સિરામિક એસોસિએશને હાઇકોર્ટમાં સ્પે.સિવિલ એપ્લિકેશન દાખલ કરતા એક્સઆઇઝ અધિકારીઓ ને કોર્ટ નું તેડું
ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી દ્વારા ચીન ની સાત કંપનીઓ કે જે મોરબીના સિરામિક ઉદ્યોગ સાથે સીધી જ હરીફાઈ કરી રહી છે તેમને ૦% એન્ટી ડમ્પિંગ ડ્યૂટીનો લાભ આપતા આ મામલે સિરામિક એસોસિએશન મોરબી દ્વારા ગુજરાત હૈકોના દ્વાર ખખડાવતા હાઇકોર્ટે ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી તેમજ એકસાઇઝ અધિકારીઓને હાજર થવા ફરમાન કર્યું છે.
મોરબીના સીરામીક ઉદ્યોગનો સૌથી મોટો હરીફ ગણાતા ચાઈના સામે ભારતમાં આયાત થતી સિરામિક પ્રોડક્ટ પર કેન્દ્ર સરકારે વિચિત્ર રીતે ભેદભાવ ભરી એન્ટી ડમ્પીંગ ડયુટી લગાડી હતી. આ મામલે મામલે મોરબી સિરામિક એસો. દ્વારા ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પિંગ ડ્યુટી સમક્ષ રજૂઆત કરી ૦% નો લાભ ન આપવા રજૂઆત કરી હતી પરંતુ રજૂઆત ને ધ્યાને લીધા વગર સત્તાધીશો એ ૭ કંપનીને આ લાભ ચાલુ રાખી અંતિમ સુનાવણી માં એસો.ની રજૂઆત કાઢી નાખી હતી
આ બાબતે સિરામિક એસોસિએશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં સ્પે.સિવિલ એપ્લિકેશન દાખલ કરતા હાઇકોર્ટે ચાઈનાની દરેક કંપની સામે એક સમાન ડયુટી લગાવવાની દલીલ માન્ય રાખી આ મામલે ડાયરેક્ટર જનરલ એન્ટી ડમ્પિંગ ડ્યુટી,ગુજરાત અને ભારતના એકસાઈઝ વિભાગના અધિકારીઓને તેડું મોકલ્યું છે. આં મામલાની વધુ સુનવણી આગામી ૧૦ મી જુલાઈના રોજ યોજાશે.
ઉલ્લેખનીય છે કે ચાઈનાથી ઈમ્પોર્ટ થતી સિરામિક પ્રોડક્ટ પર મોરબી સિરામિક ઉદ્યોગ લાંબા સમયથી એન્ટી ડમ્પીંગ ડયુટી લગાવવાની માંગ કરી રહ્યા હતા. જેથી ઘર આંગણે ચાઈના સામે હરીફાઈમાં ટકી શકાય, પરંતુ આ મામલે કેન્દ્ર સરકારના ડાયરેક્ટર જનરલ ઓફ એન્ટી ડમ્પીંગ ડયુટી વિભાગે વિચિત્ર રીતે ચાઈના સામે એન્ટી ડમ્પીંગ ડયુટી લાગુ કરી હતી. જેમાં સૌથી વધુ ભારતમાં આયાત કરતી ચાઈનાની સાત જેટલી કંપની સામે ૦ ટકા બાદમાં ૦.૩૦, ૦.૭૯ અને ૧.૮૭ ડોલર પ્રતિ.ચો.મી. એન્ટી ડમ્પીંગ ડયુટી જાહેર કરી હતી. ભારત સરકારે ચાઈનાની તમામ કંપની સામે એક સરખી ડયુટી લાગુ કરવાના બદલે ભેદભાવ અને અલગ અલગ કંપની સામે અલગ- અલગ ડ્યુટી નક્કી કરતા આં મામલે મોરબીના સિરામિક એસોસિયેસને નારાજગી વ્યક્ત કરી હતી.
દરમિયાન આ મામલે નામદાર ગુજરાત હાઈકોર્ટના સમક્ષ એડવોકેટ મિહિર જોષી એ સિરામિક એસો.વતી ધારદાર દલીલો કરી પુરાવા રજુ કરતા હાઈકોર્ટ આ એપ્લીકેશન માન્ય રાખી આ મામલે નાણામંત્રાલય, એન્ટી ડમ્પીંગ ડયુટી વિભાગના ડાઈરેક્ટર જનરલ અને ગુજરાતના ચીફ એકસાઈઝ ઓફિસરને તેડું મોકલી આગામી ૧૦મી જુલાઈના રોજ સુનવણી રાખી હોવાનું મોરબી સિરામિક એસો.ના પ્રમુખ કે.જી.કુંડારીયાએ જણાવ્યું હતું.