પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરવા ભારતને ઇરાનનું આમંત્રણ: ચાબહારના બે ટર્મીનલ વિકસાવવા માટે એસ્સાર પોર્ટસ સહિતની કંપનીઓ મેદાનમાં

વૈશ્ર્વિક વેપાર અને રાજનીતિની દ્રષ્ટિએ ઇરાનનું ચાબહાર પોર્ટ વિકસાવવું ભારત માટે અતિ અગત્યનું બની જાય છે. જગત જમાદાર અમેરિકાના પ્રતિબંધ બાદ પણ ભારતે ઇરાનને ટેકો આપી ચાબહારનો વિકાસ કરવાની નેમ લીધી હતી. ત્યારબાદ હવે આ પોર્ટની પ્રથમ તબક્કાની કામગીરી શ‚ કરવા ઇરાને ભારતને આમંત્રણ આપી દીધુ છે. ચાબહાર પોર્ટ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અથવા બંદરોથી નજીક હોવાથી આ પોર્ટના વિકાસના ફળ સૌરાષ્ટ્રને ચાખવા મળશે.મોદી સત્તા ઉપર આવ્યા બાદ ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રના વિકાસ ઉપર સમગ્ર ઘ્યાન કેન્દ્રીત કર્યુ હતું.

વૈશ્ર્વિક ધરી પર ટ્રાન્સપોર્ટેશન વિકસાવવા અફઘાન અને ઇરાનનો સાથ લેવાનું નક્કી કરાયું હતું. સત્તા પર આવ્યા બાદ મોદીએ સૌપ્રથમ સંપર્ક અફઘાનનો કર્યો હતો. હવે ચાબહાર પોર્ટના વિકાસના પરિણામે સૌરાષ્ટ્રના બંદરોને નવસર્જિત કરવાની તક મળી છે. આ પોર્ટના બીજા તબક્કાની કામગીરીમાં સરકાર ‚ા.૧૫૦ કરોડ થી વધુની રકમનું રોકાણ કરશે. ભારત-ઇરાન-અફઘાનીસ્તાન આગામી સપ્તાહમાં ચાબહાર પોર્ટ મામલે બેઠકમાં ભાગ લેશે. ચાબહારના વિકાસ સાથે ભારતના સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનને પણ સીધી મદદ મળશે. ટુંક સમયમાં ભારતના વિદેશ સચિવ એસ. જયશંકર તહેરાનની મુલાકાતે જવાના છે.

ગુજરાતના વિકાસ માટે સૌરાષ્ટ્રનો વિકાસ જ‚રી બની રહે છે. ભારત સરકાર માટે પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપાર-વાણિજ્ય માટે ચાબહારનો વિકાસ જ‚રી છે. ચાબહાર અને સૌરાષ્ટ્રનો વિકાસ એક બીજાને સ્પર્શે છે. ચાબહારના વિકાસની સાથોસાથ સૌરાષ્ટ્રના બંદરોને પણ નવસર્જિત કરવામાં મદદ મળી જશે. સૌરાષ્ટ્રના જોડિયા સહિતના બંદરો ઘણા સમયથી વિકાસ ઝંખી રહ્યા છે. આ બારમાસી બંદરોના વિકાસ માટે સરકાર ઘ્યાન કેન્દ્રીત કરે તે જ‚રી બની જાય છે.

હાલ દેશમાં અદાણી પોર્ટસ અને સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન લી. દેશના સૌથી મોટા પોર્ટનું સંચાલન કરે છે. એસ્સાર સહિતની કંપનીઓ ચાબહારના બે ટર્મીનલનું સંચાલન કરવા માટે રસ ધરાવે છે. ચાબહારના પ્રથમ તબક્કાનું કામ શ‚ કરાવવા માટે અનેક કંપનીઓ રાહમાં છે. ચીનના વેપાર સામે ભારત માટે ચાબહાર હુકમનો એક્કો સાબિત થઇ શકે તેવી આશાએ સરકાર ઇરાનને પુરતો સહયોગ આપવા તૈયાર છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.