- મોરબીની જુદી જુદી 24 પેઢીઓ ઉપર દરોડા પાડવામાં આવ્યા : ઇશાન સિરામિક ઝોન, ડીવાઈન પેઢી ઉપર ટીમ ત્રાટકી
- ક્યુટોન સિરામિક પરના સર્ચ ઓપરેશનમાં રાજકોટની સ્પેશિયલ ટીમ મુંબઇ પહોંચી રવિવાર સુધી તપાસ ચાલે તો નવાઈ નહીં
સિરામિક ઉદ્યોગમાં રજાના દિવસો હોવા છતાં આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ જીએસટી દ્વારા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આવકવેરા વિભાગે ક્યુટોન સિરામિક ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરતા અનેક બેનામી વ્યવહારો, ડિજિટલ ડેટા, જ્વેલરી તથા રોકડ સહિતની ચીજ વસ્તુઓ હાંસલ થઈ છે. એટલું જ નહીં આ સીરામીક સાથે સંકળાયેલી અન્ય પેઢીઓ ઉપર પણ આવકવેરા વિભાગ દ્વારા ઘોષ બોલાવવામાં આવી છે. એટલું જ નહીં રાજકોટ ઇન્વેસ્ટિગેશન વિંગની એક સ્પેશીયલ ટિમ મુંબઈ ખાતે પણ તપાસ અર્થે ગઈ હોવાનું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. ક્યુટોન સીરામીકમાં કોથળા ભરીને બોગસ ઇનવોઈસ બિલ મળી આવતા તપાસ નો દોર તીવ્ર બન્યો છે.
એટલું જ નહીં આ અંગેની જાણ જીએસટી વિભાગને કરવામાં આવતા ગઈકાલ બોપર બાદ 24 જેટલા સિરામિક યુનિટો ઉપર સેન્ટ્રલ જીએસટી ની ગાંધીધામ ટીમ ત્રાટકી હતી એ વાતની પણ શક્યતા છે કે હજુ પણ બેનામી વ્યવહારો સામે આવી શકશે. ઈશાન સીરામીક ઝોન, ડિવાઇન ટ્રેડિંગ પેઢી ઉપર આવકવેરા વિભાગે રેડ કરતા સીરામીક ઉદ્યોગમાં ફફડાટ મચી જવા પામ્યો છે. મોરબીમાં ૠજઝ ટીમો નું સર્ચ ઓપરેશન હાથ ધરતા મોરબી કંડલા હાઇવે પર આવેલી ટ્રેડિંગ પેઢીઓમાં જીએસટી ટીમના દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.
જેમાં ઈશાન સીરામીક ઝોન , ડીવાઇન ટ્રેડિંગ નામની પેઢી સહિત 24 પેઢી પર જીએસટી ના દરોડા હોવાનું ખુલ્યું છે. આ સર્ચ દરમિયાન કરોડોના બેનામી વ્યવહારો બહાર આવે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ બાદ જીએસટી વિભાગ ત્રાટકતા સિરામિક વેપારીઓમાં ફફડાટ મચી ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા એ વાત ઉપર સતત ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે કે કોઈપણ કંપની કચોરી અથવા તો ગેરિત આચરતી હોય તો તેના પર આંકડા પગલાં લેવામાં આવે ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગકારો કરોડો રૂપિયાની કરચોરી કરતા હોવાનું સામે આવતા આવકવેરા વિભાગ અને જીએસટી હરકતમાં આવ્યું છે.
ત્યારે આ બંને એજન્સીઓ દ્વારા સરચ ઓપરેશન હાથ ધરાતા કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો સામે આવશે તેવું સ્પષ્ટ માનવામાં આવી રહ્યું છે. કયૂટોન સીરામીકની ઇટલી સહિતના દેશોમાં ઓફિસ આવેલી છે. ભારતના જુદા જુદા રાજ્યોમાં 12 સેલ્સ ઓફિસ અને સપ્લાય ડેપો સહીત વિશાળ વ્યવસાયિક સામ્રાજ્ય દેશભરમાં પથરાયેલ છે. પાંચ મહિના પહેલા આઈટી ને જાણ થઈ હતી ક્યુટોન સીરામીક યુનિટ ટેક્સચોરી કરે છે. પાંચ મહિના સુધી સતત આઇટીના અધિકારીઓ ક્યુટોન માલિક અને કર્મચારીઓની ખાનગી રાહે તપાસ કરતા હતા.
ઇન્કમટેક્સના અધિકારીઓ ડમી ગ્રાહક બની ટાઈલ્સ ખરીદવા પહોંચ્યા હતા. સાતો સાત આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા મળેલા દસ્તાવેજો ની પણ ચકાસણી કરી રહ્યા છે એટલું જ નહીં અનેકવિધ પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે જેમાંથી વિવિધ કંપનીઓ અને પેઢીઓ સાથે કરવામાં આવેલા વ્યવહાર અંગેની લીંક આવકવેરા વિભાગને મળી શકે છે.