દિલ્હીમાં ખેડૂત આંદોલન વચ્ચે શીખ આંદોલનકારીઓના મન જીતવા ‘મન કી બાત’માં વડાપ્રધાનનું નિવેદન
વડાપ્રધાન મોદીએ પોતાના રેડિયો પ્રોગ્રામમાં નવા કાયદા પર ખેડૂતોનું મન બદલવાનો પ્રયત્ન કર્યો હતો. કૃષિ શિબિર સહિતના મુદ્દે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર સેવકની ભૂમિકામાં છે. ગુરુ સાહેબે સેવા કરવાની તક આપી છે. એક તરફ પંજાબ અને હરિયાણામાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે પંજાબ માનસિક સમુદાય ની વસ્તી વધુ છે આવી સ્થિતિમાં વડાપ્રધાન મોદીએ મન કી બાત દરમિયાન ગુરુ નાનક નો ઉલ્લેખ કર્યો હતો અને આડકતરી રીતે આંદોલનમાં સામેલ કેટલાક શીખ આંદોલનકારીઓના મન જીતવા પ્રયાસ કર્યો હતો.
તેમણે ખેડૂતોનું ઉદાહરણ આપીને તેના ફાયદા જણાવ્યા હતા. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મહારાષ્ટ્રના એક ખેડૂત જીતેન્દ્ર ભોઈજીનું ઉદાહરણ આપ્યું હતું અને કહ્યું કે આ નવા કાયદાનો લાભ ઉઠાવીને આ ખેડૂતો પોતાનું બાકીના નાણા વસૂલ કર્યા. તેમણે કહ્યું કે આ કાયદામાં એક મોટી વાત છે કે આ કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે ક્ષેત્રના એસડીએમએ એક મહિનાની અંદર જ ખેડૂતોને પૈસા આપી દેવા પડશે.
પીએમ મોદીએ વધુ એક ખેડૂત મોહમ્મદ અસલમની પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે મોહમ્મદ અસલમ ખેડૂતોમાં જાગરૂકતા ફેલાવી રહ્યા છે. રાજસ્થાનના બારાં જિલ્લામાં રહેતા અસલમ એક ખેડૂત ઉત્પાદક સંઘના સીઇઓ પણ છે. તેમણે કહ્યું કે આશા છે કે મોટી મોટી કંપનીઓના સીઇઓને આ સાંભળીને સારું લાગશે કે હવે દેશના છેવાડાના ગામડાઓમાં પણ ખેડૂત સંગઠનના સીઈઓ છે.
નોંધનીય છે કે દેશના વિવિધ રાજ્યોના ખેડૂતો ત્રણ દિવસથી દિલ્હી માર્ચનો નારો આપીને આંદોલન કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે ખેડૂતોની ઝપાઝપીના દ્રશ્યો પણ જોયા છે, અને હાલમાં ખેડૂતોને સરકાર દ્વારા બુરાડીના મેદાનમાં બેસવાની મંજૂરી આપવામાં આવી છે. જોકે, આંદોલનની બાબતમાં આંદોલનકારીઓએ કેન્દ્ર સરકાર સાથે શરતી ચર્ચાનો ઇનકાર કર્યો હતો. ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો હતો ખેડૂતો એ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે વાતચીત માટે જે શરતો મૂકી છે તે ખેડૂતોનું અપમાન છે અમે બુરાડી ગ્રાઉન્ડમાં નહીં જઈએ. આ ગ્રાઉન્ડ ખુલ્લી જેલ છે. અમારી પાસે ચાર મહિના ચાલે તેટલો માલ સામાન છે માટે અમારે કાંઈ ચિંતા નથી. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ ભાજપના વડા જે.પી.નડ્ડા સહિતનાએ ગઈકાલે ખેડૂતો આંદોલનકારીઓ સાથે બેઠક કરી હતી.