Abtak Media Google News
  • જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના ર1મી વર્ષ ગાંઠે ટાઇપ 1 ના ડાયાબિટીસ બાળકોના ઉત્સાહ વધાર્યો

રાજકોટ સહિત  સૌરાષ્ટ્રના ડાયાબિટીસ બાળકો માટે 21 વર્ષથી કાર્યરત જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન ડાયાબીટીસ બાળકો માટે આશીર્વાદરૂપ બની રહી છે. સંસ્થાના 21 માં સ્થાપના દિવસે ટાઈપ 1 ડાયાબિટીસ બાળકો માટે ચેક અપ અને અવેરનેસના કાર્યક્રમનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે વીવાયઓ સંસ્થાના સંસ્થાપક વલ્લભકુલભૂષણ વૈષ્ણવચાર્ય ગોસ્વામી108 વ્રજરાજ કુમાર જી મહારાજ ઉપસ્થિત રહીને બાળકોને તેમના વાલીઓને મંગલ આશિષ પાઠવ્યા હતા તેમ જ આ કાર્યક્રમમાં જાણીતા ક્રિકેટર જયદેવ ઉનડકટ અને બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ તેમજ ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખુજા પણ ઉપસ્થિત રહીને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો

આ કાર્યક્રમની શરૂઆતમાં જ વિશેષ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને ટાઈપ વન ડાયાબિટીસ પીડિત બાળકોના જીવનમાં ઉજાસ રૂપી તેજ પથરાય તે માટેની પ્રાર્થના કરવામાં આવી હતી તેમજ  સંસ્થાના સંસ્થાપક વલ્લભ સ્કૂલ ભૂષણ વૈષ્ણવવાચાર્ય ગોસ્વામી 108 વ્રજરાજ કુમાર મહારાજનું હાર પહેરાવી અને સાલ ઓઢાળીને સન્માન કરવામાં આવ્યું હતું જાણીતા ક્રિકેટ જયદેવ ઉનડકડ અને મિસ બ્રાન્ડ ઇન્ડિયા પ્રાચી નાગપાલ અને ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા સખૂજા ને મોમેન્ટ આપીને સન્માનિત કર્યા હતા ત્યાં ઉપસ્થિત અતિથિ વિશેષ દ્વારા તત્વજ્ઞાન બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું તેમજ કેમ્પમાં ટાઈપ વન બાળકોને 2500 રૂપિયાને મૂલ્યની ડાયાબિટીસ કીટ આપવામાં આવી હતી ત્યારબાદ ડાયાબિટીસ થી પીડિત બાળકો માટે નિશુલ્ક મેગા ચેકઅપ કેમ્પ અને એવરનેસ કેમ્પ ની સાથે બાળકો અને પરિવારજનો માટે બપોરના ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં દાતાઓ દ્વારા દાનની વણઝાર કરવામાં આવી હતી જેમાં પ્રભુદાસ ભાઈ પારેખ શિલ્પા જ્વેલર્સ દ્વારા પાંચ લાખ ગુજરાત મિરર ફાઉન્ડેશન દ્વારા એક લાખ  શંભુભાઈ પરસાણા દ્વારા ત્રણ મહિના માટે 50 બાળકોને દતક લેવામાં આવ્યા હતા. તેમજ જયેશભાઈ ઝવેરી મુંબઈ થી એક લાખ, દિવ્યરાજસિંહ જાડેજા એક લાખ , હંસાબેન ઝવેરી મુંબઈ થી એક લાખ હેમંતભાઈ પટેલ દ્વારા 55555, ફર્ન હોટલ સંજયભાઈ ચંડી ભમમર દ્વારા 11111  ક્રિકેટર  જયદેવ ઉનડકટ દ્વારા 51000 સહિતના દાતાઓ દ્વારા અનુદાન અર્પણ કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં અપુલભાઈ દોશી એ જણાવ્યું હતું કે બે દાયકા પહેલા આ સંસ્થા શરૂ કરવામાં આવી હતી સૌપ્રથમવાર મને પહેલીવાર આજથી 20 વર્ષ પહેલા મારા દીકરા ઋત્વિક ને ચાર વર્ષની ઉંમરમાં ટાઈપ 1 ડાયાબિટીસ આવી અને ત્યારે અમારા કુટુંબ ઉપર એક પડકાર પડ્યો હોય તેવું લાગ્યું હતું પરંતુ મને ત્યારે એક વિચાર આવ્યો કે મારા જેવા અનેક માતા-પિતા હશે તેમનું બાળક ટાઈપ વન ડાયાબિટીસથી પીડાતું હશે બસ મારા આ જ ઉમદા વિચારને સાથે જુવેનાઈલ ડાયાબિટીસ ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી સેવા સમર્પણની ભાવના સાથે ચાલતી આ સંસ્થામાં ટાઈપ વન ડાયાબિટીસ થી પીડિત અત્યારે 2000  બાળકો છે  બાળકો માટે મનોરંજન કાર્યક્રમ તેમજ અવેરનેસ અને  એજ્યુકેશન પિકનિક જેવા અનેક 74 જેટલા કાર્યક્રમો કરવામાં આવ્યા છે આ સંસ્થા આર્થિક રીતે જરૂરિયાતમંદ 500 થી વધુ બાળકોને નિશુલ્ક સંપૂર્ણ સારવાર આપવામાં આવે છે તેમજ બાકીના દરેક બાળકોને તમામ સુવિધાઓમાંથી 40 થી 50 ટકા સુધી રાહત દરે સેવા આપવામાં આવે છે આગામી દિવસોમાં ટાઈપ વન ડાયાબિટીસ એજ્યુકેશનલ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપવની ચર્ચા વિચારણા ચાલી રહી છે

