રૈયા રોડ પાસે, હાથીખાના અને કુવાડવા વિસ્તારમાં કોરોના સંક્રમિત કેસ
શહેરમાં ૧૦૩ અને ગ્રામ્યમાં ૪૯ મળી કુલ ૧૫૨ કોરોના પોઝિટિવ કેસ
રાજકોટ શહેરમાં કોરોનાએ પોતાની સેન્ચુરી પુરી કરી છે. ગઈ કલ સાંજથી અત્યાર સુધી કોરોનાના વધુ પાંચ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે. અમદાવાદથી ફરજ પરથી પરત આવેલા બે મહિલા તબીબ અને હાથીખાના ચોકમાં પ્રૌઢ તથા રૈયા રોડ પર ૧૯વર્ષનો યુવાન સિટી વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે કતાર થી આવેલા મૂળ દ્વારકાના યુવાનને પણ કોરોનાનો ચેપ લાગતા આઇસોલેટ કરવામાં આવ્યો છે.મહાનગર પાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓના ક્લોઝ કોન્ટેક્ટને ક્વોરેઇન્ટઇન અને આસપાસના ઘરોને ક્ધટેનમેન્ટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
રાજકોટમાં ગઈ કાલ સાંજથી અત્યાર સુધીમાં શહેરી વિસ્તારમાં વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં પી.ડી.યુ. સિવિલ હોસ્પિટલમાંથી અમદાવાદ ફરજ પર ગયેલા મહિલા તબીબો ડો.મનીષા પંચાલ અને ડો. મેધવી ભપલ બન્નેને કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે ગઈ કાલે મોડી રાત્રે શહેરના હાથીખાના વિસ્તારમાં રહેતા ઝરીના બેન ગફાર ભાઈ નામના ૫૮ વર્ષના પ્રોઢાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. જ્યારે અમદાવાદથી પરત આવેલા રૈયા રોડ પર પ્રગતિનગરમાં રહેતા પ્રશ્નન સંજયભાઈ વણઝારા (ઉ.વ.૧૯) ને ક્વોરેઇન્ટઇન કરી રિપોર્ટ કરવામાં આવતા તેમને પણ કોરોના પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ શહેર વિસ્તારમાં વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આકડો ૧૦૦ને પાર પહોંચ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં કતાર થી આવેલા મૂળ દ્વારકાના ૨૪ વર્ષના યુવાનને પણ કોરોના પોઝિટિવ આવતા તેને આઇસોલેટ કરવામાં આવ્યો છે. રાજકોટ જિલ્લામાં અત્યાર સુધી કુલ ૧૫૦ને પાર પોઝિટિવ કેસ નોંધાયા છે.
શહેરના રૈયારોડ પર શિવજી પાર્ક પાસે પ્રગતિનગરમાં આવેલા ૧૯ વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ આવતા તેના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ૭ લોકોને હોમ ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. સાથે આસપાસ રહેતા પાંચ ઘરો ને ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.કો રહે છે. હાથીખાના વિસ્તારમાં કોરોના પોઝિટિવ આવેલી મહિલાના પરિવારના ૫ વ્યક્તિઓને સમરસ હોસ્ટેલમાં ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. અને ૮ વ્યક્તિઓને ક્ધટેનમેન્ટ કરવામાં આવ્યા છે.
દિવમાં કોરોનાની એન્ટ્રી : મુંબઈથી આવેલા માતા-પુત્રી કોરોનાગ્રસ્ત
સંધપ્રદેશ એવા દિવમાં અત્યાર સુધી કોરોનાથી વંચિત રહ્યુ હતુ. પરંતુ મુંબઇથી ફ્લાઈટ મારફતે દિવ આવેલા ૩૧વર્ષની મહિલા અને તેની ૯ વર્ષની પુત્રી તથા પુત્રને ઘોઘલા સર્કિટ હાઉસમાં ફેસિલિટી ક્વોરેઇન્ટઇન કરી રિપોર્ટ કરાવતા માતા – પુત્રીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે તેમના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા માતા પુત્રીને દિવ હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. દિવમાં કોરોનાની એન્ટ્રી થતા કલેકટર સલોની રાયે પ્રેસ કોંફરન્સ મારફત જણાવામાં આવ્યું છે.
અમરેલીમાં બેંક કેશિયર કોરોનાગ્રસ્ત: જામનગરમાં પાંચ પોઝિટિવ
અમરેલીના બાબરા તાલુકામાં એસબીઆઈ બેંકનો કેશિયર અમદાવાદથી આવ્યા બાદ તેનો રિપોર્ટ કરવામાં આવતા કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. આરોગ્ય વિભાગે બેંકને સીલ કરી અન્ય કર્મચારીઓને ક્વોરેઇન્ટઇન કરવામાં આવ્યા છે. જ્યારે ધારી તાલુકાના ભાડેર ગામના ૨૦વર્ષનો યુવાન ગત તા. ૯મી જૂનના રોજ અમદાવાદથી આવ્યા બાદ તેને પણ કોરોનાગ્રસ્ત હોવાનું જાણવા મળ્યું છે. અમરેલીના ચિતલ રોડ પર રહેતા કોરોના પોઝિટિવ વૃદ્ધનું રાજકોટ સારવારમાં મોત નિપજ્યું છે.
જામનગરમાં પણ કોરોના વિસ્ફોટ સર્જાયો હોય તેમ એક દિવસમાં વધુ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જામનગરમાં જી.જી. હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ સહિત વધુ પાંચ કોરોનાગ્રસ્ત કેસ નોંધાયા છે. અમદાવાદથી આવેલા તબીબ કોરોનાની ઝપટે ચડી ચુક્યા છે. જ્યારે અગાઉ કોરોના પોઝિટિવ આવેલા અસ્લમભાઈના પત્નિના બહેનની પુત્રીને પણ કોરોના વાયરસે ઝપેટમાં લીધા છે. ગઈ કાલે આવેલા પાંચ પોઝિટિવ કેસ સાથે જામનગરમાં અત્યાર સુધી કુલ ૬૬ કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે.