મોહમ્મદ સિરાજની સાથે શામી અને શાર્દુલ ઠાકુર ભારતીય ટીમ સાથે જોડાશે
ઓસ્ટ્રેલિયા ખાતે રમાના ટી20 વિશ્વકપને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે જસપ્રિત બુમરાહ ઇજાગ્રસ્ત થયા બાદ હવે દિપક ચહર પણ ટી20 વિશ્વ કપમાંથી બહાર થઈ ચૂક્યો છે. હવે ઓસ્ટ્રેલિયા ખાતે ભારતીય ટીમની સાથે મોહમ્મદ સિરાજ, મોહમ્મદ સામી અને શાર્દુલ ઠાકુર જોડાશે. દીપક ચહરને બેક ઈંજરી થતા તેને ટીમથી બાકાત રાખવામાં આવ્યો છે.
બુમરાહની જગ્યાએ કોને રીપ્લેસ કરવામાં આવશે. મીડિયા રીપોર્ટ અનુસાર શમી, સિરાજ અને શાર્દિલ 13 ઓક્ટોબરે ભારતથી ઓસ્ટ્રેલિયા રવાના થશે. એટલે આ ત્રણ બોલરમાંથી જ કોઇ એક બુમરાહનાં રિપ્લેસમેન્ટમાં ટીમમાં સામેલ થઇ શકે છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝમાં મોહમ્મદ શિરાજે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અને તેમને વિજય અપાવવામાં સિંહ ફાળો ભજવ્યો હતો ત્યારે ટી 20 વિશ્વ કપમાં બુમમરાના રિપ્લેસમેન્ટ તરીકે મોહમ્મદ સિરાજને લેવામાં આવે તો નવાઈ નહીં પરંતુ તેની સાથો સાથ અન્ય બે બોલરોએ પણ પોતાની ફિટનેસ ટેસ્ટ પાસ કરી દીધી છે અને તેમની પાસે પણ સારો એવો અનુભવ છે.
હાલમાં જ પૂર્ણ થયેલ સાઉથ આફ્રિકા સાથેની વન ડે સીરીસમાં સિરાજે ખૂબ સારી બોલિંગ કરી હતી, તેવામાં ઉમ્મિદ લગાવી શકાય છે કે મોહમ્મદ સિરાજને જ બીસીસીઆઈએ રિપ્લેસમેન્ટમાં લીધો હોઇ શકે. તેની ઘોષણા થોડા દિવસમાં થશે. આઇસીસીને 15 ઓક્ટોબર સુધી ભારતને પોતાની અપડેટ ટીમ દર્શાવાની છે. તેવામાં આશા છે કે બીસીસીઆઈ બુમરાહને રિપ્લેસમેન્ટની ઘોષણા કરે. દીપક ચહર પીઠમાં દુખાવાને કારણે ટી-20 વર્લ્ડ કપથી બહાર થઇ ગયો હતો. ભારતીય ટીમ ટી -20 વર્લ્ડ કપમાં પોતાનો પહેલા મેચ 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમશે. એ પહેલા ટીમ ઇન્ડિયા અન ઓફિશિયલ વોર્મ અપ મેચ પણ રમશે. ભારતીય ટીમ 17 અને 19 ઓક્ટોબરે ક્રમશ: ઓસ્ટ્રેલિયા અને ન્યુઝિલેન્ડ સામે આ પ્રેક્ટિસ મેચ રમશે.