ડાયાબિટીસ બાળકો અને તેમના પરિવારો ને પ્રોત્સાહન આપવા માટે પ્રસિદ્ધ ક્રિકેટર જયદેવ  ઉનટકટ જણાવ્યું હતું કે તમે તમારા બાળકને કોઈપણ રમતગમત ક્ષેત્રે જેમાં તેમને રસ હોય તેમાં જોડો આ ક્ષેત્રમાં જોડો મતદાન મત ક્ષેત્રે જોડાશે તો તે કમજોર નથી તેવું સ્વીકારતું થશે તમારા બાળકને પૂરું પ્રોત્સાહન આપો ટાઈપ વન ડાયાબિટીસ તમારી કમજોરી નથી તમારા એક ભાગ છે તેવું સ્વીકારી આગળ વધવું જોઈએ

ટાઈપ વન બાળક કમજોર હોઈ શકે ટાઈપ વન બાળકના માતા-પિતાએ ત્યારે ભગવાનને પણ અમારી સાથે આવું કેમ કર્યું એવું પણ ન કહેવું   આપણે કોઈપણ પરિસ્થિતિ નથી માટે હર હંમેશા ખુશ રહેવું એ આપણે હાથની વાત છે એટલે હર હંમેશ ખુશ રહો તમારા બાળકમાં અંદર રહેલી કોઈપણ કલા હોય એ કલા ને વિકસાવવા ઉજાગર કરવાનો પ્રયત્ન કરો તેમજ અંતમાં જણાવ્યું હતું કે ઘણા એવા લોકો છે જેમને ટાઈપ વન ડાયાબિટીસ તો છે પણ તે આર્થિક રીતે ઘણા ધનવાન છે આવા બાળકો આવા લોકો બાળકોને દત્તક લે તો 500 થી 5,000 બાળકો સુધી પહોંચવું અશક્ય નહીં રહે તે માટે આવા લોકોનો સંપર્ક કરવો ત્યારબાદ છેલ્લે વીવાયઓ  સંસ્થા દ્વારા એક લાખનું અનુદાન અને વ્રજરાજકુમારજી મહારાજ દ્વારા 50,000 નું અનુદાન  આપવાની ઘોષણા કરી હતી

