વિશ્ર્વના સૌથી મોટા એકસ્પોમાં એક લાખથી વધુ મુલાકાતીઓ હાજરી આપે તેવી શકયતા

ગાંધીનગરમાં આયોજીત વાઈબ્રન્ટ સિરામિક એકસ્પોના કારણે મોરબી સિરામિક ઉદ્યોગની પાંખો વૈશ્ર્વિક ફલક પર વધુ વિસ્તરી છે. અત્યાર સુધી મોરબીના ઉદ્યોગકારો વિશ્ર્વના મોટાભાગના દેશો સાથે વેપાર કરતા હતા. જો કે, હવે આ સિરામિક એકસ્પોના કારણે મહત્તમ દેશો સાથે વેપાર કરવામાં મોરબી સિરામિક ઉદ્યોગ માટે અનુકુળ વાતાવરણ ઉભુ થયું છે.ફિનીશ સિરામિક પ્રોડકટ માટેનો આ વિશ્ર્વનો સૌથી મોટો એકસ્પો ગાંધીનગર ખાતે આયોજીત છે. જેમાં દેશ-વિદેશના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી રહી છે. સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલી અનેક કંપનીઓએ પોતાના ઉત્પાદન ડિસ્પલેમાં મુકયા છે. ઈટાલી અને સ્પેન કરતા વધુ ગુણવત્તાસભર અને ડિઝાઈનર ઉત્પાદનો માટે જાણીતા મોરબીને આ એકસ્પોથી અનેકગણો ફાયદો થશે.ભારત દુનિયામાં સૌથી મોટું દ્વિતીય ટાઈલ્સનું બજાર છે. વાઈબ્રન્ટ સિરામિકની પ્રથમ આવૃતિ ગત વર્ષે યોજાઈ હતી. જેનાથી મોરબી સિરામિક ઉદ્યોગને ખુબજ ફાયદો થયો હતો. ગત વર્ષે યોજાયેલ સિરામિક એકસ્પોમાં કરોડો રૂપિયાનો વેપાર થયો હતો. ગત વર્ષે ૨૨ દેશોમાંથી ૬૧૦થી વધુ વિદેશી મોવડીઓએ ભાગ લીધો હતો. જયારે ચાલુ વર્ષે હજારોની સંખ્યામાં વિદેશી વેપારીઓ મુલાકાત લઈ રહ્યાં છે. આ વર્ષે ગત વર્ષ કરતા એકસ્પો અનેકગણો મોટો છે.વાઈબ્રન્ટ સીરામીક સમિટમાં   ભારત અને ઓમાન વચ્ચે મહત્વપૂર્ણ એમઓયુ કરવામાં આવ્યા છે જે અંતર્ગત ઓમાન હવે મોરબીની ટાઇલ્સ ખરીદી કરશે અને બન્ને દેશો મોરબીની ટાઇલ્સ અને સેનેટરી ઉત્પાદનોનું પ્રમોશન પણ કરશે.ગાંધીનગર ખાતે આજથી શરૂ થયેલ વાઈબ્રન્ટ સીરામીક એક્સ્પો-૨૦૧૭ અંતર્ગત અનેક પ્રકારના એમઓયુ થનાર છે ત્યારે ઉદ્ઘાટન સમારોહ ભારતીય ટાઇલ્સ અને સેનેટરીવેર્સ ઉત્પાદનોના સૌથી મોટા બાયર ગણાતા ગલ્ફક્ધટ્રીના દેશો પૈકી આજે મોરબી સિરામિક એસોસિએશન અને ઓમાન વચ્ચે મહત્વના એમઓયુ કરવામાં આવ્યા હતા.

અપેક્ષા કરતા ત્રણ ગણા મુલાકાતી આવ્યા: લલીત સંઘાણી

Three times visitor came in expectation: Lalit Sanghani
Three times visitor came in expectation: Lalit Sanghani

રોટોન વિટ્રીકફાઈડના લલીત સંઘાણીએ કહ્યું હતુ કે વાયબ્રન્ટ સિરામીક એકસ્પો એન્ડ સમિટ ૨૦૧૭ના પહેલા દિવસે જેટલી આશા હતી તેના કરતા ૩ ગણા વિઝિટર્સ આવ્યા અને અમને મળ્યા. ખાસ આ એકિઝીબીશનને લીધે વર્લ્ડ લેવલ પર ઈન્ડિયન સિરામીક ઈન્ડસ્ટ્રી ઉભરી છે. જે ખૂબજ સારી બાબત છે. જેનાથી વધુ કંપનીઓને ફાયદો થઈ રહ્યો છે. આ ઉપરાંત એકસપોર્ટમાં પણ વધારો થયો છે.

