ઈરાન, અફઘાનિસ્તાન અને રશીયા સાથે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પધ્ધતિથી જોડાવા ભારતનો અતિ મહત્વકાંક્ષી પ્રોજેકટ ૧૨ થી ૧૮ મહિનામાં પૂરો
ઈરાનમાં ચાબહર પોર્ટ કાર્યરત થવાથી ભારત માટે સુવર્ણ દ્વાર ખોલશે તેવું માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરીએ કહ્યું છે. ચાબહરની અફઘાનિસ્તાન સાથે રેલવે અને રોડથી જોડવા માટે વાટાઘાટો ચાલુ છે. ત્યારબાદ અમે માર્ગને રશીયા સુધી લંબાવશું. પોર્ટ ૧૨ થી ૧૮ મહિનાના સમયમાં શરૂથવાની અપેક્ષા છે. એક વખત પોર્ટ કાર્યરત થઈ ગયા બાદ ભારતના વિકાસને સુવર્ણ તક મળશે.
ચાબહર પોર્ટનો વિકાસ મોદી સરકાર માટે અતિ મહત્વનો બની રહ્યો છે. સરકાર આ પોર્ટના વિકાસ માટે ખુબજ ચિંતીત છે. આ પોર્ટના વિકાસથી ભારત, ઈરાન, અફઘાનિસ્તાન અને રશીયાના માર્ગે સરળતાથી વ્યાપાર-વાણીજય કરી શકશે. ત્રણેય દેશો વચ્ચે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ ઉભી કરાશે. ઈરાનમાં તો આ કોરીડોર અંગે તમામ કાર્યવાહી પૂરી થવાના આરે છે.
થોડા સમયમાં સિવિલ ક્ધટ્રકશનની કામગીરી શરૂ થશે. રૂ.૩૮૦ કરોડ ઈકવીપમેન્ટ અને ૬૦૦ કરોડ ઓપરેશનલ માટે ફાળવવામાં આવ્યા છે. ભારત ચાબહર પોર્ટમાં ૫૦૦ મીલીયન અમેરિકન ડોલર ઈન્વેસ્ટ કરશે.