૧ જાન્યુઆરીથી કુલ ટ્રાન્જેક્શનના ૩૦% ટ્રાન્જેક્શન થર્ડ જ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનને કરવા દેવાશે: ગૂગલની ગૂગલ પે તેમજ વોલમાર્ટની ફોનપેના સ્થાને સ્વદેશી જિયો પે અને પેટીએમ જેવી એપને પ્રોત્સાહન મળશે
ભારતીય અર્થતંત્રમાં ડિજિટલ ઇકોનોમીનો ફાળો સતત વધી રહ્યો છે. ડિજિટલ ઇકોનોમીની આત્મનિર્ભરતાથી ભવિષ્યમાં અન્ય દેશોની સરખામણી કરતા ભારતને વધુ પારદર્શક બનાવશે. વૈશ્વિક કંપનીઓ આ બાબતને વધુ સારી રીતે સમજે છે અને જાણે પણ છે. જેના પરિણામે અત્યારે ઘણી કંપનીઓ ભારતમાં ઓનલાઇન પૈસા ટ્રાન્સફર તેમજ ડિજિટલ પેમેન્ટ સાથે સંકળાયેલી જોવા મળે છે. અલબત્ત હવે ભારત સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટમાં સ્વદેશીકરણની વધુ હિમાયત કરવાનો નિર્ણય લીધો છે. તેના પરિણામે આગામી તારીખ ૧ જાન્યુઆરીથી કુલ ટ્રાન્જેક્શનના ૩૦% ટ્રાન્જેક્શન થર્ડ જ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશનને કરવા દેવાશે. અત્યારે થર્ડપાર્ટી પેમેન્ટ એપ્લિકેશન તરીકે ગૂગલની ગૂગલ પે તેમજ વોલમાર્ટની ફોનપે ચલણમાં છે આવી સ્થિતિમાં હવે થર્ડ પાર્ટી પેમેન્ટ એપ્લિકેશન ઉપર લગાવેલી લગામના કારણે ભારતીય પેમેન્ટ સર્વિસ જેવી કે રિલાયન્સ જીઓ પેમેન્ટ બેંક અને પેટીએમ ને વધુ ફાયદો થશે. થોડા સમય પહેલા રિલાયન્સ જીઓ અને ફેસબુક વચ્ચે થયેલી ભાગીદારીથી ઓનલાઈન પેમેન્ટ અને ઈ-કોમર્સ પિક્ચરમાં વધુ મજબૂતી આપશે તેવી શક્યતા હતી. જોકે, ભારત સરકાર સ્થાનિક કંપનીઓ ને વધુ ને વધુ પ્રેરક બળ પૂરું પાડી રહી છે.
રિલાયન્સ અને ફેસબુક વચ્ચે થયેલી સમજૂતી ઓનલાઈન પેમેન્ટ સેક્ટ માટે દાખલરૂપ પરિણામો આપશે. વિદેશી કંપનીઓ કરતા ભારતીય કંપનીઓને વધુ પ્રોત્સાહન અપાતું હોવાનું ઘણી વખત સામે આવી ચૂક્યું છે. આગામી જમાનો ડિજિટલ પેમેન્ટનો છે. છેલ્લા ૩થી૪ વર્ષમાં ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરવા અને ઓનલાઈન ખરીદી કરવા માટે અનેક એપ્લિકેશન અસ્તિત્વમાં આવી છે. જે પૈકીની ઘણી એપ્લિકેશન વિદેશી છે. ભારતમાં ઈન્ટરનેટ ઇકોનોમીનું વાતાવરણ સર્જાયું છે, ત્યારે સ્વદેશી કંપનીઓ માટે અનુકૂળ વાતાવરણ કેન્દ્ર સરકાર ઉભું કરવા જઈ રહી છે.
આર્થિક વિકાસનો તાગ મેળવવા ડિજિટલ પેમેન્ટ મદદરૂપ
દેશના આર્થિક વિકાસનો તાગ મેળવવા માટે ડિજિટલાઇજેશન નું વધતું પ્રમાણ મદદરૂપ બની રહેશે તાજેતરમાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આ બાબતમાં સુરત પુરાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે નાના ડિજિટલ વ્યવહારોની વાત અલગ છે પરંતુ આર્થિક વ્યવહારો વધુ પ્રમાણમાં ડિજિટલ લાઈઝ થાય તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે ડિજિટલ પેમેન્ટના કારણે આર્થિક વ્યવસ્થાનો ભાગ લગાવી શકાય છે. નોંધનીય છે કે મોદી સરકાર લાંબા સમયથી ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધારવા માટે પ્રયત્નશીલ છે આ માટે કેટલાક પ્રોત્સાહનો પણ મોદી સરકાર આપી ચૂકી છે.
ડિજિટલ ઇકોનોમીમાં આત્મનિર્ભરતા
એકવીસમી સદીમાં ભારતીય અર્થતંત્રનો વિકાસ અન્ય વિકાસશીલ દેશોના પગલે પગલે થાય તે જરૂરી છે. અત્યાર સુધી ભારતીય અર્થવ્યવસ્થામાં પારંપરિક કારણો ક્યાંકને ક્યાંક અસર કરતા હતા પરંતુ ૨૧મી સદીમાં સૌથી વધુ અસરકારક કારણ ડીજીટલાઇઝેશન બની ચૂક્યું છે ડીજીટલાઇઝેશન માટે ભારતે લાંબી મજલ કાપી છે. વર્ષો પહેલા જ્યારે આર્થિક વ્યવહારો માટે ડીજીટલાઇઝેશન નો ઉપયોગ લગભગ નહિવત થતો હતો ત્યારથી લઈને અત્યારે, નાની મોટી વસ્તુ ખરીદવા માટે પણ ડિજિટલ પેમેન્ટનું વધતું ચલણ ભારતીય વ્યવસ્થામાં ડિજિટલ વ્યવહારોનો ઇતિહાસ કહી જાય છે. અત્યારે ભારતીય વ્યવસ્થામાં નિષ્ણાંતો, ટાર્ગેટ ઓડિયન્સ, બિઝનેસ મોડલ સહિતની બાબતોનું સંતુલન જળવાયું છે. દરરોજની જરૂરિયાતો પૂરી કરવા લોકો ક્યાંકને ક્યાંક ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરે છે એક સમયે ડિજિટલ સેક્ટરમાં પાંગળુ રહેલું અર્થતંત્ર અત્યારે સૌથી ઝડપથી વિકાસ સાધતા ડિજિટલ પેમેન્ટ પૈકીનું એક છે. ટીસીએસ ઇન્ફોસિસ અને વિપ્રો સહિતની કંપનીઓ ત્રીપલ ભારતીય અર્થવ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ ઉભુ કરવામાં સફળ રહી છે વિદેશી કંપનીઓના અને ભારતીય કંપનીઓને પ્રાધાન્ય આપવાની નવી પહેલ પણ આગામી ૧૦ વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થા માટે સુવર્ણ દસકો સાબિત કરી દેશે તેવું નિષ્ણાતોનું માનવું છે.