નિલેશ જેતપરિયાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી રવાપર રોડ પરની સોસાયયટીના રહીશોની વ્યથા વર્ણવી

મોરબીના રવાપર રોડ અને ઉમિયા ચોક વિસ્તારમાં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરીને કચરો કલેકશન સહિતના મુદે તંત્રની ઝાટકણી કાઢી હતી.
મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે રવાપર રોડ અને ઉમિંયા ચોકની આજુબાજુની બધી સોસાયટી એટલે મોરબીનો પોશ એરીયા. રોડની સુવિધાને લઈને નગરપાલિકા અને ગ્રામ પંચાયત બન્ને દ્વારા આંખ મીચામણા કરવા સિવાય બીજું કશુ જ થતું નથી. અહીંયા કચરો લેવા માટે ના તૉ નગરપાલિકા આવે છે કે ના તો ગ્રામ પંચાયત. હાલમાં નાના ગામમાં પણ કચરા કલેકશન માટે વ્યવસ્થા હોય છે પરંતુ આ વિસ્તારમા નથી.
વધુમાં તેઓએ ઉમેર્યું કે ગ્રામ પંચાયત હોય કે ધારાસભા ની ચુટણી તે સમયે જ અવરજવર ફકત મત માટે જ થાય છે ત્યારે મોરબીના રવાપર પંચાયત મા આવતી બધી સોસાયટીની હાલત ધોબીના ફુતરા જેવી થઇ રહી છે અને પ્રશ્ન એ છે કૅ કહેવું તો પણ કોને કહેવુ.  કચરો કલેકશન કરવા અત્યારે વ્યક્તિગત પૈસા આપવા પડે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.