ક્ન્ઝુયુમર કોર્ટે ફાયનાન્સ કંપનીને જપ્ત કરેલા વાહન માટે વળતર આપવા આદેશ કર્યો
લોન લઈ લોકો દ્વારા અનેક ચિજ વસ્તુઓ ખરીદવામાં આવતી હોય છે પરંતુ ઘણા ખરા કેસોમાં લોકો દ્વારા લીધેલી લોનના હપ્તા ન ભરાતા ફાયનાન્સ કંપનીઓ જે તે ચિજવસ્તુઓને સીઝ એટલે કે જપ્ત કરી લેતા હોય છે.
જયારે એવા જ કિસ્સાઓ સામે આવી રહ્યાં છે જેમાં લોન હપ્તો ન ભરનાર સામે ફાયનાન્સ કંપનીઓ તેમના વાહનોને જપ્ત કરી લે છે. જે મુદ્દે ક્ધઝયુમર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો જેમાં કોર્ટ દ્વારા ફાયનાન્સ કંપનીઓને આદેશ કરવામાં આવ્યો છે કે, ફાયનાન્સ કંપનીઓ દ્વારા જે વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમને વળતર ચૂકવવામાં આવે. જેમની ગાડીને રોડ પર અથવા ગાડીની હરરાજી કરવામાં આવી હોય તે તમામ લોકોને વળતર ચૂકવાશે.
લોન લેનારના પક્ષમાં ક્ન્ઝુયુમર કોર્ટે જણાવ્યું હતું કે, નોટબંધી અને અમુક કારણોવશ લોકો હપ્તા ભરવા ચુકી ગયા હતા જે તેમના નિયંત્રણની બહાર હતું. જેથી તેઓને દંડીત ન કરવા જોઈએ અને જે વાહનોને જપ્ત કરવામાં આવ્યા છે કોઈ કાયદાકીય પ્રણાલી વીના, જેમની ગાઈડ લાઈન રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિર્ધારીત કરવામાં આવી છે તે તમામને ફાયનાન્સ કંપનીએ તેમની લોન રીફંડ કરવી જોઈએ અને તેમના દ્વારા જે રૂપિયા ભરવામાં આવ્યા હોય તે પણ પરત કરવામાં આવવા જોઈએ અને કંપની જો વાહનોને જપ્ત કરવા માંગતી હોય તો તેઓએ સિવિલ કોર્ટનો ઓર્ડર લેવો પડે પરંતુ ધાક-ધમકીથી અને જબરદસ્તીથી કોઈ વાહનોને જપ્ત કરી શકાય નહીં.
ગાંધીનગર ખાતે આવેલી ક્ન્ઝુયુમર કોર્ટે મહિન્દ્રા ફાયનાન્સ લીમીટેડને ૩.૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે હરેન્દ્રસિંહ રહેવરને કે જે વાહનના માલીક છે તેમને પરત કરવાનો આદેશ કર્યો હતો. જે હરેન્દ્રસિંહ રહેવર દ્વારા છ લાખની લીધેલી લોનના હપ્તા ન ભરાતા તેમની ગાડીને જપ્ત કરવામાં આવી હતી તે અનુસંધાને કોર્ટ દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સાથો સાથ કોર્ટે વધુ ૪ હજાર રૂપિયાનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે કારણ કે, ફાયનાન્સ કંપની દ્વારા જે ધાક-ધમકી અને હેરાનગતિ કરવામાં આવી તે આવનારા સમયમાં કોઈની સાથે ન કરે તે માટે આ દંડ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
કેસની જો વાત કરવામાં આવે તો હરેન્દ્રસિંહ રહેવર દ્વારા સપ્ટેમ્બર ૨૦૧૪માં ફાયનાન્સ કંપની પાસેથી લોન લઈ ગાડી ખરીદી હતી. જેમનો હપ્તો ૨૧૭૦૦ રૂપિયાનો હતો તે ૮ મહિના હપ્તાની ચૂકવણી ન કરાતા ફાયનાન્સ કંપની દ્વારા સરખેજ ખાતેથી તેમના વાહનને જપ્ત કરવામાં આવ્યું હતું અને ચાર દિવસ પહેલા જ તેમને જણાવાયું હતું કે, તેઓને ૪.૭૯ લાખનું ચૂકવણું કર્યું નથી જેથી તેમની ગાડીની હરરાજી કરવામાં આવશે. હરેન્દ્રસિંહ રહેવર નોટબંધીને કારણે રૂપિયા ચૂકવવામાં અસમર્થ નિવડયા હતા જેથી તેઓએ ક્ન્ઝુયુમર ફોરમના અધ્યક્ષ એમ.જે.મહેતાને આ અંગે રજૂઆત કરી હતી. જેને લઈ કોર્ટ દ્વારા તેમની તરફેણમાં નિર્ણય આપવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, કોઈ ફાયનાન્સ કંપની એટલે સીઝરો વાહન જપ્ત નહીં કરી શકે.