ગાંધીનગર ખાતે ત્રિ-દિવસીય સિરામિક એક્ઝિબિશનમાં મોરબી સહિત
દેશ-વિદેશની ખ્યાતનામ કંપનીઓ જોડાઈ
સિરામિક એક્સપો નિકાસ કરતા ઉદ્યોગકારો માટે નવી રાહ ચીંધશે
ઇન્ડિયન સીરામીક એશિયા 2023 દ્રારા ગાંધીનગર હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. તા.15થી 17 ફેબ્રુઆરી 2023 દરમિયાન એક્ઝિબિશન યોજાઈ રહ્યું સીએ. જેનો ગુજરાત રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજાના વરદ હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે મોરબીના ઉદ્યોગપતીઓ સહિત દેશ વિદેશના અગ્રણીઓ જોડાયા હતા.
આ ત્રિ-દિવસીય એક્ઝિબિશનમાં દેશ-વિદેશમાં મશીનરીની અવનવી ટેકનોલોજી આવેલ તેનું પ્રદર્શન અને અવનવા રો- મટીરીયલ ડિસપ્લે કરવામાં આવશે. જેમાં 20 દેશો કરતાં પણ વધારે દેશોના મુલાકાતીઓ મુલાકાત લેશે. તદ્દઉપરાંત 5000 થી વધુ અપેક્ષિત મુલાકાતીઓ અને ઉદ્યોગકારો આ એક્ઝિબિશનની મુલાકાત લેશે વધુમાં નવી ટેકનોલોજી અને નવી મશીનરી તથા રો મટીરીયલ્સથી માહીતગાર કરવામાં આવશે અને મોરબીના સિરામિક ઉધોગ માટે નવી ટેકનોલોજી થી વધુ સારી પ્રોડ્કટ કઇ રીતે બની શકે તે બાબતની માહીત આપવામાં આવશે.
ભારત સીરામીક ક્ષેત્રે વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે. ત્યારે ભારતના તેમાં પણ ખાસ કરીને મોરબીના સીરામીક ઉદ્યોગોને નિકાસની પૂરતી તક મળે અને ભારતની સીરામીક પ્રોડકટ વિશ્વભરમાં વેચાય તેવા હેતુથી આ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે . અને વૈશ્વિક ફલક ઉપર તેને જબર પ્રતિસાદ પણ મળે છે. ભારતની ખ્યાતનામ સિરામિક કંપનીઓનું માનવું છે કે ભારતિય સિરામિક ઉદ્યોગને એક સતત અને કાયમી એકસીબિશન પ્લેટફોર્મ ની અત્યંત આવશ્યકતા છે, જે સીરામીક એક્સપો દ્વારા પરિપૂર્ણ થશે. હાલ સમગ્ર વિશ્વની નજર ચાઇના બદલે ભારત પર છે અને વિશ્વાસ પણ એટલોજ છે. ત્યારે સીરામીક ઉદ્યોગની ગંભીરતા સમજી સરકાર આ ક્ષેત્રને વધુ પ્રાધાન્ય આપે તો નિકાસ માટેના નવા દ્વાર પણ ખુલશે.
ઇન્ડિયન સીરામીક એશિયા 2023 એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વોલ ટાઇલ્સ, વિટરીફાઇડ ટાઇલ્સ, સેનેટરી વેર, બાથ વેર અને બાથ ફિટિંગ્સ સહિતની પ્રોડક્ટ બનાવતા ઉત્પાદકોએ ભાગ લીધો છે એટલુંજ નહીં સીરામીક ઉદ્યોગ સાથે સંલગ્ન અન્ય ચીજ વસ્તુઓ બનાવતી કંપનીઓએ પણ ભાગ લીધો છે.
એક્સપોના સહયોગથી ભારત દુનિયાનું નંબર વન ક્લસ્ટર બનશે. ભવિષ્યમાં 50 ટકા એક્સપોર્ટ ભારત એકલું કરશે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક કંપનીઓએ પોતાના ઉત્પાદન ડિસ્પલેમાં મુકયા છે. ઈટાલી અને સ્પેન કરતા વધુ ગુણવત્તાસભર અને ડિઝાઈનર ઉત્પાદનો માટે જાણીતા મોરબીને આ એકસ્પોથી અનેકગણો ફાયદો થશે. એક્સપોમાં સહભાગી બનેલા ઉદ્યોગકારોનું માનવું છે કે, સિરામીક એકસ્પોથી એક સાથે વધુ કંપનીઓને સરળતાથી મળી શકાય છે. તેમજ અલગ અલગ કંપનીને મળવા જવું પડતુ જેમા ખાસ્સો સમય લાગી જતો તેમાં અનેક અંશે ફાયદો પણ મળે છે.
