સિરામિક અસોસીએશનની માંગણીને પગલે જ વેટ વિભાગે તપાસ શરુ કરી છે : કે.જી.કુંડારીયા

સિરામિક ઉદ્યોગકારો દ્વારા બોગસ સી ફોર્મ નો ઉપયોગ કરી કરોડોનું કૌભાંડ કરતા ફરી તપાસનું ભૂત ધુણ્યું એ મતલબ ના સમાચારને રદિયો આપતા સિરામિક એસો.ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ કહ્યું હતું કે આ સમાચાર સત્ય થી વેગડા છે. હકીકત માં અમારા એસો.ની રજૂઆત બાદ જ વેટ વિભાગ દ્વારા આ તપાસ શરુ કરી છે.

સિરામિક એસોસિએશન ના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા અને કે.જી.કુંડરિયાએ આ મામલે જણાવ્યું હતું કે વેટ વિભાગ દ્વારા જે તે સમયે અમારા સાચા સી ફોર્મ ચળવ્યા ન હોવાથી આ બાબતે કેન્દ્રીય નાણાંમંત્રી તેમજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી સમક્ષ એસો.દ્વારા રજૂઆત કરી હાલમાં વેટ સંધાન યોજના ચાલી રહી હોય તેથી ઉધોગકારોને આ યોજના નો લાભ મળે તેમજ જીએસટી નો કાયદો આવતો હોય તાત્કાલિક તાપસ કરી સિરામિક ઉધોગકારો ને રાહત આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી

જે ને પગલે વેટ વિભાગ દ્વારા જુદી જુદી ટિમ બનાવી સી ફોર્મ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.વધુમાં પ્રમુખ કે.જી.કુંડારીયાએ પણ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે સી ફોર્મ મલાખો કરોડો નું કોઈ જ કૌભાંડ નથી ઉલટું ઉદ્યોગકારો ના કહેવાથી જ આ તાપસ ચાલુ કરવામાં આવી હોવાનું અંતમાં તેમને ઉમેર્યું હતું

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.