મીઠા ઉદ્યોગ અને ચેમ્બર ઓફ કોમર્સના હોદેદારો પણ મિટિંગમાં હાજર રહ્યા

ગઈકાલે મોરબી સિરામિક એસો.,સેમ્બરઑ કોમર્સ અને મીઠા ઉદ્યોગના હોદેદારો ઉધોગ કમિશ્નર મમતા વર્માની મળ્યા હતા અને જીએસટી,વેટ સમાધાન યોજના પ્રશ્ન તેમજ સિરામિક એસો. આયોજિત એક્ઝિબિશન અંગે ચર્ચા વિચારણા કરી હતી.

ગઈકાલની મીટીંગમાં ઉદ્યોગ કમિશ્નર મમતા વર્મા સમક્ષ સીરેમીક ઉપરાંત મીઠા, મોરબી ચેમ્બરના પ્રશ્નોની રજુઆત કરવામા આવી.

જેમાં સીરેમીક માટે રોડની ગ્રાન્ટ ૧૨૭ કી.મી માં,પીવાનું પાણી,હોસ્પીટલ, ફાયરફાઈટર,એમ્બ્યુન્સ,એન્ટી ડમ્પીંગ ડયુટી,વેટ માફી યોજના,વ્રાઈબન્ટ સીરેમીક એકઝીબીશન.વિગેરે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી

ઉદ્યોગ કમિશ્નર  મમતા વર્મા મેડમે બધા પ્રશ્નોનો પોઝીટીવલી નિકાલ કરવાનું આશ્વાસન આપ્યું હોવાનું સિરામિક એસોશિએસન પ્રમુખ નિલેશભાઈ જેતપરિયા,કે.જી.કુંડારીયા તથા પ્રફુલભાઈ દેત્રોજા એ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.