મોરબી સિરામિક એસો.નો પ્રયાસવિશ્ર્વ ફલક પર રંગ લાવ્યો

વિદેશી કંપનીઓના પ્રતિનિધિઓએ વેપાર માટે બહોળો રસ દાખવ્યો: વન-ક્લસ્ટર વન-બ્રાન્ડ કોન્સેપ્ટનું લોન્ચિંગ

મોરબી સિરામિક એસોસીએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા આયોજીત વાઈબ્રન્ટ સીરામીક એકસ્પો ૨૦૧૭નો આજે દ્વિતીય દિવસ છે. આજરોજ સિરામિક એકસ્પો વેપારીઓથી છલકાઈ ગયો હતો. ૫૦ હજાર ચો.મી. વિસ્તારમાં ફેલાયેલા સિરામિક એકસ્પોમાં ૨૫૦થી વધુ પ્રદર્શનકારીઓ તેમજ ૪૦૦થી વધુ બ્રાન્ડસની ડિઝાઈનો પ્રસ્તુત થઈ હતી. ૬૫થી વધુ દેશોમાંથી ૨૫૦૦થી વધુ ખરીદદારો આજે ઉમટી પડયા હતા. આ ઉપરાંત સ્થાનિક લોકોનો પણ ભારે ધસારો જોવા મળ્યો હતો.ગાંધીનગરના આંગણે વિશ્ર્વના સૌથી મોટા સિરામિક એકસ્પોનું દબદબાભેર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક કંપનીઓના પ્રતિનિધિઓ પોતાની ડિઝાઈન અને ગુણવત્તા સાથે હાજર રહ્યાં છે. ચાર દિવસ સુધી ચાલનારા આ એકસ્પોમાં આજે બહોળી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટી પડયા હતા. વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસીએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત રીતે આમંત્રણ પહોંચાડવામાં આવી રહ્યાં હતા.જેના પરિણામે હાલ ગાંધીનગર, અમદાવાદ, કડી સહિતના તમામ શહેરોની હોટલો ફૂલ થઈ ગઈ છે. ગાંધીનગરમાં એકસ્પોને લઈને અનેરો માહોલ જોવા મળી રહ્યો છે.મોરબી સિરામિક ઉદ્યોગની પ્રોડકટને વિશ્ર્વફલક ઉપર લઈ જવા આ એકસ્પો અતિ મહત્વપૂર્ણ સાબીત થઈ રહ્યો છે. ચાર દિવસીય આ ઈવેન્ટમાં કુલ ૧ લાખથી વધુ લોકો મુલાકાત લેશે. એવી શકયતા સેવવામાં આવી રહી છે.

એક્સ્પોથી પ્રોડકટને પ્રેઝેન્ટ કરવાની તક મળી: હિરેન વરમોરા

Exposite product got the chance to present: Hiren Vermora
Exposite product got the chance to present: Hiren Vermora

વરમોરા ટાઈલ્સના જોઈન્ટ મેનેજીંગ ડિરેકટર હિરેન વરમોરાએ કહ્યું હતુ કે વરમોરા કંપનીની સ્થાપના આજથી ૨૪ વર્ષ પહેલાથી થઈ હતી ઈન્ડિયન સિરામીક માર્કેટમાં ટોપ થ્રી કંપનીમાં વરમોરા કંપની એસ્ટીબ્લીશ થઈ ચૂકી છે.વરમોરા કંપનીએ ૧૩ કંન્ટ્રીથી વધારેમાં પોતાના શોરૂમ એસ્ટાબ્લીશ કરેલા છે.અમારી પાસે બધા જ પ્રકારના કસ્ટમર માટેની પ્રોડકટસ છે.માર્કેટમાં કોઈપણ નવી પ્રોડકટ કે ઈનોવેશન આવે છે તે વરમોરા કંપનીમાંથી આવે છે.એ અમારો પ્લસ પોઈન્ટ છે. આ એકિઝીબીશનથી અમને ખૂબજ મોટું પ્લેટફોર્મ પણ અમારી પ્રોડકટને પ્રેઝેન્ટ કરવાની તક મળી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.