આ સેવા કાર્યોમાં કમલનયનભાઈ સોજીત્રા  ફાલ્કન પંપ વાળા પ્રભુદાસ પારેખ, ઇસુઝું મોટર ના જગતસિંહ જાડેજા,  પ્રશાંત કાસ્ટિંગ વાળા શંભુભાઈ પરસાણા, ધીરુભાઈ સુવાગીયા હરીશભાઈ લાખાણી ,પરેશભાઈ રૂપારેલીયા ,પૃથ્વીરાજસિંહ જાડેજા મનીષભાઈ માડેકા જગદીશભાઈ કોટડીયા રાજુભાઈ પોબારુ ,પુનિતભાઈ ચોવટીયા કિશોરભાઈ ત્રિવેદી  અને જીતેન્દ્રભાઈ અમલાણી મિતુલભાઈ મહેતા હિતેશભાઈ કક્કડ અમિતભાઈ ગઢીયા નવીનભાઈ શેઠ જયેશભાઈ ઝવેરી દેવાંગભાઈ માકડ મેહુલભાઈ રવાણી કિરીટભાઈ પટેલ હર્ષદભાઈ અદાણી ડોક્ટર મિલન પટેલ ડોક્ટર જે પી ભટ્ટ જયેશભાઈ ઉપાધ્યાય અનુપમભાઈ દોશી રમેશભાઈ ઠક્કર અરવિંદભાઈ શાહ વિપુલભાઈ દોશી અલ્પેશભાઈ કેસરિયા ડોક્ટર નિશાન ચોટાઈ ભરતભાઈ શાહ શાહ કુમારભાઈ દોશી નિલેશભાઈ ભોજાણી અતુલભાઇ દોશી અને  બાળકોની લાઈફ લાઇન જેવા ડોક્ટરો નિલેશભાઈ દેત્રોજા ,ડોક્ટર કૌશલભાઈ શેઠ, ડોક્ટર પંકજભાઈ પટેલ, ડોક્ટર તપનભાઈ પારેખ, ડોક્ટર હર્ષભાઈ દુર્ગીયા ડોક્ટર ચેતનભાઇ દવે, ડોક્ટર સાગરભાઇ બરાસરા અને ડોક્ટર ઝલક શાહ ઉપાધ્યાય, ખાસ ઉપસ્થિત  રહ્યા હતા

આ કાર્યક્રમની અપૂર્વભાઈ દોશી અનીશભાઈ શાહ રોહિતભાઈ કાનાબાર હરિકૃષ્ણ પંડ્યા અમિત દોષી જય લાખાણી મિતેશ ગણતરા સહિતની ટીમે જેહમત ઉઠાવી હતી

જી.ડી.એફ. સંસ્થા બાળકો માટે બની આશિર્વાદરૂપ: વ્રજરાજકુમાર મહાદેવ

અબતક, સાથેની વાતચીત શ્રી સ્વામી 108 વીવાયઓના વ્રજરાજ કુમારએ જણાવ્યું હતું કે જી.ડી.એફ. સંસ્થા છેલ્લા ર0 વર્ષથી કાર્યરત છે. ટાઇપ-1 ડાયાબીટીસ ગ્રસ્ત પ00 થી વધુ બાળકો માટે છાયારૂપ સંસ્થા છે. આ ડાયાબીટીસ સામાન્ય છે પરંતુ તેના માટે ઇન્સ્યુનીલનું ઇન્જેકશન લેવું પડે છે તે ખર્ચાણ છે જયારે આથિકરૂપથી નબળા પરિવાર માટે જી.ડી.એફ સંસ્થા આશીર્વાદ રૂપ નીવડી છે.બાળકો માટે ઉમદા સેવાકી પ્રવૃતિ કરવા બદલ પદાધિકારી ટ્રસ્ટી અને દાનવીરોનો આભાર માની અભિનંદન પાઠવ્યા હતા.

કેમ્પમાં 900 થી વધુ બાળકોએ લીધો લાભ: અપુલ દોશી

અબતક સાથેની વાતચીતમાં અપુલ દોશીએ જણાવ્યું હતું કે, જી.ડી.એફ. સંસ્થાનો ર1માં વર્ષમાં પ્રવેશ અંતર્ગત બે દિવસ મેગા ચેક અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 800 થી 900 બાળકોની નોંધનીય હાજરી રહી હતી. રિબડાવાળા જગતસિંહ તરફથી સૌ બાળકો અને પરિવારજનો માટે ભોજનનું કરવામાં આવ્યું હતું.

ટાઇપ-1 ડાયાબિટીસ સામાન્ય છે ગભરાવા જેવું કશું હોતું નથી: ક્રિકેટર જયદેવ ઉનડકટ

અબતક સાથેની વાતચીતમાં ક્રિકેટર જયદેવ ઉનડકટએ જણાવ્યું હતું કે, ટાઇપ-1 ડાયાબીટીસ ર્નોમલ છે જે બાળકો અને યુવામાં જોવા મળે છે. તેમાં કશું ગભરાવા જેવું નથી. આ માટે સંસ્થા દ્વારા ચેક-અપ અને જાગૃતિ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. બહોળી સંખ્યામાં દદીઓએ સારવા લીધી હતી. એ સંસ્થાનું સૌભાગ્ય છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.