સિરામીક એકસ્પોથી અલગ અલગ કંપનીની અનેકવિદ્ય પ્રોડકટ એક છત નીચે જોવા મળે છે અને વિશ્વમાં આ એકસ્પો સારી રીતે ઉભરી પણ રહ્યું છે. જેથી વૈશ્વિક ફલક ઉપર સીરામીકનું માર્કેટીગ કરવા માટે આ પ્રકારના એકિઝબીશન ઉદ્યોગકારો માટે આશીર્વાદરૂપ સાબીત થાઈ છે.
ઇન્ડિયન સીરામીક એશિયા 2023માં ખરીદનારની સાથે ખ્યાતનામ કંપનીઓ વ્યક્તિગત બેઠક યોજી વ્યાપર આગળ ધપાવસે. એટલુંજ નહીં આ એક્સપોમાં એશિયા, મિડલઇસ્ટ, આફ્રિકા જેવા દેશો સહભાગી બની રહ્યા છે જે સૂચક છે કે આગામી સમયમાં સીરામીક ઉદ્યોગમાં સારા દિવસો આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ આ એક્સપોનું આયોજન કરવામા આવ્યું છે અને તેનો જબબર પ્રતિસાદ પણ મળી રહ્યો છે. માત્ર સીરામીક ઉદ્યોગ જ નહીં, ઈંટ ઉત્પાદકો માટે પણ આ એક્સપો અત્યંત ઉપયોગી નીવડશે.
ટેક્નોલોજીમાં બદલાવ આવતા મોરબીએ હવે દરેક સ્તર પર એક અલગ ઓળખ ઉભી કરશે: કિરીટ પટેલ
ઇન્ડિયન સીરામીક એશિયા 2023 એક્સપો પૂર્વે યોજાઈ પત્રકાર પરિષદ
મોરબી સિરામિક ઉદ્યોગના સેનેટરી ઉદ્યોગના કિરીટભાઈ પટેલની સાથે મેસી મ્યુચીન સંસ્થાના એક્ઝિક્યુટિવ ઓફિસર ભુપેન્દરસિંહ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં તેમના દ્વારા સીરામીક ઉદ્યોગ અંગે અને ઇન્ડિયન સિરામિક એશિયા 2023 એક્સપો અંગે માહિતી આપી હતી અને સમગ્ર ભારતમાં જે રીતે સીરામીક ઉદ્યોગ દિન પ્રતિદિન વિકસિત થઈ રહ્યો છે તે અંગે પણ જણાવ્યું હતું. એટલું જ નહીં વધુમાં તેઓએ ઉમેરતા કહ્યું હતું કે સરકાર તેની નીતિમાં જે રીતે બદલાવ કરી રહ્યું છે તેનાથી સીરામીક ઉદ્યોગ ઝડપભેર આગળ અને વિકસિત થઈ રહ્યું છે.
તેઓએ ઉમેર્યું હતું કે હાલ જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે તેનાથી સરકાર બખૂબી રીતે અવગત છે. એટલું જ નહીં છેલ્લા 20 વર્ષથી જે રીતે સીરામીક ઉદ્યોગ એ વેગ પકડ્યો છે તે જોતા આવનારો સમય સીરામીક ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. એક્સપોના આયોજકોએ જણાવ્યું હતું કે હાલ સમગ્ર વિશ્વની નજર ભારત દેશ તરફ આગળ વધી રહી છે એટલું જ નહીં જે રીતે વિશ્વસનીયતાની સાથે જે ભરોસો ભારતે વિશ્વના અન્ય દેશોને આપ્યો છે તેનાથી ચાઇનાને ઘણી માઠી અસરનો સામનો પણ કરવો પડ્યો છે.
