બ્લડ ડોનેશન કેમ્પમાં ૮૦ રકતદાતાઓએ રક્તદાન કર્યું
વેરાવળ ( શાપર )ની અક્ષરધામ ટાઉનશિપ સોસાયટી પાસે આવેલ ધારવાળા ખોડિયાર માતાજીના મંદિરે આજરોજ ચેત્ર સુદ બીજને રવિવારના દિવસે આ નવચંડી યજ્ઞ નું આયોજન કરવા માં આવેલ હતું જેમાં હોમ હવન સાથે પૂજા પણ કરવાં માં આવી હતી તેમજ આ નવચંડી યજ્ઞ માં ખોડિયાર માંની આરાધના કરવામાં આવી હતી. તેમજ યજમાનો મંત્રોચારથી હોમ હવન કુંડમાં આહૂતી આપતાં નજરે પડતા હતા. તેમજ આ કાર્યમાં સર્વ ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યા માં ઉમટી પડી હતી અ મંદિર દ્વારા દર પૂનમ બટુક ભોજન તથા દર રવિવારે અખંડ રામધૂન કરવામાં આવશે અને સાથે ગૌશાળા ચલાવવામાં આવશેે અને જયારે ધૂન મંડળની સ્થાપના ૨૨/૦૩/૨૦૧૫ને ચેતર સુદ બીજ સવંત ૨૦૭૧ની સાથે અખંડ જ્યોતની સ્થાપના તા. ૨૬/૦૭/૨૦૧૫ અષાઢ સુદ દસમ દિવસે કરવામાં આવી હતી અને સાંજે મહાપ્રસાદનું પણ ગામ સમસ્ત આયોજન કરવા માં આવેલ હતું આમ આ નવચંડી યજ્ઞ ની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવા માં આવેલ હતો તેમાં ૮૦ જેટલી લોહીની બોટલ એકત્રીક કરવામાં આવી હતી. આ સફળ આયોજન માં બટુકબાપા નાકરાણી, કિશોર ભાઈ કોંરાટ ( બાલાજી ડિં્રકિંગ વોટર વાળા ) વલ્લભભાઈ કાપડિયા, રામજીભાઈ ભુવા, નરોત્તમભાઇ પાનસુરીયા, જેન્તીભાઇ પાદરીયા, નવીનભાઈ મોણપરા, મુકેશભાઈ રામાણી, જેમાં ગાયત્રી ગ્રુપના મહેશભાઈ ઠુંમર, કિશોરભાઈ ગજેરા. વગેરે આ વેરાવળ ગામ સમસ્ત આયોજનમાં ખુબ સારી જહેમત ઉઠાવેલ હતી.