સીરામીક એક્સપોના આયોજન અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળતા સીરામીક એસો.આગેવાનો
આગામી નવેમ્બર માસમાં યોજાનાર વાયબ્રન્ટ સીરામીક એક્સપો-૨૦૧૭ ના આયોજન અંગે ગઈકાલે મોરબી સીરામીક એસો.ના આગેવાનો વડાપ્રધાન મોદીને મળ્યા હતા અને તેમના હસ્તે વાયબ્રન્ટ એક્સપોનું ઉદ્ઘાટન કરવા આગ્રહ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સીરામીક એસો.માંગણી સહર્ષ સ્વીકારી એક્સપોના ઉદઘાટન તેમના હસ્તે કરવા જાહેર કર્યું હતું.
ગઈકાલે વાયબરન્ટ સિરામીક એક્સપો – સમીટ -૨૦૧૭ ના ઉદ્દઘાટન માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ને આમંત્રણ આપવા માટે મોરબી સિરામીક એસોસીએસન ના પ્રમુખ કે.જી.કુંડારીયા તેમજ નિલેષ જેતપરીયા અને ઓકટાગોન ના સંદીપભાઇ પટેલ તેમજ વિશાલ આચાર્ય વગેરેએ રૂબરૂ મુલાકાત કરી અને આ એકસીબીસન ની માહીતી પણ આપી હતી અને વડાપ્રધાન મોદીજીએ આમંત્રણ ને સ્વીકારી અને આવવા માટે ની તૈયારી દર્શાવી હતી.
નવેમ્બર માસમાં યોજાનાર સીરામીક એક્સ્પો અંગે ગઈકાલે વૈશ્વિક મીડિયાને માહિતગાર કરવા સીરામીક એસોસિએશન પ્રમુખ કે.જી કુંડારીયા નિલેશભાઈ જેતપરિયા સહિતના આગેવાનોએ કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામનની ઉપસ્થિતિમાં આયોજન અંગેની વિગતો રજૂ કરી હતી.
બાદ માં વડાપ્રધાન મોદીએ સીરામીક એક્સપોના ઉદઘાટનનું આંન્ટરણ સ્વીકારતા સીરામીક ઉદ્યોગમાં આનંદની લાગણી પ્રસરી છે.