ત્યારે તેઓએ સરકાર તે રીતે આત્મ નિર્ભર ભારત બનવા તરફ જે પહેલ હાથ ધરી છે તે વાતને ઉજાગર કરવા માટે સીરામીક એક્સ્પો એક મહત્વપૂર્ણ ભાગ અને મહત્વપૂર્ણ કારણ સાબિત થશે.બીજી તરફ સરકાર નિકાસ ને વેગવંતુ બનાવવા માટે પણ ઉદ્યોગોને પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યારે હાલ સૌથી મોટી વાત એ છે કે જે સિરામિક ઉદ્યોગ દેશની અર્થવ્યવસ્થાને ઝડપભેર વિકસિત બનાવવા માટે કાર્ય કરી શકે છે તે અન્ય કોઈ ઉદ્યોગ કરવામાં હાલ સક્ષમ નથી અને વડાપ્રધાન મોદીના પાંચ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના સ્વપ્નને શાખા કરવા માટે સિરામિક ઉદ્યોગ ખૂબ ઉપયોગી અને ચાવીરૂપ સાબિત થશે.
આ એક્ઝિબિશન દરેક દેશના સિરામિક ઉદ્યોગોથી વાકેફ થવાનું સ્થળ: જેમા ડાયા
ફોમ્ર્યુલા સેન્ટ ગોબીનના કોમ્યુનિકેશન મેનેજર જેમા ડાયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ ફ્રેન્ચ બેઝડ કંપની છે કે જેમાં તેઓનું મુખ્ય ઉત્પાદન પીઓપી એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું છે. તેણીએ જણાવ્યુ હતુ કે આ એકઝીબિશન તેઓને વિવિઘ ઉધોગો સાથે કોલાબ્રેશન કરવાની તક આપે છે. વધુમાં તેમણે ભારતના સિરામીક ઉધોગ વિશે જણાવ્યું હતું કે ભારતનો સિરામીક ઉધોગ ખૂબ જ આગળ વધી રહ્યો છે તેઓને એક અમૂલ્ય તક મળી છે જેના દ્વારા તેઓ ભારતના સિરામિક ઉદ્યોગ સાથે જોડાઈ શકે આ સાથે તેણીએ જણાવ્યુ હતુ કે ટૂંક સમયમાં તેઓ ગુજરાતના ભરૂચ ખાતે 2024માં એક નવા વેન્ચર સાથે આવી રહ્યા છે. આ સાથે તેમણે એકસ્પો વિષે જણાવ્યું હતું કે તેઓને મોરબીથી વધુ ને વધુ ગ્રાહકો મળે તેવી આશા રાખે છે તેમજ ફ્કત ગુજરાત જ નહી પરંતુ પૂરા ભારતમાં પણ પોતાના ઉદ્યોગનો વિકાસ કરી શકે તેવી આશા વ્યક્ત કરી હતી.
મોરબી હંમેશા નવી ટેક્નોલોજીને આવકારવા તત્પર રહે છે:નિખિલ ડાભી
ટ્રિનિટી કોર્પોરેશનના નિખિલ ડાભીએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી ફર્મ મોરબીમાં આવેલું છે અમારુ મુખ્ય કાર્ય વિવિધ પ્રકારની ટાઇલ્સને પોલિસ કરવા માટેના ટુલ્સ સપ્લાય કરવાનું છે. હવે સિરામિક ટાઇલ્સ ઇન્ડસ્ટ્રી પણ નાની ટાઇલ્સ પૂરતી સીમિત ન રહેતાં મોટા સ્લેબ માટે પણ કાર્ય કરે છે. તેમજ મોરબીમાં બનતી ટાઇલ્સ ફક્ત ગુજરાત કે ભારત જ નહીં પરંતુ સારી કવોલિટીને કારણે તેની માંગ વિશ્વભરના દેશોમાં પણ છે. ટ્રિનિટી તરીકે અમારો આ પહેલો એક્સ્પો છે ત્યારે અહીંયાથી અમને ખૂબ જ સારા સંબંધોનો વિકાસ થશે તેવી આશા છે. વધુમાં ગુણવત્તા વિશે જણાવ્યુ હતુ કે 80%જેટલા ટાઇલ્સનું ઉત્પાદન મોરબીમાં થાય છે તેમાં પણ કોઈપણ પ્રકારના કોમ્પ્રોમાઈઝ કરવામાં આવતું નથી. વધુ માં તેઓએ જણાવ્યું હતું કે ટેકનોલોજીમાં પણ શું નવા ફેરફારો આવ્યા છે તે આવા એક્સ્પોના માધ્યમથી જાણી શકાય છે.
