મ્યુનિ.કમિશનર બંછાનિધિ પાનીએ આપી માહિતી, કેન્દ્ર સરકારનો આભાર માનતા મેયર ડો. જૈમન ઉપાઘ્યાય
રાજકોટના નાગરીકોમાં આનંદની લાગણી પ્રસરે તેવા એક અહેવાલ અનુસાર ભારત સરકારશ્રીના સ્માર્ટ સિટી મિશનના ત્રીજા રાઉન્ડમાં ૩૦ શહેરોની યાદીમાં ત્રીજા ક્રમે પસંદગી પામનાર રાજકોટ શહેર માટે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ મંજુર વાનો શુભારંભ ઇ ચુક્યો છે. કેન્દ્રના શહેરી વિકાસ મંત્રાલયે કરેલા નિર્ણય મુજબ રાજકોટ મહાનગરપાલિકા માટે ‚. ૧૯૪ કરોડની ગ્રાન્ટ મંજુર કરી દેવામાં આવેલ છે તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. જ્યારે, આ સમાચાર પ્રાપ્ત તા જ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે ખુશી વ્યક્ત કરી કેન્દ્ર સરકારશ્રી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી, તેમજ તેમણે એમ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારશ્રી તરફી સ્માર્ટ સિટી મિશન હેઠળ ગ્રાન્ટ મળવાનું શ‚ ઇ જતા હવે રાજકોટ શહેરના સ્માર્ટ સિટી અભિયાનના વિવિધ પ્રોજેક્ટ શ‚ કરી શકાશે.
મ્યુનિ. કમિશનરએ વિશેષમાં એમ ઉમેર્યું હતું કે, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા સ્માર્ટ સિટી મિશનના ત્રીજા રાઉન્ડની સ્પર્ધાના વિજેતા ૩૦ શહેરોના સ્કોર પણ ઘોષિત કરેલ છે. જેમાં તૃતીય સન મેળવનાર રાજકોટ મહાનગરપાલિકાએ ૬૬.૫૫ % સ્કોર પ્રાપ્ત કરેલ છે.સ્માર્ટ સિટી મિશનમાં પસંદગી યા બાદ રાજકોટ શહેરમાં આ મિશન હેઠળ જે કોઈ પ્રોજેક્ટ હા ધરવામાં આવશે તે એસ.પી.વી. (સ્પેશિયલ પર્પઝ વ્હીકલ)ની દેખરેખ હેઠળ આગળ ધપશે. કમિશનર બંછાનિધિ પાનીએ કહ્યું કે, આગામી આઠ થી દસ દિવસમાં જ રાજ્ય સરકાર કક્ષાએ એસ.પી.વી.ની રચના પૂર્ણ નાર છે. ત્યારબાદ એક પછી એક પ્રોજેક્ટની કામગીરી શ‚ કરવામાં આવશે.અત્રે એ યાદ અપાવીએ કે, ગત તા.૨૩/૦૬/૨૦૧૭ ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્માર્ટ સિટી મિશનના ત્રીજા રાઉન્ડમાં પસંદગી પામેલા ઉપરોક્ત ૩૦ શહેરોના નામ જાહેર કરવામાં આવ્યા હતાં.
સ્માર્ટ સિટી મિશનના સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ૧૦૦ શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાનું મેગા આયોજન કરેલ અને તે સમયે જે કુલ ૧૦૦ શહેરોના નામ જાહેર કરાયા હતાં તેમાં રાજકોટનો સમાવેશ કરાયો હતો. જોકે પ્રમ બે તબક્કામાં જે શહેરોના નામો જાહેર યેલા તેમાં રાજકોટ શહેરનો સમાવેશ યો ન્હોતો, પણ ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકાએ સ્માર્ટ સિટી મિશનમાં રાજકોટ શહેર સન પામે તે માટે તબક્કાવાર કામગીરી અને આયોજન શ‚ કરેલ. જેના ફળ‚પે આજે તા.૨૩ના રોજ કેન્દ્ર સરકારે જાહેર કરેલા વધુ ૩૦ શહેરોની યાદીમાં રાજકોટનો ત્રીજા ક્રમે સમાવેશ યેલ છે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં મુખ્ય બે કોમ્પોનન્ટ છે. જેમાં (૧) જે તે ચોક્કસ વિસ્તાર આધારિત વિકાસ અને (૨) સમગ્ર શહેરને આવરી લેતા એટલે કે પાન સિટી સ્માર્ટ સોલ્યુશન પ્રોજેક્ટનો સમાવેશ ાય છે.
ગ્રીનફિલ્ડ( હરિયાળી વિકાસ) મુખ્ય બે પ્રોજેક્ટ સો જેમાં કોશલ્ય સવર્ધન કેન્દ્ર, રમત-ગમત સુવિધા, ન્યુ રેસકોર્ષ, તળાવોનું નવીનીકરણ, વૈશ્વિક કક્ષાની આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠો, બી.આર.ટી.એસ, સલામતી માટે સીસી ટીવી કેમેરાની સુવિધા સોલાર પાવર પ્લાન્ટ, ગ્રીન બિલ્ડીંગ, વિગેરે માટેરૂ૨૬૨૩ કરોડના પ્રોજેક્ટો મુકવામાં આવેલ છે જેમાં રૂ૨૧૭૭ કરોડ ગ્રીનફિલ્ડ ડેવલોપમેન્ટ માટે અને રૂ૪૪૬ કરોડ પાનસિટી સોલ્યુસન માટે મુકવામાં આવેલ છે.
સ્માર્ટ સિટીના ત્રીજા તબક્કાના સ્માર્ટ સિટીની પસંદગી માટે દેશના ૪૮ શહેરોએ ભાગ લીધેલ, જેમાં રાજકોટ શહેરનો ત્રીજા ક્રમે સમાવેશ યેલ છે. શહેરનો સ્માર્ટ સિટીમાં સમાવેશ તા વિકાસ માટે કેન્દ્ર સરકાર દ્વારારૂ૫૦૦ કરોડ, રાજ્ય સરકાર દ્વાર રૂ૨૫૦ કરોડ, અને રૂ૨૫૦ કરોડ મ્યુની. કોર્પોરેશનનો ફાળો ગણી કુલ રૂ૧૦૦૦ કરોડના વિકાસ કામો તાત્કાલિક હા ધરી શકાશે.