દિપકની ઘણી ‘અનકહી’ તથા ‘અનશુની’ બાતે
બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની ટી-૨૦ સીરીઝમાં ભારતનો શ્રેણીવિજય થતા મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સીરીઝ તરીકે દિપક ચહરની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમનાં પિતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, તે મોટી ટુર્નામેન્ટ પહેલા એક લાખ જેટલા બોલ ફેંકતો હોય છે જેનાથી તેનો આત્મવિશ્ર્વાસ પણ વધે છે. દિપક ચહરનાં પિતા ઈન્ડિયન એરફોર્સનાં રીટાયર્ડ અધિકારી છે અને તેઓએ તેમનાં પુત્ર દિપક ચહર વિશેની ઘણી અનકહી અને અનશુની વાતો વાગોળી હતી. આ તકે દિપક ચહરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ટીમનાં સુકાની રોહિત શર્માએ તેનો ઉપયોગ બુમરાહની અવેજીમાં કર્યો હતો જેમાં તેને સફળતા મળી હતી. હાલ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતીય ટીમ માટે જસપ્રીત બુમરાહ આધારસ્તંભ માનવામાં આવે છે ત્યારે હવે દિપક ચહર પણ ભારતીય ટીમનાં બોલીંગ ડિપાર્ટમેન્ટનો આધારસ્તંભ માનવામાં આવી રહ્યો છે. દિપક ચહર દ્વારા જે રીતે બોલીંગ કરી વિપક્ષી ટીમને ધરાશાયી કરી હતી તેનાથી એ વાત સ્પષ્ટ થાય છે કે, જસપ્રીત બુમરાહ બાદ દિપક ચહર સૌથી વધુ પ્રભાવશાળી બોલર તરીકે ટીમમાં સ્થાન પ્રાપ્ત કરશે.
બાંગ્લાદેશને માત્ર ૭ રન આપીને ૬ વિકેટ લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવનારા ભારતીય ફાસ્ટર બોલર દિપક ચહરે આઈસીસી રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. તેના શાનદાર પ્રદર્શનના કારણે લાંબી છલાંગ લગાવીને સીધા જ ૮૮માં સ્થાનેથી ૪૨માં સ્થાને પહોંચી ગયા છે. આ લિસ્ટમાં મીડીયમ બોલરનો દબદબો બધારે છે. ટોચના પાંચ બોલર અને મુખ્ય ૯માંથી ૮ સ્પિનર છે. ન્યૂઝીલેન્ડના મિશેલ સેન્ટર અફઘાનિસ્તાનના રાશિદ ખાન બાદ બીજા નંબરે પહોંચી ગયા છે. બાંગ્લાદેશ સામે ત્રીજી અને અંતિમ મેચમાં ચાહર ક્રિકેટના સૌથી નાના રૂપમાં હેટ્રિક લેનારા પહેલા ભારતીય બોલર બન્યા હતા.