ચેકિંગ દરમિયાન ઓનલાઈન કુપન કાઢયા વગર જ રેશનીંગ જથ્થાનું વિતરણ કરાતું હોવાનું ખુલતા પુરવઠા વિભાગે આકરી કાર્યવાહી કરી

સુરેન્દ્રનગરના જોરાવરનગર લાતીબજારમાં વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં પુરવઠાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં તપાસ કરતા ઓનલાઈન કુપન કાઢયા વગર જ રેશનીંગના જથ્થાનું વિતરણ કરાતું હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવતા પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનનો પુરવઠો ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક રેશનકાર્ડધારકોને પુરતો જથ્થો ન મળતો હોવાની તેમજ રેશનીંગ દુકાનધારકો દ્વારા રેશનીંગનો જથ્થો બારોબાર વેચી દેવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠી હતી.

આથી પુરવઠા અધિકારી સ્વપ્નિલ ખરે, એચ.એમ.સદાદીયા સહિતની ટીમે રેશનીંગની દુકાનોમાં ચેકિંગ હાથધર્યું હતું. જેમાં જોરાવરનગર લાતીબજારમાં આવેલી દલપતભાઈ ભીખાભાઈ રાઠોડની દુકાનમાં ચેકિંગ કરતા ઓનલાઈન કુપન કાઢયા વગર જ રેશનીંગનો જથ્થાનું વેચાણ કરવામાં આવતું હોવાની વિગતો બહાર આવી હતી. આથી પુરવઠા વિભાગ દ્વારા દલપતભાઈ રાઠોડની દુકાનનું લાયસન્સ ૯૦ દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવતા અન્ય દુકાનધારકોમાં પણ ફફડાટ ફેલાયો છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.