GST કાયદા હેઠળ રૂ. 12 કરોડથી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા માટે નકલી ઇન્વૉઇસેસનો ઉપયોગ કરીને ગુજરાતના ખેડા જિલ્લાના કપડવંજના એક ઉદ્યોગપતિનની રવિવારે ધરપકડ કરવામાં આવી હતી.
આરોપી પરેશ પટેલને શુક્રવારે વડોદરામાં સેન્ટ્રલ GST કમિશનર દ્રારા તેની ધડપકડ કરવામાં આવી. અને તેમને 3 જાન્યુઆરી સુધી કપડવંજ કોર્ટ દ્રારા ન્યાયિક રિમાન્ડ માટે મોકલવામાં આવ્યો હતો.
ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, કમિશ્નર ના અધિકારીઓએ એક સાથે વિવિધ સ્થાનો પર દરોડા પડ્યા હતા. અને બગડેલ વ્યવહારોમાં નકલી કંપનીઓની વાસ્તવિક પુરવઠો વિના નકલી કંપનીઓને લગતા દસ્તાવેજો મળી આવ્યા હતા,તેવું કમિશ્નરે પ્રેસ નિવેદનમાં જણાવ્યું હતું.
આ ઉદ્યોગપતિએ રૂ. 75 કરોડની બનાવટી જીએસટી ઇન્વૉઇસેસ આપીને કપટથી કંપનીના ટર્ન ઓવરમાં વધારો કર્યો છે. કપડાવંજ સ્થિત કંપની દ્વારા આશરે રૂ .14 કરોડનું નકલી
GST ક્રેડિટ પસાર થયું છે, જે અમદાવાદ સ્થિત કેટલીક કંપનીઓને આપવામાં આવ્યું છે.
કુરિયર અને અન્ય માધ્યમથી રૂ. 70 કરોડની કિંમતના નકલી ઇન્વૉઇસેસના આધારે કંપનીએ રૂ. 12 કરોડથી વધુ નકલી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવ્યા છે, જેના પરિણામે સરકારી ખજાનાને ભારે નુકસાન થયું છે.