સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એટલે ગરદનના હાડકાં ઘસાઈ રહ્યાં છે. ઉંમરને કારણે મોટા ભાગે હાડકાં ઘસાતાં હોય અને એટલે જ મોટા ભાગે પચાસ વર્ષની ઉંમરપછી જ આ રોગ આવતો હોય છે. જોકે આજકાલ તો ૩૦-૩૫ વર્ષની નાની વયે પણ લોકોમાં આરોગનાં ચિહ્નો દેખાય છે: જાણીએ આજે કયાં કારણોસર યુવાન વયે હાડકાં ઘસાવાનાં શરૂ ઈનેસર્વાઇકલ સ્પોન્ડિલોસિસ જેવા રોગો થઈ રહ્યા છે
અંધેરીમાં રહેતી ૩૨ વર્ષની એક હાઉસમેકરને છેલ્લાં ૬-૭ વર્ષપહેલાં પીઠનો સામાન્ય દુખાવો શરૂ થયો. શરૂઆતમાં દુખાવો રાત્રે જ વધુ તો અને તે ઊંઘખેંચી કાઢે એટલે સવારે બધું ઠીક થઈ જતું. દુખાવો ક્યારેક તો અને ક્યારેક એની મેળેજતો રહેતો એટલે એને અવગણવાનું સહજ હતું. બે-ત્રર વર્ષ પછી તેને આ દુખાવો સતત રહેવાલાગ્યો. પરંતુ દુખાવો સહન કરવાની આદત પડી ગઈ હોવાથી જો એ અતિશય વધી જાય ત્યારે જતેનું એ તરફ ધ્યાન જતું, બાકી તો એ ચાલ્યાકરતું. વચ્ચે-વચ્ચે ક્યારેક તે ફિઝિયોથેરેપી લઈ આવતી તો ક્યારેક વચ્ચે-વચ્ચે યોગ કરેત્યારે તેને રાહત લાગતી. હવે આ દુખાવો એટલો વધ્યો કે રાત્રે દુખાવાને કારણે તેની ઊંઘ ઊડી જતી અને પછી તે સૂઈ જ ન શકતી. આવું સતત ૪-૫ દિવસ થયું એટલે તેણે ફિઝિયોથેરપીલીધી અને ડોક્ટરને પણ બતાવવા ગઈ. ડોક્ટરે તપાસીને કહ્યું, તમને સર્વાઇકલસ્પોન્ડિલોસિસ છે. આ રોગમાં કરોડરજ્જુનાં હાડકાં ઉંમરને કારણે ઘસાય છે એટલે આતકલીફ ઊભી થાય છે. ૩૨ વર્ષે હાડકાં ઘસાવાં લાગ્યાં? એ કઈ રીતે શક્ય છે? ડોક્ટરે કહ્યું, શક્ય છે. આજકાલ એસામાન્ય તું જાય છે. વૃદ્ધોમાં જોવા મળતો આ રોગ આજકાલ યુવાનોમાં સામાન્ય ઈ રહ્યોછે. આજે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ નાની ઉંમરે વાનાં કારણોને સમજીએ.
ઝૂકેલી ગરદન
આપના સૂવાનાં, બેસવાનાં ને ચાલવાનાં પોશ્ચર નિશ્ચિત હોય છે.કરોડરજ્જુને હંમેશાં સીધી રાખવી જરૂરી છે, કારણ કે એ આ જ પોઝિશનમાં બેસ્ટ રીતે રહી શકેછે. જે જગ્યાએથી એ વળે અને વળેલી જ રહે એ જગ્યાએ એ મણકાઓ અને ગાદી પર બિનજરૂરીસ્ટ્રેસ આવે છે. જ્યારે એ વધુપડતું થાય ત્યારે તકલીફ શરૂ થઈ જતી હોય છે. આજકાલ લગભગ ૧૦માંથી ૮ લોકોને પોશ્ચર સંબંધિત તકલીફો દેખાય જ છે. એ વિશે વાત કરતાં ડોકટર કહે છે, આજનો માણસ પોતાના દિવસનો લગભગ ૮-૧૨ કલાકનો સમય કમ્પ્યુટર અને લેપટોપ પાછળ કાઢતો હોય છે. આ સમયમાંસતત તેની ગરદન ઝૂકેલી રહે છે. ખાસ કરીને ફોન જે વધુ સમય વાપરતા હોય તેમને આપ્રોબ્લેમ વધુ થાય છે. એક વ્યક્તિ સામાન્ય રીતે ઊભી છે તો તે સીધી ગરદન રાખીને ઊભીરહેશે. જો તે મોબાઇલમાં લાગેલી હશે તો ભલે તે ૩ કલાક પણ ઊભી રહે તેની ગરદન તોઝૂકેલી જ રહેવાની. તમે જો ડેસ્કટોપ વાપરતા હો તો વધુ સારું, પરંતુ લેપટોપ પર૮-૧૦ કલાક કામ કરો તો પ્રોબ્લેમ રહેવાનો, કારણ કે લેપટોપનું કીર્બોડ એની સાથે જોડાયેલુંહોવાને કારણે એને આઇ-લેવલ પર ગોઠવવું મુશ્કેલ છે. આમ આપણે દિવસનો કેટલો મોટો સમયઆગળ ઝૂકેલી ગરદન સાથે વિતાવીએ છીએ તો ગરદન પર ભાર તો આવવાનો જ છે. વળી એટલો જ સમય જોઆપણે પાછળની તરફ ગરદન ઝુકાવતા હોઈએ તો વાંધો ન આવે, પરંતુ એવું તું નથી. આ સિવાય આપણે ટટ્ટાર બેસતાની. સૂવામાં જો તકિયો વધુ જાડો કે વધુ પાતળો હોય તો પણ આ તકલીફ ઈ શકે છે.
