કેન્દ્ર સરકારે જાહેર નોટિસ જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાને પ્રોત્સાહન આપતી અને મહિમા આપતી અથવા વાજબી ઠેરવતી સામગ્રીને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું

હાલમાં ચકચારી બનેલ ઉદયપુર હત્યાકાંડ મામલે સોશિયલ મીડિયા કંપનીઓને સરકારી નોટિસ પાઠવવામાં આવી છે
ઉદયપુર હત્યાકાંડને સમર્થન આપતી ઓડિયો, વિડિયો, ફોટો અથવા કોઈપણ સ્વરૂપમાં હોય તે સામગ્રી દૂર કરો: ઈલેક્ટ્રોનિક્સ-આઈટી મંત્રાલય

રાજસ્થાન ઉદયપુરમાં કનૈયાલાલનિ હત્યા બાદ ભરેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હજુ પણ બનેલી છે. આ તરફ હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી અને એક મોટો ઓર્ડર આપી દેવાયો છે. ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે એક જાહેર નોટિસ આપીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉદયપુરમાં ઘાતકી હત્યાને પ્રોત્સાહન આપતી અને મહિમા આપતી અથવા વ્યાજબી ઠેરવતી સામગ્રીને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું છે અને કહેવાયું છે કે આવી સામગ્રી તાત્કાલિક દૂર કરો.

શુ કહ્યું ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી મંત્રાલયે ?

રાજસ્થાનના ઉદયપુરની ઘટના બાદ કેન્દ્ર સરકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખૂબ જ નજીકથી નજર રાખી રહી છે. સરકારે જાહેર કરેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, આ નોટિસ દ્વારા તમને તરત જ એ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે કે, ઉદયપુરની ઘટનાને પગલે તમારી સુરક્ષા અને આત્મવિશ્વાસની જવાબદારી નિભાવવામાં તમે કોઇપણ જાતની સુરક્ષા ન કરો. અને તરત જ તમામ સામગ્રીને દૂર કરો, જેમાં ઓડિયો, વિડિયો, ફોટો અથવા કોઈપણ સ્વરૂપમાં, જે આ હત્યા અને હત્યાને પ્રોત્સાહિત/ગૌરવ/વાજબી ઠેરવતા જણાય છે. જેથી કરીને કોઈપણ ઉશ્કેરણી અને જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડી શકાય. અને જાહેર શાંતિ અને સંવાદિતા પુનઃસ્થાપિત કરો.

આ હતી સમગ્ર ઘટના !!!

રાજસ્થાનના ઉદયપુરના એક દરજી કન્હૈયા લાલની વિવાદાસ્પદ સોશિયલ મીડિયા પોસ્ટ પર ઘમાસાણ થયું હતું. જે બાદમાં મંગળવારે ગ્રાહકો તરીકે આવેલા બે માણસો, રિયાઝ અખ્તારી અને ગૌસ મોહમ્મદએ દરજી કન્હૈયા લાલનું છરી વડે માથું કાપી નાખવામાં આવ્યું હતું.

આ ધૃણાસ્પદ કૃત્ય કરી તેણે શિરચ્છેદની જવાબદારી લેતા, ગુનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેની ગંભીર નોંધ લેવાઈ હતી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) રાજસ્થાન પોલીસના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) સાથે મળીને આ કેસની તપાસ કરી રહી છે.

કન્હૈયા લાલની ઘાતકી હત્યાનો વીડિયો ઓનલાઈન પોસ્ટ કરવામાં આવ્યો હતો અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને એકાઉન્ટ્સ દ્વારા હત્યાને વખાણતા અને ન્યાયી ઠેરવવાના ઘણા કિસ્સા સામે આવ્યા હતા જેનાથી કેન્દ્ર સરકાર દ્વારા એક્સન મોડમાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.