ગુજરાતવાસીઓ વારવાર ગીર સોમનાથના પ્રવાસ પર જતાં હોય છે. ત્યાંના દ્ર્શયો તેમજ ત્યાંના નજારો જોવા માટે લોકો દૂર દૂર થી આવતા હોય છે. ગીર સોમનાથનાં પ્રવાસ જનારા લોકો માટે ખુશીના સમાચાર આવી ગયા છે. પ્રવાસનને વેગ આપવા માટે ગીર સોમનાથનાં સમુદ્ર તટેથી ક્રૂઝ સર્વિસ શરૂ કરવા સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ સુત્રાપાડાના હિરકોટ બંદરની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે જાહેરાત કરી હતી.
મનસુખ માંડવિયા અને સાંસદ રાજેશ ચુડાસમાએ હિરકોટ બંદરના સમુદ્ર કિનારાનું જાતે નિરીક્ષણ કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની મહત્વ પૂર્ણ યોજના સાકાર થઇ શકે છે અને ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવ આવતા દેશ વિદેશના પ્રવાસીઓને ક્રૂઝ સર્વિસની કેન્દ્ર સરકાર અમૂલ્ય ભેટ આપી શકે છે. જોકે, સરકાર આ અંગે વિચારી રહી છે. સરકાર આ અમૂલ્ય ભેટ ક્યારે આપશે અને કેટલો સમય પછી જાહેરાત કરી શકે તે અંગે અહી કંઇ નક્કી નથી.