કોરોના કોવિડ-૧૯ની મહામારી સામે દિલ્હીથી કેન્દ્રીય આરોગ્ય અધિકારી નિરજ ધીંગર, વાય.સી.પોરવીન, આર.કે.મહાજન અને અનિલકુમાર સહિતની ટીમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના કોવિડ-૧૯ વિભાગની મુલાકાતે આવી પહોંચી હતી. આર.ડી.ડી. ડો.રૂપાલી મહેતા, મેડિકલ કોલેજ ડીન ડો.ગૌરવી ધ્રુવ, તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતા સહિતના અધિકારીઓ સાથે મુલાકાત લઈ કોરોના અંગેની કામગીરીને બિરદાવી કોમ્યુનિટી સ્પ્રેડ પર ખુબ સારો કંટ્રોલ મેળવ્યાનું જણાવ્યું હતું.
આ સાથે પીએમએસએસવાય બિલ્ડીંગમાં આવેલા કોવિડ વોર્ડની મુલાકાત લીધી હતી અને જ્યોતિ સીએનસી દ્વારા આપવામાં આવેલા ‘ધમણ’ વેન્ટીલેટર અંગે પણ તબીબી અધિક્ષક પાસે માહિતી મેળવી સરાહનીય કામગીરીને બિરદાવી હતી.