સીરામીક ઉદ્યોગ ક્ષેત્રે ભારતે વિશ્વસનીયતા કેળવી છે:મનીષ પ્રજાપતિ
સાકાર રબ-ટેક પ્રાઇવેટ લિમિટેડના મનીષ પ્રજાપતિએ જણાવ્યું કે, સિરામિક ક્ષેત્રે ભારતે વિશ્વસનીયતા કેળવી છે એટલું જ નહીં સરકાર દ્વારા જે રીતે સીરામિક ઉદ્યોગને રોજ સહન આપવામાં આવી રહ્યું છે તેને ધ્યાને લઇ હવે વિશ્વના અન્ય દેશોની નજર ચાઇના ઉપર નહીં પરંતુ ભારત ઉપર જોવા મળી રહી છે. વધુમાં સાકાર રબ ટેક પ્રાઇવેટ લિમિટેડના મનીષભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે તેમનો ઉપયોગ સિરામિક ઉદ્યોગ સાથે સીધો જ જોડાયેલો છે ત્યારે ઘણી એવી કંપનીઓ છે જે આ ક્ષેત્રે કાર્ય કરતી હોય પરંતુ તેમના પ્રોડક્ટ ની ગુણવત્તા અન્યની સરખામણીમાં અલગ હોવાના કારણે વિશ્વાસ નિયતાનું જે સ્તર છે તે દિન પ્રતિ દિન ઊંચું આવી રહ્યું છે. વધુમાં તેઓએ આયોજનને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે જે કોઈ ઉદ્યોગકાર સિરામિક ઉદ્યોગ સ્થાપિત કરતા હોય તેમના માટે આ એક્સ્પો અત્યંત લાભદાયી નીવડશે.
દરેક સિરામિક ઉદ્યોગકારોએ આ એકસ્પોમાં સહભાગી થવું જોઈએ : આકાશ ઝાલરીયા
પોર્ટોબેલોના આકાશ ઝાલરીયાએ જણાવ્યું હતું કે, હાલ સીરામીક ઉદ્યોગ જે રીતે વિકસિત થઈ રહ્યો છે તેનાથી નાના સિરામિક ઉદ્યોગોને ખૂબ મોટો ફાયદો પહોંચશે કારણકે આ પ્રકારના એક્સપોમાં જો કંપની સહભાગીતા દાખવે તો આ એક્કો માંથી જ કંપનીને ખૂબ મોટો વ્યાપાર મળી જતો હોય છે એટલું જ નહીં સિરામિક ઉદ્યોગમાં જે ટેકનોલોજી એડવાન્સ થઈ રહી છે તે અંગે પણ તેઓને સંપૂર્ણ માહિતી મળતી રહે છે જેથી આ એક્કો માં દરેક સિરામિક ઉદ્યોગકારોએ જોડાવું જરૂરી છે.
સિરામિક માટે સૌરાષ્ટ્ર વિશ્વનું સૌથી મહત્વપૂર્ણ કેન્દ્ર: એમ.નિલવરણમ્
અમરીશ સ્પેશિયલ રેફરેક્ટરીના એમ.નિલવરણમે માહિતી આપતા જણાવ્યું હતું કે, તામિલનાડુમાં તેમનું પ્લાન્ટ અને ઉત્પાદન યુનિટ પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે પરંતુ જે રીતે સૌરાષ્ટ્રમાંથી તેઓને વ્યાપાર મળી રહ્યો છે તે વાત સૂચવે છે કે ભારતમાં અને એમાં પણ ખાસ મોરબી અને સૌરાષ્ટ્રનો વિસ્તાર સીરામીક ઉદ્યોગ માટે આશીર્વાદરૂપ સમાન છે કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં સિરામિક યુનિટો અને તેને સલગ્ન ઉત્પાદન કરતા યુનિટો જોડાયા છે. જ્યારે કંપનીના ભાગીદાર ટી.એન રાવે જણાવ્યું હતું કે, ભારતમાં જે રીતે મોરબી અને સૌરાષ્ટ્રમાં ગેસ સસ્તા ભાવે મળી રહ્યો છે અને કુદરતી જે સામગ્રીઓ મળતી રહે છે તેનાથી જે ખર્ચ છે તેના ઉપર અંકુશ પણ લાગે છે અને વિશ્વસનીયતા વધતાની સાથે જ જે વ્યાપાર છે તેમાં પણ વૃદ્ધિ થઈ રહી છે ત્યારે તેમની કંપની માટે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને વાંકાનેર એક સૌથી મોટું આસાનુ કિરણ છે.