બેઠાડુ જીવન અને શરીરનો બાંધો
પોશ્ચર ઘણા લોકોનાં ખરાબ હોય છે, પરંતુ બધા લોકોનેયુવાન વયે સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ ની થઈ જતો; એવું કેમ? કેમ અમુક લોકોને જ આવું થાય છે? આ પ્રશ્નનો જવાબઆપતાં ડોકટર કહે છે, અમુક લોકોના શરીરનો બાંધો નબળો હોય છે. તેમનાં સ્નાયુઓ અને હાડકાં બીજા લોકોના પ્રમાણમાં નબળાંજ હોય છે. એનું મુખ્ય કારણ એ પણ હોઈ શકે કે પ્રમુખ તેમનો બાંધો જ નબળો છે અનેનાનપણથી તેમણે સશક્ત બનવા માટે કંઈ કર્યું નથી. સ્પોટ્ર્સ, કસરત અને ખંતીલુંજીવન તમારાં હાડકાં, સ્નાયુઓ અનેસાંધાઓને મજબૂત બનાવે છે. એટલે જરૂરી છે કે બાળકોને પહેલેથી એની આદત પડે. વળીનાનપણમાં કરી લીધું અને પછી હવે યુવાનીમાં એની જરૂર નથી એવું માનનારા લોકો પણ ભૂલકરે છે. જે લોકો પોતાના સ્નાયુઓને સશક્ત રાખવા માગતા હોય તેમણે બેઠાડુ જીવનનોત્યાગ કરવો જ પડે. જો તમારા કામનો પ્રકાર બેઠાડુ હોય તો પણ દરરોજ એક કલાક તમારેતમારા શરીરને આપવો અનિવાર્ય છે. જો ડોક અને પીઠના સ્નાયુઓ નબળા હોય તો નાનીઉંમરમાં આ રોગ આવવાની પૂરી શક્યતા છે.
સ્ટ્રેસ
આપણે કોઈ પણ જાતનું જે માનસિક કે શારીરિક સ્ટ્રેસ લઈએ છીએએનો ભાર હંમેશાં આપણા ખભા પર જ આવે છે. ખાસ કરીને માનસિક સ્ટ્રેસનો ભાર. નાનપણથી જજે બાળકોએ વધુ સ્ટ્રેસફુલ લાઇફ જોઈ હોય એ બાળકોનાં પોશ્ચર જોઈને સમજી શકાય છે કેતેમને કેટલું માનસિક સ્ટ્રેસ છે. આ વાતને એક ઉદાહરણ સો સમજાવતાં ડોકટર કહે છે, જ્યારે ક્રિકેટમેચમાં ટોસ ઉછાળે ત્યારે બન્ને કેપ્ટનનાં પોશ્ચર જોઈને સમજી શકાય છે કે કયો કેપ્ટનટોસ જીતી ગયો અને કોણ હારી ગયો. જે કેપ્ટન ટોસ હારી જાય કે તરત જ દેખાઈ શકે છે કેતેના ખભા ઝૂકી ગયા છે. આમ જે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય તેના સર્વાઇકલ એટલેકે ગળું, પીઠ અને ખભાનાસ્નાયુઓ પર લોડ આવવાનો જ છે અને એ લોડ સતત રહે ત્યારે એ પ્રોબ્લેમ કરવાનો જ છે.આજકાલ સ્ટ્રેસનું પ્રમાણ પહેલાં કરતાં ઘણું વધી ગયું છે એ પણ એક મહત્વનું કારણ છેકે નાની ઉંમરે લોકોને સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ થાય છે.
