મોદી સરકારે બજેટ પહેલાં ખેડૂતો માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે ચાર રાજ્યોમાં ખેડૂતો માટે રૂ. 6680 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ રાહત પેકેજનો લાભ આંધ્ર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકના ખેડૂતોને મળશે.

આ રકમમાં આધ્રપ્રદેશ માટે રૂ. 900 કરોડ, ગુજરાત માટે રૂ. 130 કરોડ, મહારાષ્ટ્ર માટે રૂ. 4700 કરોડ અને કર્ણાટક માટે રૂ. 950 કરોડના પેકેજને મંજૂરી આપવામાં આવી છે. આ રાજ્યોમાં ખેડૂતો દુષ્કાળથી પીડિત હતા અને સરકારના આ નિર્ણયથી તેમને ઘણી રાહત મળી છે.

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાધા મોહન સિંગ દ્વારા રાહત પેકેજની વાત ટ્વિટર પર જાહેર કરવામાં આવી છે. તેમણે કહ્યું છે કે, નાના અને મધ્ય ખેડૂતોની આવકમાં ઘટાડો થવાથી સર્જાયેલી મુશ્કેલીના નિવારણ માટે સરકાર દ્વારા આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.