ઇટાલી ભારત વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરાર સિરામિક ઉદ્યોગને વેગ આપશે: એલેસેન્ડ્રો લીબેરેટોરી
ઇટાલી ટ્રેડ પ્રમોશનના ટ્રેડ કમિશનર એલેસેન્ડ્રો લીબેરેટોરીએ જણાવ્યું હતું કે, ભારત અને ઇટાલી વચ્ચે દ્વિપક્ષીય કરારો થઈ રહ્યા છે તેનાથી સીરામીક ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો પહોંચશે એટલું જ નહીં સરકાર હજુ પણ આ અંગે વધુ કરારો કરવા તરફ પ્રયાણ હાથ ધર્યું છે. ઉપસ્થિત ટ્રેડ કમિશનરે એ અંગે ગંભીરતા પૂર્વક ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે ચાઇના ની જો બાદબાકી કરવામાં આવે તો ભારત અને તેમાં પણ મોરબી એકમાત્ર એ વિકલ્પ છે જે ખરા અર્થમાં સિરામિક ઉદ્યોગ ને એક નવું સોપાન ઉભો કરવામાં મદદરૂપ સાબિત થશે ત્યારે કંપની વધુને વધુ આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ આગળ વધી રહી છે અને ભારત સાથે વધુ કરારો કરવા માટે પ્રેરિત પણ બની છે.
એકસ્પોેમાં સહભાગી થવાથી નવા કલાઇન્ટ બેઝમાં વધારો થયો છે:પ્રિતેશ પટેલ
લિનક્સ મેગ્નેટિક્સના પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે, એકસ્પોમાં તેઓ જે રીતે જોડાયા છે તેનાથી કંપનીને ઘણો ખરો ફાયદો પહોંચ્યો છે એટલું જ નહીં જે ક્લાઈન્ટ લિસ્ટ હોવું જોઈએ તેમાં પણ દિન પ્રતિદિન વધારો થતા જોવા મળ્યો છે જે કંપની માટે અત્યંત ઉપયોગી અને લાભદાયી છે. તેઓએ સીરામીક ઉદ્યોગ ના ભવિષ્ય અને ખૂબ ઉજડુ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે સરકાર હજુ પણ જો આ ક્ષેત્રમાં ગંભીરતાપૂર્વક ધ્યાન આપે તો જે પ્રશ્નો ઉદ્ભવિત થઈ રહ્યા છે તેનું ત્વરિત નિવારણ શક્ય બને. પ્રિતેશભાઈ એ વધુમાં જણાવ્યું હતું કે તેઓએ આ એક્સપ્રોમાં સહભાગીતા દાખવી અને તેનો સીધો જ ફાયદો તેમની કંપનીને મળ્યો છે જે ખરા અર્થમાં સૌથી મહત્વપૂર્ણ પાસું છે.
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સેનેટરીવેર અને ક્રોકરીની મશીનરી નેપ્ચ્યુન બનાવે છે:રાજેન્દ્ર કુમાર પંચાલ
સીરામીક ઇન્ડસ્ટ્રીમાં મશીનરીમાં મોટી કંપની તરીકે કાર્યરત છે. સેનેટીવેર ક્રોકલી જે મશીનરી જરૂર પડે એ તમામ મશીનરી અમે બનાવી છીએ જર્મની ઇટાલી થી ચેતકનોલોજી દેશમાં લાવવામાં આવતી હતી આ ટેકનોલોજીને છેલ્લા 30 વર્ષથી નામે મેક ઇન ઇન્ડિયામાં બનાવી રહ્યા છીએ.સેનેટરીવેર મશીનરીમાં ટોપ ફાઈવ કંપનીમાં અમે સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ વ્યવસાય ગગનચુંબી વેગ ભરી રહ્યો છે. ઇન્ડિયાના માર્કેટમાં ઇન્ડિયાની પ્રોડક્ટ બિગ રોલ ની ભૂમિકા ભજવી રહી છે.સિરામિક ઇન્ડસ્ટ્રીમાં રોબોટિક લેસિકની અત્યાધુનિક ટેકનોલોજી બનાવવા માં આવી છે. ઇન્ડિયા સહિત પોર્ટુગલ,થાઈલેન્ડ,રશિયા સહિતના દેશોમાં અમારી મશીનરીને એક્સપોર્ટ કરવામાં આવે છે.
