નકસલીઓને નેસ્તોનાબૂદ કરવા કેન્દ્રએ માસ્ટર પ્લાન બનાવ્યો!!

 નક્સલ વિસ્તારોમાં સરળ પરિવહનની સવલત ઉભી કરી ત્રાસવાદીઓ પર નિયંત્રણ લેવા તૈયારી

અબતક, નવી દિલ્લી

કેબિનેટે બુધવારે ૩૩,૮૨૨ કરોડના ખર્ચે આદિવાસી- પછાત અને નક્સલ વિસ્તારોમાં ૩૨,૧૫૨ કિલોમીટરના રસ્તાઓ બનાવવાની મંજૂરી આપી છે, જેમાં ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોનો મુખ્યત્વે સમાવેશ કરાયો છે. આ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે આપી હતી. આ રસ્તાઓ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના પ્રથમ બે તબક્કા હેઠળ પૂર્ણ કરવામાં આવશે. ઠાકુરે કહ્યું કે, આ રોડ પ્રોજેક્ટ્સ માટે જરૂરી રૂ. ૩૩,૮૨૨ કરોડમાંથી કેન્દ્ર સરકારનો હિસ્સો રૂ. ૨૨,૯૭૮ કરોડ છે અને બાકીનો ખર્ચ રાજ્ય સરકારો ઉઠાવશે તેવું ઠાકુરે ઉમેર્યું હતું.

સરકારે કહ્યું છે કે, કેબિનેટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ફેઝ-૧ અને ૨ ને સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી સંતુલિત રોડ અને બ્રિજના કામો પૂર્ણ કરવા અને નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટને માર્ચ ૨૦૨૩ સુધી ચાલુ રાખવા માટે મંજૂરી આપી છે. સરકારે ગ્રામ સડક યોજના શરૂ કરી છે. કનેક્ટિવિટી વગરના રહેઠાણોને કનેક્ટિવિટી પ્રદાન કરવા માટે અને લગભગ ૬.૫ લાખ કિમી રસ્તાની લંબાઈ અને ૭૫૨૩ પુલને મંજૂરી અપાઈ છે. અત્યાર સુધીમાં ૨૦,૯૫૦ કિમી અને ૧૯૭૪ પુલનું કામ હજુ પૂર્ણ કરવાનું બાકી છે. યોજના ચાલુ રાખવાથી હવે બાકીના કામો પૂર્ણ કરવામાં મદદ મળશે. અધિકૃત પ્રકાશન મુજબ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ૫૦,૦૦૦ કિમી ગ્રામીણ રોડ નેટવર્કના અપગ્રેડેશનને વર્ષ ૨૦૧૩ માં મંજૂરી આપવામાં આવી હતી.ચોટલી : નકસલીઓને નેસ્તોનાબૂદ કરવા કેન્દ્રએ માસ્ટર પ્લાન બનાવ્યો!!

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.