કોંગ્રેસ ખેડુતોની લડાઈમાં સાથે જ છે
રાષ્ટ્રપતિ ભવન તરફ કુચ કરતા કોંગ્રેસના પ્રિયંકા ગાંધી વાડ્રા સહિતના નેતાઓની અટકાયત બાદ છૂટકારો
જયાં સુધી નવા ત્રણ કૃષિ કાયદા રદ નહી કરાય ત્યાં સુધી ખેડુતો હટવાનાનથી ખેડુત આંદોલનમાં કોંગ્રેસ ખેડુતોની સાથે છે તેમ જણાવી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે કેન્દ્ર સરકારે સંસદનું સત્ર બોલાવી ત્રણેય કૃષિ રદ કરવા જોઈએ.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૃષિ કાયદાના મુદે ફરી એક વખત મોદી સરકારને ઘેરી હતી ગૂવારે રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદની મુલાકાત લઈ નવાકૃષિ કાયદા મામલે વિરોધ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ રાહુલે જણાવ્યું હતુકે કોઈ વડાપ્રધાન મોદી સામે બોલે એને આતંકવાદી તરીકે ઓળખાવાય છે. કાલે આરએસએસનાં પ્રમુખ મોહન ભાગવત સામે પણ કાંઈ થશે તો તેને પણ આતંકી તરીકે ઓળખાવાય છે.
ભાજપના નેતાઓએ ખેડુત આંદોલનમાં ખાલીસ્તાન સમર્થકોના હાથ હોવા અંગે કરાયેલા આક્ષેપોના રાહુલ ગાંધીએ જવાબ પણ આપ્યા હતા.
તેમણે પોતાના સંબંધમાં જણાયું કે ભાજપ નરેન્દ્ર મોદીનું એક જ લક્ષ્ય છે. અને એ ખેડુતો શ્રમિકો સમજી ગયા છે. તેમનું લક્ષ પોતાના ધનવાન મિત્રોને ફાયદો કરાવવાનું છે જે મોદી સામે ઉભો થાય છે. તેની સામે કંઈકને કંઈક ખોટુ બોલવામાં આવે છે.
જે પણ મોદીને સવાલ પુછવાની કોશિષ કશે તેને આતંકવાદી કહેવાશે મોદી બે ચાર મિત્રોએ આખા ભારતને જકડયો છે ને વડાપ્રધાન તેમને મદદ કરી રહ્યા છે.રાહુલ ગાધીએ વિપક્ષી નેતાઓ સાથે રાષ્ટ્રપતિને મળી કૃષિ કાયદાના વિરોધમાં આવેદનપત્ર પણ આપ્યું હતુ.
રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરનારા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીવાડ્રા સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. બાદમાં આ નેતાઓને મુકત કરાયા હતા.