અરબ સાગરનાં એક ખૂણે શાંત જળનાં પેટાળમાં આજ-કાલ એવા ચક્રવાતનું નિર્માણ થઇ રહ્યું છે જે શાંત પડે તો સૌને ઠંડા પવનની લહેર આપી શકે છે પરંતુ જો વિવાદનો વંટોળ સર્જે તો ગમે ઘડીઐ સુનામી લાવી શકે છે. આ ખૂણો એટલે- ઇરાન, પકિસ્તાન તથા ભારતને દરિયાઇ માર્ગથી જોડતો ચબાહર પોર્ટ અને ગ્વાદર પોર્ટનો વિસ્તાર! છેલ્લા પાંચ વર્ષથી ભારતના સહયોગથી ઇરાનનાં ચબાહર પોર્ટના વિકાસનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હાલમાં સમાચાર આવ્યા કે ચીન ઇરાનમાં 400 અબજ ડોલરનું મુડીરોકાણ કરવાના સમજુતિ કરાર કરી આવ્યું છૈ તેથી ભારતે તુરત જ ચબાહર બંદરનું ઓપરશન આગામી મે-21 માં શરૂ કરી દેવાની જાહેરાત કરી..! બીજું કાંઇ અજુગતું થાય તે પહેલાં..! સમય વર્તે સાવધાન! આમ તો આવા પ્રોજેક્ટ સિક્રેટ મિશનનાં ભાગરૂપે જ ચાલતા હોય છે પરંતુ અમેરિકન કોંગ્રસમાં હાલમાં એક રિપોર્ટ રજૂ થયો ત્યારબાદ વૈશ્વિક મહાસત્તાઓના દૂરબીન આ ખુણા ઉપર કેન્દ્રિત થયા છે.
આમ તો ભારત અને ઇરાન વચ્ચેના સંબંધો ઘણા જુના અને સુદ્રઢ છૈ પરંતુ ચબાહર પોર્ટ ભારત માટે આર્થિક, રાજકિય તથા સંરક્ષણની દ્રશ્ટિએ એકદમ મોકાનું મથક બની શકે છે. તેથી જ તેના વિકાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ બંદરને સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન તરીકે વિકસાવવા માટે ભારત 50 કરોડ ડોલરનું મુડીરોકાણ કરવાનું છે. ઇરાનની એરિયા બંદર, કંડલા પોર્ટ ટ્રસ્ટ અને જવાહરલાલ નહેરૂ પોર્ટ ટ્રસ્ટની સંયુક્ત ભાગીદારીમાં તૈયાર થઇ રહેલા ચબહાર પોર્ટનો વહિવટ આગામી 10 વર્ષ સુધી આ બંદરોની ભાગીદારી વાળી કંપની ઇન્ડિયા પોર્ટસ ગ્લોબલ કરશે. ચબાહર પોર્ટના માર્ગે ભારત હવે પાકિસ્તાનને બાજુમાં પડતું મુકીને મધ્ય એશિયાનાં અફધાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, તાઝિકિસ્તાન જેવા દેશોમાં જવાનો સીધો માર્ગ તૈયાર થશે. જેના કારણે આ દેશોમાં ભારતથી થનારા એક્સપોર્ટના જળપરિવહન ખર્ચમાં 50 ટકા જેટલો ખર્ચ ઘટી જશે. કંડલાથી માંડ 1000 કિલોમીટર છે. આ ઉપરાંત ભારતે ઝૈદાન, ઝરાંઝ, જેવા મથકોએ માંડ 200 થી 500 કિલોમીટરના રોડ માર્ગે પહોંચી શકાય તેવા માર્ગ તૈયાર કર્યા છે. હાલમાં ચબહાર બંદરની ક્ષમતા વાર્ષિક 25 લાખ ટન કાર્ગો હેન્ડલ કરવાની છે જે આગામી દિવસોમા 125 લાખ ટને પહોંચાડવાનું લક્ષ્યાંક છે. બાકી હોય તો ભારતે 500 કિલોમીટરની રેલ્વેલાઇન બનાવવાનાં પણ કરાર કર્યા છે.
ચીન તથા ઇરાન વચ્ચે સુધરતા વ્યવસાયિક સંબંધોથી ભારતને ખાસ નુકસાન થવાના ચાન્સ નથી કારણ કે પરંરાગત રીતે ભારત ઇરાનનું ક્રુતેલનું ગ્રાહક રહ્યું છે જ્યાં ભારતને ભારતીય કરન્સીમાં રૂપિયા ચુકવવાના હોય છે જેના બદલામાં ઇરાન ભારત પાસેથી અનાજ લેતું હોય છે. 2016 માં જ્યારે ઇરાન પરથી નિયંત્રણો ઘટ્યા કે તુરત જ ભારતે ક્રુડતેલની ખરીદી વધારીને દૈનિક આશરે 8,00,000 બેરલ કરી દીધી હતી. એ વખતે ભારતે ચુકવેલા 6.5 અબજ અમેરિકન ડોલર ઇરાનની ઇકોનોમી માટે વરદાન રૂપ સાબિત થયા હતા. 2019 માં પણ
સામાપક્ષે પાકિસ્તાન સાથેના ઇરાનનાં વ્યવસાયિક સંબંધો બહુ સુમેળ ભર્યા નથી. સાત અબજ ડોલરનો ગેસ- પાઇપલાઇન પ્રોજેક્ટ ઇરાને પોતાની સરહદ સુધી પુરો કરી નાખ્યો છે પણ અમેરિકન પ્રતિબંધોના ડર હેઠળ પાકિસ્તાને હજુ કામ આગળ વધાર્યુ જ નથી. સામાપક્ષે અમેરિકાએ જ્યારે ઇરાન ઉપર પ્રતિબંધો મુકીને જગત આખાને ક્રુડતેલની ખરીદી બંધ કરવા કહ્યું હતું ત્યારે ભારતે સાફ જણાવ્યું હતું કે ઇરાનને અપાયેલા ઓર્ડર પુરા ન થાય ત્યાં સુધી ખરીદી બંધ કરી નહી શકાય. ભારતના આ વલણ સામે અમેરિકાને પણ નમતું જોખવું પડ્યું હતું. ચબહાર પોર્ટ ઉપર કબ્જો મેળવીને ભારત મધ્ય એશિયા તથા દક્ષિણ એશિયા અને દુબઇ, મસ્કત, અબુધાબી તથા ઓમાન જેવા દેશો સાથેનાં નિકાસ વેપાર માટે પણ એક મોટું મથક બની શકે છે. કારણ કે ચબહાર બંદર આ બધા દેશોમાં વચ્ચે રહેતું હોવાથી આયાત નિકાસના વેપારમાં દરેક ક્ધસાઇન્મેન્ટ ભારત સુધી લાવવાની જરૂર નહી રહે.
આ તમામ આર્થિક મુદ્દાઓ ઉપરાંત ડિફેન્સના મામલે ચબહાર બંદર ભારત માટે ચાવીરૂપ મથક બની શકે છે. કારણ કે બલુચિસ્તાન પાકિસ્તાનથી અલગ થવા વર્ષોથી જંગ ચલાવી રહ્યું છે. તે ચબહાર પોર્ટથી માંડ 500 કિલો મીટર છે. વળી બલુચિસ્તાન ચબહાર તથા ભારતીય બંદરો કંડલાની વચ્ચે આવતું હોવાથી જરૂર પડયે ભારત સીધા હુમલા કરીને બલુચિસ્તાનને અલગ થવામાં મદદ કરી શકે છે. જેમ ભારતે બાંગ્લાદેશને જુદું તારવી લીધું તેમ..!