સિનિયર પ્લાસ્ટીક સર્જન ડો.ભૌમિક ભાયાણીની હોસ્પિટલમાં અદ્યતન સુવિધાઓ સાથેની ઝીવા વુમન્સ હોસ્પિટલ અને ઇમેજીંગ સેન્ટરનો રવિવારે શુભારંભ

ગર્ભાશયના મુખના કેન્સરને વહેલા નિદાન-સારવાર અને રસીથી અટકાવી શકાય છે અને ગર્ભાશયની કોથળી કાઢવાથી બચી શકાય છે. મોટાભાગના કેસમાં યોગ્ય સમયે નિદાન અને સારવારના કારણે આ પ્રકારના કેન્સરમાં કોથળી બચાવીને પણ સારા પરિણામ મળી શકે છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા ગાયનેકોલોજીસ્ટ ડો.કૃપાલી ભાલારા ભાયાણીએ જણાવ્યું છે. સૌરાષ્ટ્રના સૌપ્રથમ એવા સિનિયર પ્લાસ્ટીક સર્જન ડો.ભૌમિક ભાયાણીની હોસ્પિટલમાં અદ્યતન ગાયનેક હોસ્પિટલ ઝીવા વુમન્સ હોસ્પિટલનો આગામી તા.28/8/2022ને રવિવારથી શુભારંભ થઇ રહ્યો છે ત્યાં આ પ્રકારની અદ્યતન સારવાર ઉપલબ્ધ છે. આ ઉપરાંત મહિલાઓને લગતી વિવિધ તકલીફો માટે અહીં યોગ્ય માર્ગદર્શન, સારવાર મળી રહે એ માટે ડો.કૃપાલી ભાલારા ભાયાણી, ડો.નંદીશ ઠક્કર અને ડો.પ્રતિજ્ઞા ઠક્કરની અમૂલ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે.

ઝીવા વુમન્સ હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.કૃપાલી ભાલારા ભાયાણીએ જણાવ્યું છે કે વિશ્ર્વમાં ગર્ભાશયના મુખના કેન્સરએ ભારતની મહિલાઓમાં જોવા મળતું બીજા નંબરનું કેન્સર છે. આપણે ત્યાં આ પ્રકારના કેન્સર ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. નાની ઉંમરની મહિલાઓમાં પણ ગર્ભાશયના મુખમાં કેન્સર જોવા મળતા હોય તેમના માટે ગર્ભાશયની કોથળી બચાવવી જરૂરી હોય છે. અત્યાર સુધી આ પ્રકારના કેન્સરમાં મોટા ભાગે ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવતી હતી. પણ હવે વિશ્ર્વમાં અદ્યતન સારવાર ઉપલબ્ધ છે અને અમારી હોસ્પિટલમાં પણ આ પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે કે જેમાં કોથળી કાઢ્યા વગર યોગ્ય સારવારથી સારા પરિણામ મળી શકે છે. ડો.કૃપાલી સોનોગ્રાફી, કોલ્પોસ્કોપી અને હાઇરીસ્ક પ્રેગન્સીના નિષ્ણાત છે.

તેઓ છેલ્લા ત્રણ વરસથી રાજકોટની કેન્સર હોસ્પિટલમાં માનદ્ સેવા આપે છે. કેન્સર હોસ્પિટલના સહયોગથી તેઓ મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર વિશે જાગૃતિ લાવવા પ્રયત્નશીલ છે. આ પ્રકારના કેન્સર સામે પ્રિવેન્શન ખૂબ જરૂરી હોય, તેમના દ્વારા મહિલાઓને સેમીનારો યોજી માર્ગદર્શન આપવામાં આવે છે. તેમની નવી શરૂ થઇ રહેલ ઝીવા વુમન્સ હોસ્પિટલ (હિલવેલ હોસ્પિટલ એમ.53, ગુજરાત હાઉસીંગ બોર્ડ, સ્વામિનારાયણ મંદિર સામે, કાલાવડ રોડ, રાજકોટ, ફોન નં.2457169, મો.7048801801) ખાતે સ્ત્રી સંબંધી કેન્સરનું નિદાન અને સારવાર માટે જરૂરી પેપ સ્મીયર, કોલ્પોસ્કોપી અને કાયોથેરાપીની સુવિધા ઉપલબ્ધ છે.

આ ઉપરાંત ઝીવા હોસ્પિટલમાં આધુનિક ઓપરેશન થિયેટર, પેટની સોનોગ્રાફી, બ્રેસ્ટની સોનોગ્રાફી, ડોપલર સોનોગ્રાફી, 3ડી, 4ડી સોનોગ્રાફી, એડવાન્સ લેપ્રોસ્કોપી સિસ્ટમ છે. સ્ત્રી રોગ સંબંધીત કેન્સરનું નિદાન અને સારવાર માટે જરૂરી પેપ સ્મીયર, કોલ્પોસ્કોપી, ક્રાયોથેરાપી, ગર્ભાશયના મુખના કેન્સર માટે રસી, કોસ્મેટીક ગાયનેકોલોજી, નિ:સંતાન દંપતિ માટે નિદાન અને સારવાર, ટેસ્ટ ટ્યુબ બેબીની સારવાર, પેઇનલેસ ડિલિવરી, સિઝેરીયન, ગર્ભાવસ્થાની સંપૂર્ણ સંભાળ અને સારવાર જોખમી ડિલીવરીની યોગ્ય સારવાર, સ્ત્રી રોગને લગતા દૂરબીનથી થતાં તમામ પ્રકારના ઓપરેશન, મેનોપોઝને લગતી તકલીફની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે.

ડો.ભૌમિક ભાયાણી સૌરાષ્ટ્રના સૌપ્રથમ પ્લાસ્ટીક સર્જન છે. સાડા ત્રણ દાયકા કરતાં વધુ સમયથી તેઓ લોકોની સેવા કરે છે. તેમની હિલવેલ હોસ્પિટલમાં આધુનિક ઝીવા વુમન્સ હોસ્પિટલ અને ઇમેજીંગ સેન્ટરનો શુભારંભ થઇ રહ્યો છે. સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો.નીતાબેન ઠક્કર સહિત તબીબો અને સામાજીક અગ્રણીઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.