અમારી પ્રોડકટને બહોળો રિસ્પોન્સ મળ્યો: દિનેશ શર્મા

IMG 20171117 WA0047
Our product got wide response: Dinesh Sharma

ઓઆસીસ વીટ્રીફાઈડના દિનેશ શર્માએ કહ્યું હતુ કે અમારી કંપની યુનિક પ્રોડકટ બનાવે છે.જેમાંની અમુક માર્કેટમાં જોવા મળે છે. અમારા વાયબ્રન્ટ એકસ્પોમાં ભાગ લેવાનો મુખ્ય હેતુ અમારી બ્રાન્ડનું માર્કેટીંગ થાય એ છે. ઉપરાંત અહી એક પ્લેટફોર્મમાં વધુ કંપનીઓએ ભાગ લેતા સિરામીક ઉદ્યોગને વેગ મળ્યો છે. અને મોબરી સિરામીક એસો.નો આ ખૂબજ સારો પ્રયાસ છે. તેમજ ખૂબજ સારો રીસ્પોન્સ મળી રહ્યો છે.

એક જ પ્લેટફોર્મ ઉપર અનેક કંપનીઓને તક મળી: સુનીલભાઈ

Many companies get a chance on the same platform: Sunilbhai
Many companies get a chance on the same platform: Sunilbhai

કવાટોમ ઈનોવેશનના સુનિલભાઈએ જણાવ્યું હતુ કે વાયબ્રન્ટ સિરામીક એકસ્પો ૨૦૧૭માં ઘણી બધી કંપનીઓએ ભાગ લીધો છે તે ખૂબજ સારી બાબત છે. અને એક જ પ્લેટફોર્મ પર બધી પ્રોડકટ જોવા મળે છે. તે ખૂબજ સારી બાબત છે. ઈન્ડિયામાં અમે સૌથી મોટા સ્લેબસ ઈન્ટ્રાડિયુસ કર્યા છે. જેને આઈ માર્બલ કરે છે. આજે વાયબ્રન્ટમાં ખૂબજ સારો રીસ્પોન્સ મળ્યો છે જે ખૂબજ સારી વાત છે.

એકસ્પો વધુ વિસ્તરે તેવી શુભકામના: હિતેશ દેત્રોજા

One more expansive: Hitesh Ditroja
One more expansive: Hitesh Ditroja

બેકસેસ સિરામીકના હતેશ દેત્રોજાએ કહ્યું હતુ કે અમારી કંપની મોરબીમાં છે. આ વાઈબ્રન્ટ સિરામીક એકસ્પોથી અમે એક સાથે વધુ કંપનીઓને સરળતાથી મળી શકીએ છીએ તેમજ અલગ અલગ કંપનીને મળવા જવું પડતુ જેમા ખાસ્સો સમય લાગી જતો તેમાં ફાયદો થયો છે. અને આ વાયબ્રન્ટ સિરામીક વધુને વધુ વિસ્તરે એવી અમારી ઈચ્છા છે.

વાયબ્રન્ટ સિરામિકથી અમને બમ્પર લાભ થયો: સુનીલભાઈ

IMG 20171117 WA0003 1
Vibrant Ceramic gives us a bumper advantage: Sunilbhai

મેટ્રો ગ્રુપના સુનિલ મીતલે જણાવ્યું હતુ કે અમારી ચાર કંપની છે. તેમજ ચારેય કંપનીઓ અલગ અલગ પ્રકારની ટાઈલ્સ બનાવે છે. અમારી કવોલીટી વ્હાઈટનેસ, ગ્લોસીનેસ, નોર્મલી બીજી કંપનીઓ કરતા વધારે સારી હોય છે. વાયબ્રન્ટ સિરામીકથી અમારી પ્રોડકટને ડિસ્પ્લે કરવાનો સારો મોકો મળ્યો છે.

