- ઓવર પ્રોડક્શનના કારણે માલનો ભરાવો, લોજિસ્ટિક ચાર્જ વધતા નિકાસમા ઓટ આવી, સ્થાનિક બજારમાં પણ ઘરાકીના અભાવે સિરામિક ઉદ્યોગની મુશ્કેલી વધી
- મોરબીના સિરામિક ઉદ્યોગે ભારતનું નામ વિશ્વમાં રોશન કર્યું છે કેટલાક સમયથી અનેકવિધ કારણો થ મંદીનો સામનો
- કરી રહ્યું છે હવે માંગ સામે ઓવર પ્રોડક્શન ને લઇ માલના ભરાવાની સ્થિતિમાં કારખાનાઓમાં ફરજિયાત સટ ડાઉન જેવી સ્થિતિ આવે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે.
મોરબી સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ કરી વિદેશી હુંડીયામણ પણ સરકારને કમાઈ આપે છે છતાં સિરામિક ઉદ્યોગ સાથે હમેશા ઓરમાયું વર્તન જોવા મળતું હોય છે.સરકારના પ્રોત્સાહન વિના સ્વબળે ઉદ્યોગ સાહસિકોએ મોરબી સિરામિક ઉદ્યોગને વિશ્વ સ્તર પર પહોંચાડ્યું છે જોકે લાંબા સમયથી ડામાડોળ સ્થિતિમાંથી પસાર થઇ રહેલ સિરામિક ઉદ્યોગ ફરીથી મંદીના વમળોમાં અટવાયો છે અને ડીમાંડમાં ઘટાડો જોવા મળતા એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
સિરામિક ઉદ્યોગ હાલ ભયંકર મંદીમાંથી પસાર થઇ રહ્યો છે.પ્રોડક્શન મુજબ ડીમાંડ જોવા મળતી નથી જનરલી શિયાળાની ઋતુમાં ડોમેસ્ટિક માર્કેટમાં તેજી રહે છે પરંતુ આ વર્ષે ઉલટી સ્થિતિ છે અને સ્થાનિક બજારમાં માલની ઘરાકી નથી ઉપરાંત વિશ્વ સ્તરે યુદ્ધ ઉપરાંત ક્ટેનર ભાડામાં વધારો, એન્ટી ડમ્પિંગ ડ્યુટીના ઈશ્યુને કારણે એક્સપોર્ટ પણ ઘટી ગયું છે.
વર્ષે 18 હજાર કરોડના એક્સપોર્ટ સામે ચાલુ વર્ષે માંડ 12 હજાર કરોડ જેટલું એક્સપોર્ટ રહે તેવા અહેવાલ મળી રહ્યા છે જેથી એકાદ મહીનો એકમો બંધ કરવા પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે છેલ્લા બે વર્ષમાં આઈ સ્થિતિ વચ્ચે મોરબીમાં 150 યુનિટ સદંતર બંધ થયા છે જેથી તે એકમોના શ્રમિકો અન્ય ઉદ્યોગમાં ડાયવર્ટ થયા છે તો કેટલાક વતનમાં પરત જતા રહ્યા છે આમ ઉદ્યોગની મંદીને કારણે રોજગારી પર મોટી અસર પડે છે.
મોરબી સિરામિક ઉદ્યોગમાં અત્યારે 25% થી વધુ ઓવર પ્રોડક્શન સામે માંગ ઓછી થઈ છે જેના કારણે મંદી છે: વિનોદભાઈ ભાડજા
મોરબી સિરામિક મેન્યુફેક્ચરિંગ એસોસિયેશનના પ્રેસિડેન્ટ વિનોદભાઈ ભાડજાએ જણાવ્યું હતું કે અત્યારે અલગ અલગ કારણોસર મોરબી સિરામિક ઉદ્યોગ મંદીના માહોલમાંથી પસાર થઈ રહ્યું છે અહીં ઉત્પાદન ક્ષમતા અને જે માલ તૈયાર થાય છે તેનું ઘર આંગણે અને વિદેશમાં માંગ ઘટી છે
મોરબીમાં વિદેશ વેપારનું 18 થી 20,000 કરોડ નું ટર્નઓવર હતું તે લોજિસ્ટિક રેટમાં વધારાના કારણે આ વખતે એક્સપોર્ટમાં ચારથી પાંચ હજાર કરોડની ઘટ આવી છે. સિરામિક ઉદ્યોગમાં તેજી મંદી તો આવતી રહે છે પરંતુ છેલ્લા છ મહિનાની આ મંદિર પાછળ વરસાદની અનિમિત્તા પણ કારણભૂત બની છે વરસાદની અસર હેઠળ ખાનગી ખરીદી અને બાંધકામ ઉદ્યોગમાં ડિમાન્ડ ઘટી છે અત્યારે મોરબીમાં 25% થી વધુ અવર પ્રોડક્શન થાય છે ડિમાન્ડ ઓછી છે માલનો ભરાવો છે જો આવીને આવી પરિસ્થિતિ રહી તો કદાચ સમગ્ર ઉદ્યોગમાં શટ ડાઉન ની સ્થિતી ઉભી થાય
ક્ધટેનર ભાડા હાલ ડબલ છે: સિરામિક એસો.પ્રમુખ હરેશભાઈ બોપલિયા
સિરામિક એસો.પ્રમુખ હરેશભાઈ બોપલિયાએ જણાવ્યું કે સિરામિક ઉદ્યોગ પુષ્કળનો સામનો કરી રહ્યું છે. ક્ધટેનરમાં શોર્ટ સપ્લાય થઈ શકે છે. જે વ્યવસ્થાપન શરૂ તો કરવું છે. હજુ પણ બેગણું ભાડું છે. બીજી તરફ અમૂક દેશો દ્વારા ડમ્પિંગ ડ્યુટી એ પણ ભય સતાવી રહ્યો છે બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરેમોરબીના હરીફ દેશો માં સીરામીક નું ઉત્પાદન અને પ્રોત્સાહન મળતું હોવાથી લો કોસ્ટિંગના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ મોરબીના ઉદ્યોગ ને ભારે સંઘર્ષ કરવો પડે છે