વાઈબ્રન્ટ સીરામીક એક્સપોર્ન પ્રમોશન માટે સ્પેન,પોલેન્ડ અને નેધેર્લેન્ડની મુલાકાતે ગયેલ મોરબી સીરામીક એસોસિએશનની ટીમને બહુ મોટી સફળતા મળી છે આવનાર દિવસોમાં મોરબી ખાતે સ્પેનની વિખ્યાત ઇન્સ્ટિટ્યૂટ મોરબીમાં ટેક્નિકલ લેબ ખોલવાની દરખાસ્તને મંજૂરી આપી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ડેલીગેશને સ્પેનના કેસ્ટેલીયોનમાં સ્પેન યુનીવઁસીટીમાં આવેલ સંશોધન સંસ્થા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નિકલ ઓફ સીરામીકની મુલાકાત લીધી હતી આ સંસ્થા સીરેમીકમાં સંશોધન કરે છે અને બહુ જુની અને પ્રતિષ્ઠિત સંસ્થા છે.
સીરામીક એસોસિએશનએ અહીં વિગતવાર માહીતી મેળવી. તેની વિશાળ લેબોલેટરીની મુલાકાત લીધી હતી ત્યાના વૈજ્ઞાનિક મેડમ મારીયાએ સરસ અને વિસ્તૃત માહીતી આપી હતી મોરબીમાં લેબ બનાવીને યુરોપીયન મુજબની સ્ટાન્ડર્ડ માટે સર્ટીફીકેટ આપવાની દરખાસ્ત કરવામાં આવી. જેની તેઓએ તૈયારી બતાવી હતી,વધુમાં વાઈબ્રન્ટ સીરામીક એકઝીબીશનમા સ્પેનથી એક સ્પીકર પણ આવશે. આ ડેલીગેશનમા કુલ ૧૪ મેમ્બર સાથે કે.જી. કુંડારીયા અને નિલેશભાઈ જેતપરીયા પણ હાજર રહ્યા હતા. આ ડેલીગેશનમાં મોરબીના સીરામીક ઉદ્યોગપતિ શ્રી પ્રફુલભાઈ ફેવરીટ, યોગેશભાઈ કલેસ્ટોન, અભયભાઈ હીટકો, ધવલભાઈ ઝીલટોપ, પાથઁભાઈ સીમપોલો, નિલેશભાઈ જ્યોતિકર સેગમ જોડાયેલ છે. તેઓ સતત પોલેન્ડ, સ્પેન અને નેઘરલેન્ડની બિઝનેશ ટુર ઉપર છે.