એકસ્પોથી મોરબીને નવી ઓળખ મળી: રવિ પટેલ

IMG 20171117 WA0007
Ekpsi Morbi got a new identity: Ravi Patel

ક્રીસ્ટોમા ગ્રેનાઈટોના રવિ પટેલે કહ્યું હતુ કે હાલ વિટ્રીફાઈ ટાઈલ્સ ફલોર પ્રમાણે વધુ આગળ જઈ રહ્યું છે. જેમાં ડેવલોપમેન્ટ દિવસે ને દિવસે વધતું જઈ રહ્યું છે. અને હાલ મેકિસકો, ફિલિપાઈન્સ, થાઈલેન્ડ એવી ઘણી કંન્ટ્રીમાં એકસપોર્ટ કરીએ છીએ. વાઈબ્રન્ટ સિરામીક એકસ્પોથી મોરબીને નવી ઓળખ મળી છે. તેમજ સિરામીક ઉદ્યોગ ઉભરી આવ્યો છે.

વર્લ્ડ વાઈડ માર્કેટીગ માટે આ એક્ઝિબીશન અમારા માટે આશિર્વાદ: કૈલાશ પટેલ

This Exhibition For World Wide Marketing Blessings For Us: Kailash Patel
This Exhibition For World Wide Marketing Blessings For Us: Kailash Patel

૧૯૯૧થી અમે આ સિરામીક લાઈનમાં છીએ. વાઈબ્રન્ટ સિરામીક એકસ્પોથી અલગ અલગ કંપનીની બધી પ્રોડકટ એક છત નીચે જોવા મળે છે. અને વર્લ્ડમાં સારી રીતે ઉભરી રહ્યું છે. જેથી વર્લ્ડ વાઈડ માર્કેટીગ માટે આ એકિઝબીશન અમને આશીર્વાદ  સાબીત થયું છે.

સાઉદીમાં વેચાણ ખૂબ વધ્યું: મનોજ વરમોરા

Sales in Saudi Arabia increased significantly: Manoj Warmora
Sales in Saudi Arabia increased significantly: Manoj Warmora

સોનાટ સિરામીકના મનોજ વરમોરાએ જણાવ્યું હતુ કે ટાઈલ્સમાં અત્યારે બિગ એન્ડ ફિલમ ટાઈલ્સનો ટ્રેન્ડ છે. અમે આ પ્રકારની ટાઈલ્સ વધુ પ્રમાણમાં બનાવીએ છીએ કમેકે તે કિંમતમાં પણ સારી છે.તેમજ તુલનાની દ્રષ્ટિએ પણ મારબલ જેવો લુક આપે છે. અત્યારે હાલ ઈન્ડિયના માર્કેટ પ્રમાણે સાઉદી અરેબીયામાં વેચાણ વધુ જોવા મળે છે. અને આ એકિઝબીશનથી ખૂબ ફાયદો થશે એવી આશા છે.

સિરામિક એક્સ્પોનું આયોજન ખૂબજ સુંદર: આર.કુમાર

IMG 20171117 WA0073
Ceramic Expo is very beautiful: R.Kumar

અરવિંદ સિરામીકનાં આર.કુમારે જણાવ્યું હતુ કે મોરબી સિરામીક એસો. દ્વારા વાયબ્રન્ટ સિરામીક એકસ્પોનું આયોજન થયું છે.તે ખૂબજ સુંદર છે. અને ભારત ઉપરાંત વિદેશમાં પણ તેમણે પ્લેટફોર્મ ઉભુ કર્યું છે. તે સરાહનીય બાબત છે. ગયા વર્ષે જયારે અમદાવાદ ખાતે એકસ્પોનું આયોજન થયું ત્યારે મે કહ્યું હતુ કે આવતા વર્ષે થોડુ વધારે સારૂ થશે પરંતુ આ વર્ષે તો ખૂબજ મોટા પ્રમાણ સા‚ આયોજન થયું છે. જેની મને ખૂશી છે અને ગર્વ પણ છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.