શકિત કયારેય સુસ્ત કે લુપ્ત નથી રહેતી તે ઉજાગર થઈને જ રહે છે: મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજે પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરી ને ધન્યતા અનુભવી હતી તેમણે જણાવ્યું હતુ કે મહાકાળી માના ચરણોમાં આવી ને જે દિવ્ય અનુભુતી કરી છે તે અવિસ્મરણીય છે. મે આજે માના ચરણોમાં આવીને એટલી જ મનોકામના કરી છે કે મને દેશના જનજન અને મા-બહેનોની સુખાકારીની સેવા કરવા વધુ શકિત આપે. તમે કલ્પના કરો કે પાંચ સદી અને આઝાદીના 75 વર્ષ વિતી ગયા બાદ મહાકાળીના મંદિર પર ધ્વજ લહેરાવાની આ ઘડી આવી છે. થોડા દિવસો પછી ગુપ્ત નવરાત્રી છે ત્યારે આજના દિવસથી તે સાબીતી થાય છે. કે શકિત કયારે સુષ્પ્ત કે લુપ્ત થતી નથી શ્રધ્ધા-સાધનાથી તપસ્યા ફળીભૂત થાય છે.
દરેક ભારતીયને ગૌરવ થાય તેમ પાવાગઢમાં મહાકાળીની શકિતપીઠનું પૂર્ન નિર્માણ ગૌરવ બન્યું છે. મને માં આશિર્વાદ આપે કે હું વધુ શકિતથી ત્યાગ, સેવા, સમર્પણ અને દેશના જનજનનો સેવક બની ર્હું. વડાપ્રધાને ગુજરાતને દેશ માટે શુકનવંતુ ગણાવી પ્રકલ્પ વ્યકિત કર્યો હતો. કે ભારતની અશમિતા અને ગૌરવની એક એક ક્ષણ પૂર્નજીવીત થશે અને ધર્મ અને સંસ્કૃતીને ઉચ્ચમસ્તક ગૌરવ પદ સ્થાન આપવાની પરંપરા ચાલુ રહેશે.