બાલાજી ટ્રેડિંગ ગ્રાહકોને સ્ટાન્ડર્ડ-સર્ટિફાઇડ પ્રોડક્ટ્સ આપે છે: પ્રવીણભાઈ કોરાટ
મોરબીની પ્રખ્યાત બાલાજી ટ્રેડિંગ એન્ડ ગ્રીન્ડીંગના પ્રવીણભાઈ કોરાટ ઇન્ડિયા સીરામીક અસિયા એક્સ્પોમાં એક્ઝિબીટરે જણાવ્યું કે,સીરામીક ઇન્ડસ્ટ્રીઝને બેસ્ટ અને સર્ટિફાઇડ મટીરીયલ બાલાજી ટ્રેડિંગના પ્રોડક્ટ્સ પૂરું પાડે છે.વાલ,રોલ,બેલ્ટ,પ્લાસ્ટિક રબરની ઘણી બધી પ્રોડક્ટ અમે મેન્યુફેક્ચર કરીને ગ્રાહકોને પૂરી પાડી છે.માઇક્રોનો પ્લાનમાં બોટમ,હાઇડ્રો સાયકલોન સિરામિક સિવાયની ઇન્ડસ્ટ્રીમાં પુરા પાડવામાં આવે છે. બેસ્ટ કંપની જેકોન,ક્લિનોઈલ, એમેટિક જેવી ઘણી કંપની સાથે બાલાજી ટ્રેડિંગ કામ કરે છે.સીરામીક ઇન્ડસ્ટ્રીઝમાં યોગદાન પૂરું પાડી.સ્ટાન્ડર્ડ મટીરીયલ અને શ્રેષ્ઠ પ્રોડક્ટનું મેન્યુફેક્ચર કરવામાં આવે છેકસ્ટમરને ફ્રી સર્વિસ પૂરી પાડવામાં આવ્યું.એક્સપોની એક વખત લોકોએ મુલાકાત લેવી ખૂબ જરૂરી છે.તમે દેશનું શું આપવા તૈયાર છો એ માટે તમે વિઝીટ કરો.લોકોને એવી મારી નર્મ અપીલ છે.બાલાજી ટ્રેડિંગ કોલેટી સાથે કામ કરે છે.
પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટ વન સ્ટોપ સોલ્યુશન બન્યું ‘Shiwkon’:હાર્દિકભાઈ પટેલ
ગાંધીનગર ઇન્ડિયન સીરામીક એશિયા એક્સપોના એક્ઝિબીટર સ્વીકોન્સના ફાઉન્ડર હાર્દિકભાઈ પટેલે જાણવ્યું કે, પ્રોસેસ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ગ્રાહકોને વન સ્ટોપ સોલ્યુશન આપે છે. ફેક્ટરીમાં ટેમ્પરેચર પ્રેશર લેવલ મેજર કરવાની જરૂર પડે છે એ મેજરીંગ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ સ્વીકોન્સ પૂરા પાડે છે. પ્રેશર મેને પ્રેસર મેનેજમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ, ઇલેક્ટ્રોનિકસ વેઇન સ્કિલ તથા લેબોરેટરીના તમામ સાધનો ઉપલબ્ધ છે. ડિજિટલ મેનોમીટર વડે ફર્નેસમાં હવા કેટલી છે અને ગેસ કેટલો છે તેનું રીડિંગ મેળવવામાં શ્રેષ્ઠ પરિણામ આપે છે.ગ્રાહકોને ડિજિટલ ફોર્મમાં આ પ્રોડક્ટ પૂરી પાડવામાં આવે છે ઇટાલિયન કંપની એસકોનાં પીઆઇડી કંટ્રોલર જેની ખૂબ તાતી જરૂરિયાત ગ્રાહકોને રહે છે. ઇન્ડસ્ટ્રીમાં ઘણો ફાયદો કરાવે છે.એનર્જી સેવિંગ અને ટેમ્પરેચર કંટ્રોલ કરવામાં સારામાં સારું ઇન્સ્ટ્રુમેન્ટ સ્વીકોન્સ આપે છે.ટેમ્પરેચરનું સચોટ પરિણામ મેળવી શકાય છે.