ટ્રાવેલિંગ
પહેલાંના લોકો કરતાં આજે લોકો વધુ ટ્રાવેલિંગ કરે છે. જરૂરીની કે દરેક વ્યક્તિનું ટ્રાન્સપોર્ટ ખૂબ સારી ક્વોલિટીનું હોય. વળી રોડની કન્ડિશનહંમેશાં સારી જ મળે એ તો શક્ય જ નથી હોતું. આ બાબતે વાત કરતાં ડોકટર કહે છે, ટ્રાવેલિંગમાં ખાસ કરીને ટૂ-વ્હીલર કેરિક્ષામાં ટ્રાવેલ કરતા લોકોને રસ્તામાં ઘણા જર્ક લાગે છે અને આ જર્ક સીધા તેમનાગળાને અસર કરે છે. આ પ્રકારનું ટ્રાવેલિંગ જે સતત વધુ કલાકો માટે કરતા હોય તેમને આરોગ થવાની પૂરી શક્યતા છે. આ સિવાય બસમાં પણ જે લોકો ઊભા-ઊભા ટ્રાવેલ કરતા હોય છેતેમને પણ ખૂબ જર્ક લાગે છે,કારણ કે વારંવારબ્રેક લાગે ત્યારે બેલેન્સ રાખવું અઘરું પડી જાય છે.
સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ એટલે શું?
આપણી કરોડરજ્જુમાં ૩૧ મણકા હોય છે અને એ મણકાઓ વચ્ચે ૨૩જેટલી ગાદી છે. હવે જ્યારે ગરદનની અંદર રહેલા મણકા-ગાદી ઉપર કોઈ પણ જાતની અસર થાયત્યારે એને સર્વાઇકલ પ્રોબ્લેમ કહે છે. જ્યારે આ મણકા ઘસાવા લાગે ત્યારે એનેસર્વાઇકલ સ્પોન્ડિલોસિસ કહે છે જે મોટા ભાગે ઉંમરને કારણે થાય છે, પરંતુ આજકાલયુવાનોમાં પણ જોવા મળી રહ્યું છે.
ખબર કેમ પડે? : આ રોગની તીવ્રતા જેવી હોય એ પ્રમાણે ચિહ્નો હોઈશકે છે. સામાન્ય રીતે ડોક જકડાઈ જાય, પીઠમાં દુખાવો હોય, ઉપરનો ભાગ એટલોસ્ટિફ થઈ જાય કે ચારે દિશામાં એની મૂવમેન્ટ શક્ય ન બને. જ્યારે આ પ્રોબ્લેમ વધી જાય ત્યારે એ અંદરની કોઈ નસોને દબાવે છે, જેને લીધે હાથ કે પગ પર અસર થઈ શકે છે. જો એ કોઈએવી નસને દબાવે તો હાથ લકવાગ્રસ્ત પણ થઈ શકે છે. આ પરિસ્થિતી એક ઇમર્જન્સી છે જેમાંતરત જ હોસ્પિટલ ભાગવું પડે છે અને ઑપરેશન થઈ શકે છે.
શું કરવું? : જો આ પ્રોબ્લેમ યુવાન વયે ચાલુ થયો હોય તો વ્યક્તિએ એનેગંભીરતાથી લેવો જરૂરી છે. જો તેનાં હાડકાં ૩૦-૩૫ વર્ષની ઉંમરથી ઘસવા લાગે તો ૬૦-૭૦વર્ષે તેની હાલત શું થઈ શકે એની કલ્પના મુશ્કેલ છે. મહત્વનું છે કે આવી વ્યક્તિઓકયા કારણસર તેમને આ તકલીફ થઈ છે એ સમજે અને એને દૂર કરવાનો પ્રયત્ન કરે. સો-સોફિઝિયોથેરપી ખૂબ જ મહત્વનો ભાગ છે. આ રોગમાં વ્યક્તિના સ્નાયુઓને સશક્ત કરવાનું કામએક્સરસાઇઝ કરે છે, જેને કારણેહાડકાં ઘસાવાની ગતિને મંદ પાડી શકાય.