઆત એક બાળનાટકથી કરી હતી. તેઓ સંગીત કલા કેન્દ્ર સાથે ઘણા વર્ષોથી જોડાયેલ છે, અને નાટકનું ગ્રુપ પણ ચલાવે છે. જે ગુજરાતી-હિન્દી સાથે અંગ્રેજી નાટકો પણ ભજવે છે.. તેઓ રંગભૂમિના સિનિયર કલાકાર છે.આજે આ લાઈવ કાર્યક્રમ માણવાનું ચૂકશો નહીં.